Remembering Cross Word Puzzle on Varta dot com

નાનપણ માં મને છાપાં માં આવતી આડી ઉભી ચાવી ભરવાનો બહુ શોખ હતો

cross word

કારણકે કાયમ મેં મારી મમ્મી ને એ ભરતાં જોયેલી . મારા મમ્મી પાસે થી હું ભમરડો ફેરવતા , પત્તા રમતા અને તમે નહિ માનો સુપર મારિઓ પણ એમની જોડે જ રમતા શીખી…પણ આ બધા માં આડી ઉભી ચાવી ભરવામાં મને બહુ જ મજા આવતી

આ એવો સમય હતો કે જયારે આડી ઉભી ચાવી માં જો કોઈ શબ્દ ના આવડે કે એમાં મેળ ના પડે તો , એવા મિત્ર કે સંબંધી ને ફોન કરી ને પૂછવામાં આવે કે જે એમા expert હોય !!!

એના પછી એક સમય એવો આવ્યો કે ભાષા સુધારવા માટે એ ક્રોસવર્ડ પઝલ્સ ભરી ભરી ને એને રોજે રોજ કાપી ને એક બુક માં ચોંટાડી ને એને સંઘરી રાખતી હું ! હજી આજે પણ એ બૂક્સ મારી પાસે ક્યાંક સાચવેલી પડી છે .

Gujarati Crossword

હમણાં થોડા સમય થી મને વળી પાછી આ ક્રોસ વર્ડ કે પાછી એને આડી ઉભી ચાવી કહી લો , એનો ચસ્કો લાગ્યો છે.

પછી આમ જ વિચાર આવ્યો કે દુનિયા માં કોઈ માણસ તો એવો હશે જેણે સૌથી પહેલી વખત ક્રોસ વર્ડ ની રચના કરી હશે ! સૌથી પહેલી વખત આ ક્રોસવર્ડ કોઈક જગ્યા એ તો છપાઈ હશે ? શું છે એની પાછળ ની વાર્તા ?

પહેલા એક છાપાં માં આવતી અને હવે તો લગભગ બધા જ છાપાઓ માં ક્રોસ વર્ડ પઝલ્સ કે આડી ઉભી ચાવી આવતી હોય છે . મેગેઝીન્સ માં પણ આવતી હોય છે . અને એને પસંદ કરનારો એક આખો અલગ વર્ગ છે . હું પણ એનો હિસ્સો છું.

તો દુનિયા ની સૌથી પહેલી ક્રોસવર્ડ પઝલ્સ ક્યારે અને કોના દ્વારા બનાવાવમાં આવી એની વાત કરું એ પહેલા આ શબ્દ ક્રોસવર્ડ પઝલ ક્યારે આવ્યો એને લઇ એની એક નાનકડી વાત કરું .

અમેરિકા માં યંગ છોકરા છોકરીઓ માટેનું એક મેગેઝીન ચાલે છે . જેનું નામ છે our young folks.

young folks magazine

આ મેગેઝીન માં ૧૮૬૨ ની સાલ માં સૌથી પહેલી વખત ક્રોસવર્ડ પઝલ એવો શબ્દ છપાયેલો .

એ પછી st. Nicholas નામ ના મેગેઝીન માં ૧૮૭૩ ની સાલ માં આપણે અત્યારે જેવી ક્રોસવર્ડ પઝલ રમીએ છીએ

ST.Nicolas magazine

એના જેવી જ એક ડબલ ડાયમંડ પઝલ છપાઈ . એના પછી ની ક્રોસવર્ડ પઝલ છેક ૧૪ મી સપ્ટેમ્બર , ૧૮૯૦ ના દિવસ એક ઇટાલિયન મેગેઝીન માં છપાઈ . જેનું નામ રાખવામાં આવ્યું ‘ Per Passare il tempo’ એટલે કે to pass the time.

Double diamond crossword
crossword

પણ આપણે અત્યારે જે પઝલ, ક્રોસવર્ડ પઝલ કે આડી ઉભી ચાવી ભરીએ છીએ , રમીએ છીએ , એની શરૂઆત છેક ૨૦મી સદી માં થઇ

આજે વાર્તા ડોટ કોમ માં આડી ઉભી ચાવી કે પછી ક્રોસ વર્ડ પઝલ તરીકે જે ઓળખાય છે એ શબ્દ રમત ના inception ની વાર્તા કરી રહી છું . ૧૯૧૩ ની ૨૧ મી ડિસેમ્બર એ ઇંગ્લેન્ડ ના લિવરપૂલ ના એક જર્નાલિસ્ટ ઓથર વાઈન ને અત્યાર ની મોર્ડન ક્રોસવર્ડ પઝલ ના ઇન્વેન્ટર માનવામાં આવે છે .

Arthur Wynne

એ સમયે આ પઝલ વર્ડક્રોસ ના નામે છપાયેલી . જેને પાછળ થી ક્રોસ વર્ડ કરી નાખવામાં આવ્યું . આ પહેલી એવી પઝલ હતી કે જે આજની મોડર્ન ક્રોસવર્ડ પઝલ ને સૌથી વધુ મળતી આવે છે .

ન્યૂયોર્ક વર્લ્ડ એવું પહેલું છાપું બન્યું કે જેણે સૌથી પહેલા ક્રોસવર્ડ પઝલ્સ ને ડેઇલી છાપવાની શરૂઆત કરી . પણ એની આટલી પોપ્યુલારિટી મેળવતા લગભગ બીજા ૭ વર્ષ લાગ્યા .

new york world newspaper

એના પછી તો માત્ર ક્રોસવર્ડ પઝલ્સ ની જ હોય એવીબૂક્સ પણ છાપવા લાગી . અને એ આપણા સુધી પહોંચી .

cross word puzzles book

તમે રોજ છાપાં માં ભરો છો ? આવી ક્રોસવર્ડ પઝલ્સ ? જો હા તો એની મારી સાથે શેર કરવાનું ચુકતા નહીં.

જો તમને આ વાર્તા વાંચવી ગમી હોય તો શેર કરવાનું ભૂલતા નહીં

અને આ વાર્તા ને વિડિઓ માં જોવા મારા


Facebook: https://www.facebook.com/rjPooja.Official/

Twitter: https://twitter.com/RJPoojaOfficial?s=08

Instagram: https://instagram.com/rjpooja.official?igshid=1wt1zmndcha09

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: