હમણાં નજીક ના ભૂતકાળ માં જ આપણે એક એવી વ્યક્તિ ને ગુમાવી જેણે દુનિયા ને કોમ્પેક્ટ ઓડિયો કેસેટ ની ભેટ આપી.
Lou ottens એમનું નામ . A dutch engineer and inventor, જેમનું ૬ માર્ચે ૯૪ વર્ષ ની ઉંમરે નેધરલેન્ડ માં એમના હોમ ટાઉન માં નિધન થયું .
ડિજીટલાઈઝેશન ના આ યુગ પહેલા ની જનરેશન માટે વિડિઓ ગેમ ,ઓડિયો કેસેટ્સ એ એન્ટરટેઇન્મેન્ટ નું બહુ મોટું સાધન રહ્યું છે.
તો આજે વાર્તા દુનિયા ની સૌથી પહેલી કોમ્પેક્ટ ઓડિયો કેસેટ શોધનાર Lou ottens ની .

૨૧ જૂન ૧૯૨૬ ના દિવસે નેધરલેન્ડ ના એક નાનકડા ગામડા માં lou otten નો જન્મ થયો . નાનપણ થી જ એમને ટેક્નોલોજી અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓ રિપેર કરવાનો બહુ શોખ હતો . એના માટે એમને કોઈ ટ્રેનિંગ કે અભ્યાસ નહતો મળેલો , એમ છતાં આવી બાબત માં એમનો રસ અન્ય બાળકો કરતા ઘણો વધુ હતો.
જેને પગલે જ બીજા વિશ્વ યુદ્ધ વખતે , lou ottens એ એક એવો ખાસ રેડિયો વિકસાવેલો કે જે એ સમય ના નેધરલેન્ડ ના જર્મન કબજા ના વિસ્તારો માં BBC દ્વારા બ્રોડકાસ્ટકરવામાં આવતા એક ખાસ કાર્યક્રમ Radio oranje ને સાંભળી શકે . આ ઘટના એટલા માટે અદભુત હતી કારણકે જેટલો વિસ્તાર જર્મની ના કબ્જા માં હતો એટલા વિસ્તાર માં એ સમયે નાઝી જામર્સ લાગેલા હતા . એટલે નાઝીઓ વિરુદ્ધ ની કે હિટલર વિરુદ્ધ ની કોઈ વાત એ સમયે બ્રોડકાસ્ટ કરી શકાતી નહીં

આ કદાચ lou otten ના જીવન નું પહેલું ઈંન્વેન્શન હતું . જોકે વર્લ્ડ વૉર પૂરી થઇ એના પછી lou ottens એ નેધરલેન્ડ ની સૌથી જૂની અને સૌથી મોટી ટેકનોલોજી શીખવતી delft university માં બકાયદા ટેકનોલોજી નો અભ્યાસ શરુ કર્યો .

એક સ્ટુડન્ટ થી ઓડિયો કેસ્સેટસ ના શોધકર્તા તરીકે lou ottens ની આગળ ની
જર્ની કેવી રહી ?
Lou ottens એ બીજા વિશ્વયુદ્ધ પછી નેધરલેન્ડ ની યુનિવર્સિટી માં ટેકનોલોજી ભણવાની શરૂઆત કરી, એની સાથે જ એક x ray ટેક્નોલોજી ફેક્ટરી સાથે એમણે પાર્ટ ટાઈમ ડરાફટિંગ ટેકનીશ્યન તરીકે પણ કામ કરવાની શરૂઆત કરી . ૧૯૫૨ નું એ વર્ષહતું કે જયારે એમણે ટેક્નોલોજી માં ગ્રેજ્યુએશન પૂરું કર્યું .

જેવા એ ભણી ને બહાર નીકળ્યા કે ફિલીપ્સ કંપની એ એમને નોકરી એ રાખી લીધા . જે કદાચ ફિલિપ્સ કંપની માટે ગેમ ચેન્જર સાબિત થવાનું હતું . કારણ ?? કદાચ ફિલિપ્સ કંપની નેચલાવનાર લોકો ને એ સમયે અંદાજો નહીં હોય કે જે વ્યક્તિ ને એ લોકો નોકરી પર રાખી રહ્યા છે એ ભવિષ્ય માં દુનિયા માટે ઓડિયો કેસ્સેટ્સ અને CD ની શોધ કરશે . જેને ફિલિપ્સ લોન્ચ કરશે ..

બન્યું એવું કે lou ottens એ ફિલિપ્સ ના મિકેનાઇઝેશન ડીપાર્ટમેન્ટ માં કામ કરવાની શરૂઆત કરી ને અમુક વર્ષો માં જ એમની ટ્રાન્સફર બેલ્જીયમ માં ફિલિપ્સ ની એક સાવ નવી ખુલેલી ફેક્ટરી માં કરી દેવામાં આવી.
જેનું મુખ્ય કામ turntables , tape recorders અને loud speakers બનાવવાનું હતું . ૧૯૬૦ ની સાલ માં lou ottens આ જ ફેક્ટરી માં ન્યૂ પ્રોડક્ટ ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટ ના હેડ તરીકે નિયુક્ત થયા . જેમની ટીમ એ સૌથી પહેલી જે વસ્તુ બનાવી એ હતી ફિલિપ્સ નું પોર્ટેબલ ટેપ રેકોર્ડર , EL3585. એ સમય માં ફિલિપ્સ ના પોર્ટેબલ ટેપ રેકોર્ડર ના ૧ મિલિયન જેટલા પીસીસ વેચાયેલા .

Lou ottens ની આગેવાની માં બનેલા પોર્ટેબલ ઓડિયો પ્લેયર ની ભવ્ય સફળતા પછી ફિલિપ્સ એમ ઇચ્છતું હતું કે હવે lou ottens ની ટીમ પોર્ટેબલ કેસ્સેટ રેકોર્ડર બનાવવા પર કામ કરે
એ ટેક્નોલોજી પર કામ કરતી વખતે રીલ ટુ રીલ સિસ્ટમ બહુ જ ભારે પડતી હતી . અને એ સિસ્ટમ પર કામ કરવાના અણગમા સ્વરૂપે lou ottens એ એમની ટીમ ને કહ્યું કે એ લોકો એક એવી પ્રોડક્ટ પર કામ કરે je પોર્ટેબલ ઓડિયો પ્લેયર માં વાપરવા માટે સહેલી હોય .
જેને અંતે શોધ થઇ આપણીfavourite cassettes ની. અને ઇતિહાસ માં lou ottons નું નામ ઓડીઓ કેસ્સેટસ ના શોધક તરીકે અમર થઇ ગયું .

I am sure તમારી પણ ઢગલો મેમરીસ હશે ઓડિયો કેસ્સેટસ સાથે જોડાયેલી . Be it recording your favourite song collection કે પછી કોઈ નવી મૂવી ની કેસેટ ને બીજા કરતા પહેલા મેળવી લેવાની વાત હોય.
આજની આ વાર્તા તમને કેવી લાગી? મને ચોક્કસ જણાવશો.
જો તમને આ વાર્તા વાંચવી ગમી હોય તો શેર કરવાનું ભૂલતા નહીં
અને આ વાર્તા ને વિડિઓ માં જોવા મારા
Facebook: https://www.facebook.com/rjPooja.Official/
Twitter: https://twitter.com/RJPoojaOfficial?s=08
Instagram: https://instagram.com/rjpooja.official?igshid=1wt1zmndcha09