Remembering Super Mario On Varta Dot Com

આજે મારો પ્લાન તમને બાળપણ ના એવા દિવસો માં પાછા લઇ જવાનો છે ,જે નિર્દોષ દિવસો ની તમે કાયમ ઝંખના કરો છો

જયારે આપણે નાના હોઈએ ને , ત્યારે હંમેશા ‘જલ્દી મોટા ક્યારે થઇ જઈએ ‘એની ઉતાવળ હોય . પણ મોટા થઈએ ત્યારે સમજાય કે બાળપણ વધુ સારું હતું !

જો હું તમને અત્યારે એમ પૂછું કે એક એવી વિડિઓ ગેમ નું નામ આપો કે જે નાનપણ માં તમે ખૂબ રમી હોય , તો સૌથી પહેલું નામ મગજ માં જે આવે એ છે સુપર મારીઓ

આજે અમેરિકા માં નેશનલ મારીઓ ડે છે . તો મને થયું કે ચાલો , જેની પાછળ તમારા અને મારા બાળપણ ના કંઈ કેટલાય વેકેશન ની બપોરો ખર્ચાઈ ગઈ છે અને જેણે આપણને amazing memories આપી છે , એ મારીઓ ની વાત કરીએ.

game super mario

મારીઓ ને મરતો બચાવવા એક બાળક તરીકે આપણે જે અથાગ મહેનત કરતા , એ શેના માટે ખબર/ યાદ છે ? The whole purpose or the end result of the game? અચ્છા , સુપર મારીઓ નું ઓરીજીનલ નામ , એનું કામ , એને કોણે બનાવ્યો , સૌથી પહેલા એ ક્યારે આવ્યો , આ બધા પ્રશ્નો ના જવાબ ખબર છે તમને ? .

super mario game

Japanese multinational consumer electronics and video game company , Nintendo co. ltd એ ૧૯૮૧ ની સાલ માં donkey king નામ ની એક ગેમ માં સુપર મારીઓ નું કેરેક્ટર introduce કરેલું .

Nintendo video game company

ત્યારે તો એનું નામ મારીઓ હતું પણ નહીં . આ કૅરૅક્ટર ને ‘જમ્પ મેન’ નામ આપવામાં આવેલું . અને એનું મેઈન કામ હતું કાર્પેન્ટરી .

મારીઓ ની સાથે એનો ભાઈ પણ છે જેનું નામ છે લુઈગી . મારીઓ ની અટક પણ છે. મારીઓ જ . એટલે એ મારીઓ મારીઓ કહેવાય છે.

video games of 90’s time

For indian kids , નાનપણ માં રમવા માટે ઘણા બધા ઓપ્શન હતા જેમ કે સવારે છાપા માં આવતી આડી ઉભી ચાવી ભરવી , પત્તા, કોડી, લખોટી, ભમરડા

પછી ​એ વખતે તો મજા ના ગીતો અને રેકોર્ડિંગ્સ સાંભળવા ઑડિઓ કેસેટ્સ , વિડિઓ ગેમ ના ઘણા બધા ઓપ્શન્સ હતા , એમાંથી super Mario was the most popular one. પણ આ ગેમ બની કેવી રીતે ??

Mario saving his princess

એને બનાવનાર કંપની Nintendo એ ૧૯૮૧ ની સાલ માં એક બીજી ગેમ માં મારીઓ નું કેરેક્ટર લોન્ચ કર્યું , એના પછી ૧૯૮૩ માં એમણે આ જ કૅરૅક્ટર ને ડેડીકેટેડ હોય એવી એક ગેમ લોન્ચ કરી . જેમાં મારીઓ અને એનો ભાઈ લુઈગી બે અલગ અલગ લેન્ડસ્કેપ માં અલગ અલગ ચેલેન્જ નો સામનો કરી ને પ્રિંસેસ પીચ ને બચાવે .

mario brothers (Mario mario & Luigi mario)

યાદ કરો કે ઉનાળા વેકેશન ની કઈ કેટલીયે બપ્પોરો આ સુપર મારીઓ ને એની પ્રિંસેસ સુધી પહોંચાડવા માટે અલગ અલગ સ્ટેજ પાર કરવામાં ગઈ છે . એમાં ગટર લાઈન માંથી નીકળતા રાક્ષસી છોડ હોય , કે પછી એ જ ગટર લાઈન માં કોઈ સિક્રેટ બેંક હોય ,જેમ ભગવાન વિષ્ણુ કોઈ રાક્ષશ નો વધ કરે એમ પેલા ડ્રેગન નો વધ કરી ને પ્રિંસેસ ને બચાવતા, ડ્રેગન પાસે થી પ્રિંસેસ બચાવવા માટે આગ ના ગોળા નું ચકરડું ફરતું હોય કે પછી સિક્રેટ જગ્યા એ થી મારીઓ ને કોઇન્સ મળી જતા હોય , એક મશરૂમ થી મારીઓ ની સાઈઝ મોટી થતી હોય અને બીજા મશરૂમ થી એનામાં વેપન પાવર આવી જતો હોય

બાળપણ ની કેટલી સુંદર યાદો!!

the most difficult level of mario

On that nostalgic note , તમને  આજની  વાર્તા  ડોટ  કોમ  ની  સુપર  મારીઓ  ની  વાર્તા  કેવી  લાગી  on national Mario day ? તમારા પ્રતિભાવો મારી સાથે ચોક્ક્સ શેર કરશો.

જો તમને આ વાર્તા વાંચવી ગમી હોય તો શેર કરવાનું ભૂલતા નહીં

અને આ વાર્તા ને વિડિઓ માં જોવા મારા


Facebook: https://www.facebook.com/rjPooja.Official/

Twitter: https://twitter.com/RJPoojaOfficial?s=08

Instagram: https://instagram.com/rjpooja.official?igshid=1wt1zmndcha09

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: