Celebrating Holi on Varta Dot Com

ભલે આપણે આ વર્ષે પણ ધુળેટી ના રમી શકવાના હોઈએ , એક બીજા ના ગાલ ના રંગી શકવાના હોઈએ , એક બીજા ના મન રંગવાની શુભેચ્છાઓ તો આપી જ શકીએ ?! તો હોળી અને ધુળેટી ની આપ સૌ ને ખુબ બધી શુભેચ્છાઓ

people celebrating holi

તમને ભક્ત પ્રહલ્લાદ ની હિરણ્યકશ્યપુ અને એની બહેન હોલિકા ના દહન વાળી વાર્તા ખબર હશે , જે આપણા દેશ માં બહુ જ પ્રચલિત વાર્તા છે .

પણ એ સિવાય પણ હોળી સાથે જોડાયેલી બીજી બે કથાઓ છે , જેના વિષે આપણે સાવ જ અજાણ છીએ ! આવી અજાણી વાર્તાઓ કહેવાનું જ તો મારુ કામ છે.

તો ચાલો શરૂઆત કરીએ હિરણ્યકશ્યપુ વાળી પ્રહલાદ ની જ વાર્તા થી .

હિરણ્યકશ્યપુ નામ નો રાજા . જે પોતાને જ ભગવાન સમજે. અને એણે પોતાના રાજ્ય માં ફરમાન કરેલું કે દરેક નાગરિકે ભગવાન તરીકે હિરણ્યકશ્યપુ ની જ પૂજા કરવાની . પણ એનો દીકરો પ્રહલ્લાદ જ આ વાત ના માને. પ્રહલ્લાદ ભગવાન વિષ્ણુ નો ખૂબ મોટો ભક્ત

Bhakt Prahalad and Lord Vishnu

હિરણ્યકશ્યપુ એ પ્રહલાદ ની ભક્તિ ની આકરી પરીક્ષાઓ કરવા માટે ઘણા પેંતરા કર્યા પણ દર વખતે પોતાની ભક્તિ ના બળે પ્રહલ્લાદ બચી જતો .

king Hiranyakashypu with his son Prahalad

આવા જ એક પેંતરા માં હિરણ્યકશ્યપુ ની બહેન હોલિકા સાથે પ્રહલ્લાદ હોળી દહન માં બેસે એવું નક્કી થયું . હોલિકા ને તો અગ્નિ ની કોઈ જ અસર ના થાય એવું વરદાન હતું . પણ પ્રહલાદ નું શું ? પ્રહલાદ બે હાથ જોડી ને વિષ્ણુ ના નામ નું સ્મરણ કરતો ફોઈ હોલિકા ના ખોળા માં બેઠો . બન્યું એવું કે હોલિકા નું આમાં મૃત્યુ થયું અને પ્રહલાદ ભક્તિ ના જોરે બચી ગયો

Holika and Prahalad

એ પછી ભગવાન વિષ્ણુ એ નરસિંહ અવતાર લઇ ને સંધ્યાકાળે ઉંબરે બેસી ને હિરણ્યકશ્યપુ નો વધ કર્યો .

હોળી નું ધાર્મિક મહત્વ હોળી પ્રગટાવી, એના દર્શન કરી, એની પૂજા કરી ને ઉપવાસ તોડવાનું હોય છે . અને ધુળેટીના દિવસે એકબીજા ને રંગવાનું સેલિબ્રેશન થાય છે . પણ આ પ્રથા ક્યાંથી અને ક્યારથી પડી એ ખ્યાલ છે ?

Dhuleti Celebration

તો એની વાર્તા એમ છે કે કંસ રાજા એ પૂતના નામ ની રાક્ષસી ને કૃષ્ણ નો વધ કરવા માટે મોકલી . હવે આ પૂતનાએ બાળ કૃષ્ણ ને પોતાની છાતી થી ઝેર વાળું દૂધ પીવડાવી ને મારી નાખવાનું વિચાર્યું અને એક અપ્સરા નું સ્વરૂપ ધારણ કરી ને એ પહોંચી નંદ મહારાજ ના ઘરે. ત્યાં કૃષ્ણ ને યશોદા માતા પાસે થી લઇ ને ઝેર વાળું દૂધ પીવડાવવા લાગી . પણ બન્યું સાવ ઊંધું . આમ કરવામાં બાળ કૃષ્ણ નહીં પણ પૂતના નું મૃત્યુ થયું .

આ વાર્તા આપણને ખબર છે. પણ આની આગળની વાત?

lord krishna and pootna

હવે આપણી દંતકથાઓ પ્રમાણે , કૃષ્ણ શ્યામ છે , કારણકે એમણે પૂતના નું આ ઝેર વાળું દૂધ પી લીધેલું .

મોટા થયા પછી જયારે કૃષ્ણ ગોરી રાધા અને અન્ય ગોપીઓ ને જોતા ત્યારે એમને કાયમ એમ થતું કે રાધા ને કે કોઈ પણ ગોપી ને એવો વિચાર ના આવવો જોઈએ કે કૃષ્ણ શ્યામવર્ણી છે અને અમે શ્વેતવર્ણી !! એટલે કૃષ્ણ ગોપીઓ અને રાધા ને હોળી ના રંગો માં રંગી નાખતા .

બસ ત્યારથી જ હોળી માં એકબીજા ને રંગવાની પ્રથા ની શરૂઆત થઇ હોવાનું મનાય છે .કે જેમાં દરેક વ્યક્તિ હોળી ના સરખા રંગે રંગાઈ જાય. અને કોઈ પણ પ્રકાર નો રંગભેદ ના રહે .

Lord krishna celebrating dhuleti with Radha and his friends
ભક્ત પ્રહલાદ અને હિરણ્યકશ્યપુ કે પછી શ્રી કૃષ્ણ અને રાધા ની વાર્તા તો મેં તમને કહી . પણ હવે હોળી સાથે જોડાયેલી ત્રીજી વાર્તા કઈ ? અને એ પણ શિવજી ની ?
Lord Shiva

ભારત ના દક્ષિણ ના પ્રાંતો માં બહુ પ્રચલિત છે . એ વાર્તા પ્રમાણે . દક્ષિણ ભારત ના લોકો હોળી ના તહેવાર માં કામદેવે શિવ શંકર ને એમની સમાધિ માંથી જગાડવા માટે આપેલું બલિદાન સેલિબ્રેટ કરે છે.

People from south india celebrating holi

આમ તો શિવજી સાથે જોડાયેલી ઘણી બધી વાર્તા તમે જાણતા હશો, ઘણી વાર્તા મેં પણ કહી હશે. પણ આજે હોળી સાથે જોડાયેલી વાર્તા કહું

મત્સ્ય અને શિવપુરાણ પ્રમાણે ત્રણેય લોક માં જયારે તારકાસુર નામ ના રાક્ષસ નો ખૂબ ત્રાસ હતો , ત્યારે એ દેવો ને ખૂબ રંજાડતો

હવે વાત એમ હતી કે તારકાસુર નો વધ માત્ર શિવજી ના સંતાન વડે જ થઇ શકે . અને શિવજી એ વખતે ઘોર તપસ્યામાં બેઠેલા

Tarkasur

ર્ગ માં દેવો નું સ્થાન બચાવવા માટે શિવજી ને એમની તપસ્યા માંથી જગાડવા ખૂબ જરૂરી હતા . દેવ રાજ ઇન્દ્ર એ આ કામ કામદેવ ને સોંપ્યું . કામદેવે શિવજી ની તપસ્યા ભંગ કરવા માટે સમય પહેલા જ વસંત ઋતુ નું નિર્માણ કર્યું અને શિવજી ને ફૂલો ના બાણ થી જગાડ્યા.

lord kaamdev

આ ઘટના પર શિવજી એટલા ગુસ્સે થયા કે એમનું ત્રીજું નેત્ર ખુલી ગયું , અને એ નેત્ર માંથી પ્રગટ થયેલી અગ્નિ માં કામદેવ ભસ્મીભૂત થયા

lord shiva and kaamdev

દેવો ને બચાવવા માટે અને પૃથ્વી ને તાડકાસુર નામ ના રક્ષણ ના ત્રાસ માંથી મુક્ત કરવા માટે કામદેવે એ બલિદાન આપ્યું, એના માન માં પણ આપણે ત્યાં હોળી ઉજવાય છે.

people celebrating dhuleti

આ વર્ષે જો કે એનું સેલિબ્રેશન નહીં હોય , પણ એનાથી એનું સિગ્નિફિકન્સ જરાય ઓછું થતું નથી.

જો તમને આ વાર્તા વાંચવી ગમી હોય તો શેર કરવાનું ભૂલતા નહીં

અને આ વાર્તા ને વિડિઓ માં જોવા મારા


Facebook: https://www.facebook.com/rjPooja.Official/

Twitter: https://twitter.com/RJPoojaOfficial?s=08

Instagram: https://instagram.com/rjpooja.official?igshid=1wt1zmndcha09

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: