Amdavad Batavu Chalo – Varta Dot Com

આજે ૨૬ ફેબ્રુઆરી . તમારા અને મારા , અમદાવાદ ની સ્થાપના ના ૬૧૦ વર્ષ આજે પુરા થયા . એના માન માં આ આખા અઠવાડિયા દરમયાન વાર્તા ડોટ કોમ પર તમને હું અમદાવાદ ના ઇતિહાસ ની વાર્તા કહી રહી છું .

ગઈકાલ સુધી આપણે જોયું કે કેવી રીતે અને કયા સંજોગો માં કર્ણાવતી નગર માંથી અહેમદ્શાહ બાદશાહે પોતાનું પાટનગર અમદાવાદ અહીંયા વસાવ્યું . અમદાવાદ વસી તો ચૂક્યું પણ એના પછી ના ૬૦૦ વર્ષો માં એની સત્તા માં ઘણી બધી ઉથલ પાથલો થઇ.

સુલતાન શાહી પછી અહીંયા મુઘલ સામ્રાજ્ય આવ્યું , મરાઠાઓ એ પણ આ શહેર પર રાજ કર્યું અને છેલ્લે આવ્યા અંગ્રેજો . ભારત આઝાદ થયું ત્યાં સુધી અંગ્રેજો એ આપણા શહેર પર શાસન કર્યું . તો શરૂઆત કરીએ અમદાવાદ ની આજની વાર્તા ની .

king Kutbuddin

અમદાવાદ ના સ્થાપક સુલતાન અહેમદશાહ અહીંયા ૩૨ વર્ષ રાજ કરી ને ૧૪૪૨ માં જન્નતશીન થયા . એના પછી એમનો દીકરો મહમ્મદશાહ પહેલો અમદાવાદ ની ગાદીએ આવ્યો . મોહમ્મદશાહ નો પુત્ર એ કુતબુદ્દીન

જેણે રાજા કર્ણદેવ સોલંકી એ બંધાવેલા કર્ણસાગર તળાવ નો જીર્ણોદ્ધાર કર્યો અને એને હોજ- એ -કુતુબ નામ આપ્યું . જે આજે આપણા કાંકરિયા તળાવ તરીકે ઓળખાય છે .

Kankariya Talav

કુતબુદ્દીન પછી એનો ભાઈ મુહમ્મદ શાહ બીજો અમદાવાદ ની ગાદી એ બેઠો . જેને ઇતિહાસ ‘ મહમૂદ બેગડા ‘ તરીકે ઓળખે છે . કારણકે આ મોહમ્મદ એ જુનાગઢ અને પાવાગઢ એમ બે ગઢો જીતેલા . એટલે એના નામ ની પાછળ ‘ બેગડા’ ઉમેરાયું. મહમૂદ બેગડા પછી એનો દીકરો મુઝફ્ફર શાહ બીજો , અને પછી સિકંદર શાહ અને બહાદુરશાહ અમદાવાદ ની ગાદી એ બેઠા .

King Mahommad shah

એ પછી દીવ ના ફિરંગીઓ ના ત્રાસ થી અમદાવાદ ની ગાદી એ જે પણ કોઈ સુલાતનો બેઠા એ લાંબો સમય ટક્યાનહીં . અને એમની બહુ કોઈ ખાસ નોંધ પણ ના લેવાઈ . પણ આના પછી અમદાવાદ માં અકબર ના સમય થી મુઘલ સલ્તનત નો ઉદય થવાનો હતો .

અહેમદશાહ બાદશાહ એ અમદાવાદ ની સ્થાપના કરી એના પછી એના વંશ ના ઘણા બધા સુલ્તાનો એ અમદાવાદ ની ગાદી પર રાજ કર્યું . પણ આ સુલતાન શાહી નો અંત આવ્યો અમદાવાદ માં મુઘલ સલ્તનત ના પગપેસારા સાથે .

King Itimad Khan

૧૫૭૨ ની સાલ માં એ સમય ના અમદાવાદ ના શાસક ઇતિમદ ખાન ને સમાચાર મળ્યા કે અમદાવાદ પર દુશ્મનો ની સેના હુમલો કરવાની છે , જેથી એણે મુઘલ સમ્રાટ જલાલુદ્દીન અકબર ને એમની રાજધાની ફતેહપુર સિક્રી થી અમદાવાદ આવવાનું આમંત્રણ આપ્યું .

અકબરે આમંત્રણ સ્વીકાર્યું અને જુલાઈ માં આમંત્રણ મળતા ચાર મહિને અકબર ગુજરાત આવ્યા . અકબર ગુજરાત આવ્યા છે એ વાત સંભાળી ને જ દુશ્મન સેના પાછી ફરી .

King Akbar

એ પછી ૧૫૭૩ માં મિર્ઝા મોહમ્મદ હુસૈન અને ઈખ્તિયાર ઉલ મુલ્ક એ અમદાવાદ માં બળવો પોકાર્યો . એ સમયે અમદાવાદ ના સૂબા પાસે પૂરતું લશ્કર નહોતું એટલે એણેફરી વાર શહેનશાહ અકબર ને સંદેશો મોકલ્યો . એ વખતે અકબર આગ્રા માં હતા . અને ત્યાંથી માત્ર ૯ દિવસ ની અંદર ૬૦૦ માઈલ નું અંતર કાપી ને એ અમદાવાદ આવી પહોંચ્યા , યુદ્ધ લડ્યા , જીત્યા અને ૧૧ દિવસ અમદાવાદ માં રોકાયા . એની સાથે જ અમદાવાદ માં મુઘલ સલ્તનત નો ઉદય થયો .

અકબર પછી ના મુઘલ સલ્તનત ના શહેનશાહો પણ અમદાવાદ આવ્યા અને અહીંયા રહ્યા . જેમનો ફાળો અમદાવાદ અને ભારત નો ઇતિહાસ બદલવામાં બહુ મોટો હતો .

૧૬૧૮ માં જહાંપનાહ જહાંગીર અમદાવાદ આવ્યા . એમને અમદાવાદ શહેર માં બહુ ફાવ્યું નહીં . એટલે થોડા જ સમય માં એમણે અહિયાંથી વિદાય લીધી . પણ રસ્તા માં માળવા ની સરહદ સુધી પહોંચતા ખૂબ ગરમી થી ત્રસ્ત થઇ વળી પાછા અમદાવાદ આવ્યા .

જહાંગીરે પોતાના અમદાવાદ ના રોકાણ દરમ્યાન અમદાવાદ માં ટંકશાળ સ્થાપી ને મુઘલ સલ્તનત ના સિક્કાઓ પડાવ્યા . એ વિસ્તાર આજે કાલુપુર ટંકશાળ ના નામે ઓળખાય છે .

Kalupur Tankshal , Ahmedabad

છેવટે ૨ જી સપ્ટેમ્બર ૧૬૧૮ ના દિવસે જહાંગીર અમદાવાદ ને અલવિદા કહી ગયા . ત્યારે એ પોતાના દીકરા શાહજહાં ને અમદાવાદ નો સૂબો બનાવતા ગયા .

શાહજહાં એ પોતાના કાર્યકાળ દરમ્યાન અમદાવાદ માં મોતીશાહ મહેલ બંધાવ્યો . અને એમ કહેવાય છે કે મુમતાઝ માટે તાજ મહેલ બાંધવા નો વિચાર પણ શાહજહાં ને અમદાવાદ ની પોતાની સુબાગીરી ના કાર્યકાળ દરમ્યાન જ આવેલો .

એના પછી અહીંયા ઔરંગઝેબ નું રાજ આવ્યું ઔરંગઝેબ પછી મરાઠા શાસન આવ્યું અને છેવટે ૧૮૧૮ ની સાલ માં અમદાવાદ અંગ્રેજો ની હકુમત નીચે આવ્યું .

Mahatma Gandhi At Sabarmati Aashram, Ahmedabad

એના પછી ની આઝાદી ની ચળવળ ની શરૂઆત પણ ગાંધી બાપુ એ આપણા અમદાવાદ થી કરી . અને ત્યારથી અત્યાર સુધી નો ઇતિહાસ આપણે સહુ જાણીએ છીએ .

જો તમને આ વાર્તા વાંચવી ગમી હોય તો શેર કરવાનું ભૂલતા નહીં

અને આ વાર્તા ને વિડિઓ માં જોવા મારા


Facebook: https://www.facebook.com/rjPooja.Official/

Twitter: https://twitter.com/RJPoojaOfficial?s=08

Instagram: https://instagram.com/rjpooja.official?igshid=1wt1zmndcha09

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: