
બહુ ઓછા દિવસો હોય છે જયારે એકસાથે ઉજવણી ના ઘણા કારણો ભેગા થાય છે. જેમકે આજનો દિવસ. આજે ૨૧ જૂન. સમગ્ર વિશ્વ આજે ૫ મોં વિશ્વ યોગ દિવસ , ૩૭ મોં વિશ્વ સંગીત દિવસ અને વર્ષ નો સૌથી લાંબો દિવસ પણ છે. અહિયા આજે વિશ્વ યોગ દિવસ વિષે થોડી વાત કરવી છે.
આપણે આ દિવસો ઉજવી તો લઇ એ છીએ પણ એની શરૂઆત ક્યારે અને કેમ થયેલી એ મોટાભાગ ના લોકો નથી જાણતા હોતા. જેમકે વિશ્વ યોગ દિવસ માટે તો આપણે સૌ જાણીયે છીએ કે આનો સૌથી પહેલો વિચાર દેશ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ૨૦૧૪ ની સાલ માં એમના UNGA ના એક ભાષણ માં આપેલો. અને ૨૦૧૫ ની ૨૧ મી જૂન થી આપણે દર વર્ષે વિશ્વ યોગ દિવસ ઉજવીએ છીએ. યોગ એ વિશ્વ ને ભારત ની અમૂલ્ય ભેટ છે. ભારતીય સંસ્કૃતિ માં યોગ નો સૌથી પહેલો ઉલ્લેખ ઋગ્વેદ માં જોવા મળે છે. પણ એનો ફેલાવો અને પ્રચાર ઈસ્વીસન પૂર્વે પાંચમી અને છઠ્ઠી સદી માં થયો હોવાનું અનુમાન છે. જોકે ભારત બહાર પશ્ચિમી દુનિયા માં યોગ નો સૌ પહેલો પ્રચાર અને પ્રસાર કરવામાં સ્વામી વિવેકાનંદ નો ફાળો સૌથી મહત્વ નો છે.
પશ્ચિમ ના દેશો માં અને આપણે ત્યાં પણ મોટાભાગે આપણે જે યોગ નું આચરણ કરીયે છીએ એ હઠ્ઠ યોગ ના આસનો છે. એ સિવાય પણ યોગ ઘણો ઊંડો વિષય છે. આપણા માટે એ તંદુરસ્તી જાળવી રાખવાની એક કસરત હોઈ શકે. હિન્દૂ સંસ્કૃત્તિ મુજબ યોગ નો ખરો ઉદ્દેશ્ય મોક્ષ પામવાનો છે. ભગવદ ગીતા માં યોગ ના ત્રણ પ્રકાર દર્શાવાયા છે. કર્મ યોગ , ભક્તિ યોગ અને જ્ઞાન યોગ.
અહીંયા હવે યોગ ને લઇ ને અમુક એવી વાતો કહેવી છે જે જાણવામાં કદાચ તમને રસ પડે.
૧) આધુનિક વિશ્વ ના સૌથી જાણીતા અને પ્રથમ કક્ષાના યોગ ગુરુ નું બિરુદ શ્રી બી. કે. એસ. ઐયંગર ને જાય છે.
૨) હિન્દૂ શાસ્ત્રો મુજબ શિવ શંકર ને યોગ વિદ્યા ના સર્વોચ્ચ દેવ માનવામાં આવે છે.
3) લિનોવો કંપની એ ‘યોગ’ નામ નું ટેબ્લેટ લોન્ચ કરેલું છે.
૪) વિશ્વ યોગ દિવસ ની આ વર્ષ ની ઉજવણી ‘ Yoga For Heart ‘ થીમ પર કરાઈ રહી છે.
અને છેલ્લે,
વિશ્વ ના સૌથી મોટી ઉંમર ના યોગ શિક્ષક નો ગિનિસ ર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયન અમેરિકન તાઓન પૉન્ચોર લિન્ચ ના નામે છે. ૧૦૧ વર્ષ ની ઉંમરે એ ન્યુ યોર્ક માં અઠવાડિયાના ૬ થી ૮ વર્ગો માં યોગ શીખવે છે.
P.S. આંતરરાષ્ટ્રીય સંગીત દિવસ પર વાત આવતીકાલે…