કેન્ડીડ વિથ પૂજા – ૧૯ જૂન , ૨૦૧૯

આજે એક એવા દેશ વિષે વાત કરવી છે કે જે GDP એટલે કે Gross Domestic Product નહીં પણ GNH એટલેકે Gross National Happiness ના કોન્સપટ માં માને છે. આ દેશ ની દરેક પોલિસીઓ એ દેશ ના નાગરિકો ની ખુશી (happiness ) ના ઈન્ડેક્સ ને ધ્યાન માં રાખી ને બનાવવા માં આવે છે. અને આમાં સૌથીContinue reading “કેન્ડીડ વિથ પૂજા – ૧૯ જૂન , ૨૦૧૯”

Rate this:

કેન્ડીડ વિથ પૂજા – ૧૮ જૂન . 2019

પહેલો વરસાદ.. આ એક ઘટના સાથે કેટલી બધી બાબતો જોડાયેલી છે. કેટલી બધી લાગણીયો જોડાયેલી છે. કેટલી બધી યાદો જોડાયેલી છે. આ પૃથ્વી પાર વસતા દરેક જીવ માટે પહેલો વરસાદ ખૂબ ખાસ છે. આજે જયારે મોટા ભાગ ના લોકો પહેલા વરસાદે કોઈક ને કોઈક રીતે ભીંજાય હશે , ત્યારે મન માં આનંદ ની એક લહેરખીContinue reading “કેન્ડીડ વિથ પૂજા – ૧૮ જૂન . 2019”

Rate this:

કેન્ડીડ વિથ પૂજા – ૧૭ જૂન . 2019

હમણાં જ, થોડા સમય પહેલા, મારે મારા ડોક્ટર ને મળવાનું થયું. ઘણા વખત થી એક બીજાનો પરિચય હોવાથી અમારો સંબંધ એટલો ગાઢ ચોક્કસ બન્યો છે કે અમે ડૉક્ટર અને પેશન્ટ વચ્ચે થતી વાતચીત થી વધુ વાતો કરીએ જયારે મળીએ ત્યારે. આ વખતે એમને અમસ્તા જ કહ્યું કે આ ઇન્ટરનેટે દાટ વાળ્યો છે. લોકો એના પરContinue reading “કેન્ડીડ વિથ પૂજા – ૧૭ જૂન . 2019”

Rate this:

કેન્ડીડ વિથ પૂજા – ૬ જૂન , ૨૦૧૯.

ગુડ મોર્નિંગ, ગઈકાલ થી આજ સુધી માં જેટલી પણ વખત સોશ્યિલ મીડિયા કે કોઈપણ પ્રકાર ના મીડિયા ના જો સંપર્ક માં આવ્યા હશો તો તમને લાગ્યુંહશે કે બસ… આપણી પૃથ્વી નો હવે ઉદ્ધાર થઇ જ ગયો! આવતા ૫વર્ષ ની અંદર સરકાર ની સાથે સાથે આ પૃથ્વી નું વાતાવરણ પણબદલાઈ જ જવાનું. ( ઑફ કોર્સ સારું જ થવાનું) કારણકે પર્યાવરણની ચિંતા કરનારાઓ અને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવનારાઓ નોરીતસર નો રાફડો ફાટ્યો હોય એમ લાગ્યું હશે. સારી બાબત છે. પણચિંતા નો વિષય એ છે કે આ ‘દેખાડો‘ માત્ર એક જ દિવસ નો છે. આજથી આપણે બધા જ હતા ત્યાં ના ત્યાં જ આવી જઈશું. પર્યાવરણ ની ચિંતા આવનારા ૩૬૪ દિવસ માટે પછી ક્યાંક ઊંચે મુકાઈજવાની!! આપણે કઈ કઈ રીતે પર્યાવરણ ને અજાણતા જ નુકશાન પહોંચાડીરહ્યા છીએ એનું એક સાવ નાનકડું ઉદાહરણ આપું. ( જે આમ તમનેકોઈ કહે તો ખુબ ઇરરેલેવેન્ટ લાગે , પણ એ સાવ સાચી વાત છે. ) હાજી ગયા મહિને જ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માં દુનિયા ભાર ના સેલેબ્સજાત ભાત ના પરિવેશ માં સજ્જ થઇ ને રેડ કાર્પેટ પાર ચાલ્યા. ખૂબફોટા પડાવ્યા અને આપણા માટે એ જાણે જીવન મરણ નો પ્રશ્ન હોયએમ એના પાર આપણે બધા એ દિવસો સુધી ચર્ચા કરી. કોણ કેવુંલાગ્યું અને કોના કપડાં કેટલા સારા અને ખરાબ હતા! આમાં એક ચર્ચાએ પણ ચાલેલી કે મલ્લિકા શેરાવત એ પોતાનો ડ્રેસ રિપીટ કર્યો. એએક નો એક ડ્રેસ બીજી વાર જાહેર માં પહેરી જ કેમ શકે? ( જી હા, આ ચર્ચા નો વિષય હતો. મારા હિસાબ એ એની મરજી ની વાત છે અનેચર્ચા માં ભાગ લેનારાઓ ના માટે એની ફેશન સેન્સ થી માંડી નેઓઉટફીટ માટેના એના બજેટ સુધી ની વાત છે.) પણ ખરો પ્રશ્ન એ છેકે કેમ ના પહેરી શકે? શું તમે જાણો છો કે વિશ્વભર માં સૌથી વધુ પ્રદૂષણ ફેલાવતા કારોબારમાં ઓઇલ ઇન્ડસ્ટ્રી પછી બીજો નંબર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી નો આવેછે. જે હવા , પાણી અને જમીન , ત્રણેય માં અક્ષમ્ય પ્રદૂષણ ફેલાવેછે. મુદ્દો એ છે કે જેટલી આપણી ‘સજાગતા‘ વધી છે એટલો વસ્તુઓનો દુરુપયોગ પણ વધ્યો છે. માત્ર ફેશન ઇન્ડસ્ટ્રી સાથે જ જોડાયેલાનહીં પણ વિશ્વભર ના યુવાનો હવે આ ટ્રેન્ડ ને અનુસરતા થયા છે.જેનાથી વસ્તુ નો વપરાશ વધ્યો છે. કારોબાર વધ્યો છે. પણ એનીસાથે પર્યાવરણ નું નિકંદન પણ વધ્યું છે. તમને એ સમય યાદ છે કે જયારે આપણા ઘરો માં આપણા માટે કપડાંમોટા ભાગે મોટા ભાઈ બહેન ના નાના પડી ગયેલા વપરાતા. ( એમાં ક્યારેક સાવ આપણા માટે જ ખરીદેલા નવા કપડાં પણહોય. પણ વાર તહેવાર પ્રસંગે. દર મહિને એક્ઝિબિશન માં વિન્ડોશોપિંગ ના નામ પણ ખરીદેલા નહિ જ.) એ આપણને ટૂંકા પડે અનેસારી હાલત માં હોય તો હાજી નાના ભાઈ બહેન ને ભાગે જતા. અને જોજાંખા પડ્યા હોય તો એણે રસોડા માં મસોતા તરીકે કે પછી ઘર માં પોતાતરીકે ત્યાં સુધી વાપરવા માં આવતા જ્યાં સુધી એનો કસ ના નીકળે.હવે પરિસ્થિતિ અલગ છે. આપણને જ આપણા ૨ થી ૪ વખત પહેરેલાકપડાં જુના લાગે છે. આપણે એને નથી વાપરતા ( કાઢી નાખીએછીએ).  આવું દરેક બાબત માં છે. આ એક નાનકડું ઉદાહરણ માત્ર છે. આપણી એક નાનકડી બદલાયેલી આદત અજાણતા જ પર્યાવરણ નેકઈ હદે નુકશાન પહોંચાડી રહી છે. તો હવે પછી આખું ભરેલું વોર્ડરોબખોલી ને ઉભા રહો અને જયારે પણ એવો વિચાર આવે કે સાલું મારીપાસે તો કાંઈ કપડાં જ નથી, આ બાબત નો વિચાર ચોક્કસ કરજો. અનેબીજું , પર્યાવરણ દિવસ ની ઉજવણી માત્ર ૫ મી જૂને જ નહીંબાકીના ૩૬૪ દિવસ પણ ચાલુ રહે એની તકેદારી રાખજો.  

Rate this:

કેન્ડીડ વિથ પૂજા – 5th June

ગુડ મોર્નિંગ આજે ૫ મી જૂન , વિશ્વ પર્યાવરણ દિવસ . ગયા વર્ષે હું લગભગ આજ સમયગાળા દરમ્યાન એક ખુબ જાણીતા નેશનલ ઓથર ને મળેલી. એમની સાથેના એક સંવાદ નું સંચાલન મેં કરેલું. એમની સાથેની વાતચીત માં મને જાણવા મળ્યું કે આમ તો એ કાયમી દિલ્હી ના રહેવાસી છે પણ એમને હમણાં છેલ્લા ૨ ૩Continue reading “કેન્ડીડ વિથ પૂજા – 5th June”

Rate this:

કેન્ડીડ વિથ પૂજા. 4th june 2019

ગુડ મોર્નિંગ. આજ થી એક નવી શરૂઆત કરવી છે. તમારી સાથે એવી વાતો વહેંચવી છે કે જે મને ક્યાંક ને ક્યાંક સ્પર્ષી હોય કે પ્રેરણાદાયી લાગી હોય. જેમાંથી હું કંઈક શીખી હોઉં, જેણે મને હકારાત્મકતા થી ભરી દીધી હોય. તો આજ ની વાત કંઈક આ પ્રમાણે છે. હમણાં જ ક્યાંક ઈન્ટરનેટ પર વાંચ્યું એક એવીContinue reading “કેન્ડીડ વિથ પૂજા. 4th june 2019”

Rate this: