Remembering Farooq Shaikh on Varta dot com

આજે વાર્તા ડોટ કોમ માં એક એવા કલાકાર વિષે વાત કરવાની છું , જેમનો જન્મ ગુજરાત માં , ઉછેર મુંબઈ માં અને મૃત્યુ દુબઇ માં થયું .

એક એવા કલાકાર who was loved by all. હમણાં એમની ફિલ્મો ના કે સીરીયલો ના નામ  લઈશ તો તમને તરત જ હું કોની વાત કરી રહી  છું એનો ખ્યાલ આવી જશે !

from left satyajit ray, ketan mehta, sai paranjpye

ભારત ના સર્વશ્રેષ્ઠ ફિલ્મ મેકર્સ સત્યજિત રે , સાઈ પરાંજપે અને કેતન મહેતા સાથે કામ કરી ને એકટિંગ ની દુનિયા માં એમને પોતાની આગવી છાપ છોડી છે . ચશ્મેબદદૂર , ઉમરાવ ઓ જાન , બાઝાર , કથા અને છેલ્લે યે જવાની હૈ દીવાની

આ બધી ફિલ્મો માં એક કોમન વાત કઈ ? તો એ , આ ફિલ્મો માં કામ કરનાર એક અભિનેતા ફારૂક શૈખ.

મુંબઈ નો એક જમીનદાર પરિવાર . જેની વહુ ગુજરાત ના અમરેલી ગામ ની . આ પરિવાર નો દીકરો એ મુંબઈ માં ખ્યાતનામ વકીલ . એમના ૫ સંતાનો માં સૌથી પહેલા સંતાન નો જન્મ આપણા ગુજરાત ના અમરેલી માં થયો . એનું નામ રાખવામાં આવ્યું ફારૂક  શૈખ .

હવે પિતાજી વકીલ હતા અને વકીલાત સારી ચાલી રહેલી , એટલે ફારૂકે પણ મોટા થઇ ને વકીલ બનવાનું જ નક્કી કરેલું . એના માટે એણે મુંબઈ ની સિદ્ધાર્થ કૉલેજ ઓફ લૉ માં થી લૉ પણ ભણેલું . અને પિતા સાથે વકીલાત માં જોડાયા પણ ખરા . પણ બહુ થોડા જ સમય માં ફારૂખ ને સમજાઈ ગયું કે વકીલાત માં આપણો ગજ નહીં વાગે . કારણકે આપણો સ્વભાવ આપણને અમુક વસ્તુઓ કરવાની પરવાનગી નથી આપતો . ઉપરાંત ઘણા બધા કિસ્સાઓ માં કેસ નો ફેંસલો પોલીસ સ્ટેશન માં જ થઇ જતો હોય છે .

તો બીજો શું વિકલ્પ હતો ? હા , કૉલેજ માં ફારૂકે થિએટર કરેલું . અને એકટિંગ ક્ષેત્ર માં થિએટર કેટલું કામ આવે એ તો તમે જાણો જ છો. એટલે એ એકટિંગ માં હાથ અજમાવી શકે એમ હતો . જો કે એની કોઈ તાલીમ એમણે નહોતી લીધી . પણ હાથ અજમાવવા માં શું જવાનું હતું?

એક્ટર ફારુખ શેખ .મને આ નામ પડતા ની સાથે જ બે વસ્તુઓ યાદ આવે છે .

  • એક યે જવાની હૈ દીવાની નો એમનો રણબીર કપૂર ના પિતાજી નો બહુ જ નાનકડો પણ ખૂબ દમદાર રોલ
  • બીજું ૯૦ ના દાયકા માં દૂરદર્શન પર આવતી પેલી ચમત્કાર સીરીયલ . જેમાં ફારૂક શેખ એકે એવી વ્યક્તિ નો કિરદાર નિભાવી રહેલા કે જેને સામેવાળા ના મન ની બધી જ વાતો સંભળાઈ જાય . અને ત્યારે મને હંમેશા એમ થતું કે કાશ … મારી પાસે પણ આ પાવર આવી જાય તો ??

વકીલાત માં ગજ નહીં વાગે એમ ખબર પડતા જ ફારુખ શૈખે એકટિંગ તરફ મોઢું ફેરવ્યું . અને સૌથી પહેલી જે ફિલ્મ એમણે કરી એ હતી એમ. એક. સત્યુ ની ‘ ગરમ  હવા ‘ .

આ ફિલ્મ ભારત પાકિસ્તાન ના ભાગલા પર બનેલી ફિલ્મ હતી . એમાં ફારૂક શેખ નો કોઈ લીડ રોલ નહિ . પણ બલરાજ સાહની ના નાના દીકરા તરીકે એમણે બહુ જ નોટીસેબલ પરફોર્મન્સ આપેલું .

Actor Farooq shaikh from the movie “garam hawa”

હવે આ ફિલ્મ માટે ફારુખ શેખ ને ૭૫૦ રૂપિયા ની રકમ સાથે સાઈન કરવામાં આવેલા વર્ષહતું 1973. એ સમય માં આ રકમ બહુ જ મોટી મનાતી . એટલે પૈસા માટે થઇ ને ફારૂક શેખ એ ફિલ્મ તો સ્વિકારી લીધી . ફિલ્મ બની પણ ગઈ , રિલીઝ પણ થઈ ગઈ અને એનું પેમેન્ટ એમને ફિલ્મ રિલીઝ થયા ના ૨૦ વર્ષ પછી એટલે કે છેક ૧૯૯૩ ની સાલ માં મળ્યું . આ ઘટના ની વાત ફારુખ શૈખે પોતે જ એક ઇન્ટરવ્યૂ માં કરેલી .

Actor Farooq shaikh from the show “Jeena isika naam hai”

ફારૂક શૈખ એ માત્ર સારા અભિનેતા જ નહિં બહુ સારા સંચાલક પણ હતા. અને એમણે ટેલિવિઝન અને રેડિયો બંનેવ માં એક બહુ જ સારા હોસ્ટ તરીકે કામ કરેલું . સાથે એમના જીવન નું એક એવું પાસું જેના વિષે એમને જાહેર માં ક્યારેય વાત નહોતી કરી , એને લઇ ને હું આગળ તમારી સાથે વાત કરવાની છું ..

ફારુખ શેખ એ ટેલિવિઝન પર એક શૉ હોસ્ટ કરેલો , જેનું નામ હતું ‘જીના ઇસકા નામ હૈ ‘ . It was a different formate of interview series.

એ સિવાય એમણે એક બહુ જ પોપ્યુલર રેડિયો શૉ પણ હોસ્ટ કરેલો જેનું નામ હતું  Quiz master.

એક એવી ઘટના અથવા ફારૂક શેખ ના જીવન ના એક એવા પાસાં વિષે ની વાત કરવી છે , જેના વિષે એમણે એમના જીવન માં ક્યારેય વાત નહોતી કરી

image of an attack of 26-11 on mumbai’s taj hotel

અનુ કપૂરે એક tv show માં એના વિષે વાત કરેલી . 26/ 11 નો જે મુંબઈ ટેરરિસ્ટ અટેક થયેલો , એમાં તાજ હોટેલ ના એક કર્મચારી ના મોત પછી એના પરિવાર ની આર્થિક જવાબદારી ફારૂક શેખ એ ઉપાડેલી અને આજીવન નીભાવેલી . સાથે જીવન ભર એના વિષે એક પણ જગ્યા એ વાત નહોતી કરી ..

જો અનુ કપૂરે એ વિષે જાહેર માં વાત ના કરી હોત તો કદાચ આપણને એના વિષે ક્યારેય ખબર જ ના પડત..

કદાચ એક સારી વ્યક્તિ ની નિશાની જે એ છે , જે પોતે કરેલા સારા કામો ના ગુણગાન નથી ગાતો

જો તમને આ વાર્તા વાંચવી ગમી હોય તો શેર કરવાનું ભૂલતા નહીં

અને આ વાર્તા ને વિડિઓ માં જોવા મારા


Facebook: https://www.facebook.com/rjPooja.Official/

Twitter: https://twitter.com/RJPoojaOfficial?s=08

Instagram: https://instagram.com/rjpooja.official?igshid=1wt1zmndcha09

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: