Amdavad Batavu Chalo- Varta dot com

ગઈકાલે વાર્તા કરેલી કેવી રીતે આશાભીલ ના આશાવલ પર પાટણ ના કર્ણદેવ સોલંકી એ ચડાઈ કરી અને આશાવલ ને કર્ણાવતી બનાવ્યું .

એના પછી એવું શું થયું કે ગુજરાત માં હિન્દૂ શાસન નો અંત આવ્યો અને સુલ્તાન શાહી ની શરૂઆત થઇ ? જેના થકી ગુજરાત માં ૬૧૦ વર્ષ પહેલા અમદાવાદ ની સ્થાપના થઇ ?

Ahmedabad,Gujarat

આશાભીલ ના આશાવલ પર પાટણ ના કર્ણદેવ સોલંકી એ ચડાઈ કરી અને આશાવલ ને કર્ણાવતી બનાવ્યું પરંતુ ગુજરાત નો છેલ્લો હિન્દૂ રાજા હતો કરણ વાઘેલા . એના સ્વભાવ વિષે એમ કહેવાય છે કે એ સ્વભાવે રંગીન મિજાજી હતો . એટલે એને કરણ ઘેલા ના નામ થી પણ ઓળખવામાં આવતો . આ કરણ ઘેલો એના મંત્રી માધવ ની પત્ની પર ફિદા હતો . એની કુદ્રષ્ટિ થી બચવા માટે માધવ ની સુંદર પત્ની એ મોત ને વહાલું કર્યું અને કરણ ઘેલા ને તાબે ના થઇ .

king Karan Vaghela

જેનાથી માધવ ને કરણ ઘેલા પ્રત્યે વેર બંધાયું . જેનો બદલો લેવા એ દિલ્હી અલ્લાઉદ્દીન ખીલજી સાથે મળી ગયો . અલાઉદ્દીન ખીલજી ના બે સરદારો લશ્કર સાથે ગુજરાત પર ચડાઈ કરવા આવ્યા . જે લડાઈ માં કરણ ઘેલા ની હાર થઇ અને ગુજરાત માં વાઘેલા વંશ ની સાથે હિન્દૂ શાસન નો અંત આવ્યો . અને અમદાવાદ ના ઉદય નો રસ્તો સાફ થયો . આ ઘટના કેવી રીતે ઘટી ?

ગુજરાત માં ૩૦૦ વર્ષ હિન્દૂ શાસન રહ્યું . એના પછી છેલ્લો હિન્દૂ રાજા કરણ ઘેલો અલાઉદ્દીન ખીલજી ની સેના ના હાથે મરાયો અને ગુજરાત માં સુલ્તાન શાહી નો ઉદય થયો . જેના થકી આપણા આજના અમદાવાદ ની સ્થાપના ના બીજ રોપાયા

king Allaudin Khilji

ચૌદમી સદી ના અંત માં અલ્લાઉદ્દીન ખીલજી નો ઝફર ખાન નામનો એક સૂબો ‘ મુઝફ્ફર શાહ’ નામ ધારણ કરી ને ગુજરાત ના પહેલા સ્વતંત્ર સુલ્તાન તરીકે પાટણ ની ગાદી એ બેઠો . એનો એક દીકરો હતો જેનું નામ હતું તાતર ખાન

આ તાતર ખાન એ દિલ્હી ના એ સમય ના સુલ્તાન નસીરુદ્દીન નો પ્રધાન મંત્રી હતો . પણ એની મહેચ્છા દિલ્હી ના સુલ્તાન બનવાની હતી . જેને લઇ ને એણે દિલ્હી માં પ્રયત્નો આદર્યા . એ પ્રયત્નો માં એને ત્યાં માથાકૂટ થતા એ દિલ્હી છોડી ને ગુજરાત ના પાટણ માં પોતાના પિતા પાસે આવી ને રહ્યો . પણ એની નજર હજી પણ દિલ્હી ની ગાદી પર જ હતી . સમય જતા એના પિતા એ તાતર ખાન ને સમજાવ્યો કે એ દિલ્હી ની ગાદી નો મોહ છોડી દે .

પણ પિતા ની આ વાત તાતરખાન ને ના ગમી . એને હવે પાટણ ના સુલ્તાન મુઝફ્ફરશાહ , એટલે કે પોતાના પિતા , દિલ્હી ની ગાદી ની આડે આવતા લાગ્યા. એટલે તાતર ખાન ને તક મળતાં એણે પોતાના પિતા ને કેદ કર્યાં અને પોતે ૧૪૦૩ ની સાલ માં ‘ મુહમ્મદ શાહ ’ નામ ધારણ કરી ને ગુજરાત નો સુલ્તાન બની બેઠો .

આ મુહમ્મદ શાહ નો દીકરો હતો અહેમદશાહ . ઈસ્વીસન ૧૩૮૦ માં દિલ્હી માં આ અહેમદ શાહ નો જન્મ થયેલો . જેના હાથે ગુજરાત માં આપણું આજનું અમદાવાદ સ્થાપવાનું હતું . જો કે એના પિતા તાતરખાન ઉર્ફ મુહમ્મદ શાહ સાથે અહમદ શાહ પણ પાટણ આવી ગયેલો

એના પિતાની દિલ્હી ની ગાદી મેળવવાની ઘેલછા ને અંતે પાટણ મૂકી ને મુહમ્મદ શાહ વળી પાછો દિલ્હી પર ચડાઈ કરવા સૈન્ય લઇ ને નીકળ્યો . જ્યાં રસ્તા માં જ એનું મૃત્યુ થયું . બીજી બાજુ સુલ્તાન મુઝફ્ફર શાહ , જે એ સમયે પાટણ માં કેદ હતા એ આઝાદ થયા અને વળી પાછા પાટણ ની ગાદીએ બેઠા.

એમનો પૌત્ર એટલે અહેમદ શાહ , મોટો થયો ત્યારે એની એવી કાન ભંભેરણી કરવામાં આવી કે એના પિતા મુહમ્મદશાહ ના મોત પાછળ એના દાદા મુઝફ્ફરશાહ નો હાથ છે . એટલે આવેશ માં આવી ને અહેમદશાહ એ દાદા મુઝફ્ફરશાહ ને ઝેર નો કટોરો પીવાનું ફરમાન કર્યું . પોતાની પાસે કોઈ વિકલ્પ ના બચ્યો હોવાથી મુઝફ્ફરશાહ એ ઝેર નો કટોરો પી જઈ ને મોત ને વહાલું તો કર્યું પણ જતા જતા એ પોતાના પૌત્ર અહેમદ શાહ ને સલાહ આપતા ગયા કે  ‘ દીકરા , ક્યારેય દારૂ પીતો નહીં , પ્રજા ને સરંજાડ્તો નહીં , પ્રજાના દુઃખ ને તારું દુઃખ સમજજે અને પ્રજા ના સુખ ને જ તારું સુખ સમજજે . મજહબ મા શ્રદ્ધા રાખજે . ‘પોતાના દાદા ની આ સલાહ અહેમદ શાહ ને આજીવન યાદ રહી .

પણ હજી આ ઘટના સુધી ક્યાંય અમદાવાદ નું નામ નિશાન નહોતું . એની જગ્યા એ હજી પણ કર્ણાવતી નગર જ વસતું હતું.તો કેવી રીતે સાબરમતી ના કિનારા ની આ જગ્યા એ અમદાવાદ વસ્યું??

Old photo of Ahmedabad

અહેમદ શાહ બાદશાહ ૧૪૧૦ ની સાલ માં માત્ર ૨૦ વર્ષ ની ઉંમરે ગુજરાત ની ગાદી એ બેઠો . મિર્ઝા ગાલિબ ના દાદા એ અહેમદશાહ બાદશાહ ના શાસન કાળ દરમિયાન ભારત આવ્યા હતા

અહેમદ શાહ એના ઘણા બધા સગાઓ કે જે એના દુશ્મનો બનેલા એમનો સામનો કરવાનો હતો . અહેમદ શાહ ના આ બધા જ સગાઓ ખંભાત માં ભેગા થયા અને એમણે અહેમદ શાહ સામે બળવો કરવાની યોજના બનાવી . અહેમદશાહ ને આ વિષે ખબર પડતા , એ લશ્કર લઇ ને એમની સામે ગયો . તો બળવાખોરો ખંભાત થી ભરૂચ તરફ ભાગ્યા . અહેમદશાહ એ ત્યાં પણ એમનો પીંછો કર્યો અને પોતાના બધા જ બળવાખોરો ને પોતાને તાબે કર્યા.

King Ahemad shah in Karnavati city

એ પછી ભરૂચ થી કર્ણાવતી ના રસ્તે થઇ ને અહેમદશાહ પાટણ જવા નીકળ્યો . રસ્તા માં એ કર્ણાવતી માં રોકાયો . કારણકે એને એના દાદા પણ કર્ણાવતી માં રોકાયેલા અને એમને આ જગ્યા ખૂબ પસંદ હતી એ વાત નો ખ્યાલ હતો.

જયારે અહેમદશાહ અહીંયા રોકાયા ત્યારે એમને પાટણ કરતા અહીંયા ના હવા પાણી વધુ માફક આવ્યા હોય એમ લાગ્યું . સાથે ભૌગોલિક પરિસ્થિતિ ને આધારે પણ કર્ણાવતી ની આ જગ્યા વધુ યોગ્ય હતી . કારણકે એ ગુજરાત ની મધ્યે હતું . આથી વહીવટ ચલાવવો સરળ હતો . પાટણ એક તરફ પડી જતું હતું .

આ વિચાર સાથે એક સવારે અહેમદશાહ બાદશાહ સાબરમતી ના કિનારે એમના શિકારી કુતરાઓ સાથે ફરી રહેલા . થોડી વાર માં એમણે જોયું કે સાબરમતી ના કિનારે ફરી રહેલા અમુક સસલાઓ એમના બે શિકારી કુતારાઓ પર ભારે પડ્યા . અને એમણે કુતરાઓ ને ત્યાંથી ભગાડી મુક્યાં. આ જોઈ ને બાદશાહ અચંબા માં પડ્યા,

 જે જગ્યા ના સસલા મારા કુતરાઓ ને ભગાડી શકે , એ જગ્યા અને એ નદી નું પાણી પીનારા લોકો તો કેવા હશે !?

Jab Kutte Pe Sassa Aaya, Tab Badshah ne Nagar Basaya

એ વિચાર સાથે એમણે અહીંયા પોતાનું શહેર વસાવવાનું નક્કી કર્યું . જેને એ પોતાના રાજ્ય નું પાટનગર બનાવી શકે . એના માટે એ સીધા જ સરખેજ નિવાસી સંત શિરોમણી શેખ ખટ્ટુ ગંજબક્ષ મારફતે પયગંબર અલ ખિજર ખ્વાજા ની પરવાનગી માંગવા ગયા .

અહેમદશાહ બાદશાહ ને અમુક શરતો ને આધીન અહીંયા શહેર બાંધવાની પરવાનગી મળી . જેમાંની એક શરત હતી કે આ શહેર નું મહુર્ત એવા પાંચ પવિત્ર ‘ અહેમદ ’ નામ ના મુસલમાનો ના હાથે કરાવવામાં આવે કે જે દરરોજ ૫ નમાજ પઢતા હોય અને જેમણે જીવન માં એક પણ નમાજ ચુકી ના હોય . જો આમ કરવામાં આવે તો શહેર આબાદ થાય .

આવા ચાર અહેમદ માં એક અહેમદશાહ બાદશાહ પોતે , બીજા સંત શેખ અહેમદ ખટ્ટુ ગંજ બક્ષ , ત્રીજા કાજી અહેમદ અને ચોથા મલિક અહેમદ , એમ ચાર અહેમદ ના હાથે માણેક બુરજ ની જગ્યાએ શહેર નું ખાતમહૂર્ત થયું .

સાબરમતી નદી ના પૂર્વ કિનારે એક સપાટ જગ્યા પર અહેમદશાહ બાદશાહે ખાતમહૂર્ત ની દોરી નો પૂર્વ તરફ નો છેડો પકડ્યો , સંત અહેમદ ખટ્ટુ ગંજબક્ષ એ પશ્ચિમ તરફ નો છેડો પકડ્યો . બાકી ના બે અહેમદે બીજી બે દિશા ના છેડા પકડ્યા . અને ખાત મહુર્ત ના શુભ ચોઘડિયે જયારે સૂર્ય માથા પર આવ્યો ત્યારે અમદાવાદ ની પહેલી ઈંટ મુકાઈ.

ત્યારથી લઇ ને આવતીકાલે આપણા અમદાવાદ ને ૬૧૦ વર્ષ પુરા થશે . આ શહેરે સમૃદ્ધ ના અનેક શિખરો સર કર્યા છે . હવે અહીંથી આગળ ની અમદાવાદ ની વાર્તા શું રહી? વાત કરીશ આવતીકાલે.

આજની વાર્તા કેવી લાગી એ ને ચોક્ક્સ થી જણાવશો.

જો તમને આ વાર્તા વાંચવી ગમી હોય તો શેર કરવાનું ભૂલતા નહીં

અને આ વાર્તા ને વિડિઓ માં જોવા મારા


Facebook: https://www.facebook.com/rjPooja.Official/

Twitter: https://twitter.com/RJPoojaOfficial?s=08

Instagram: https://instagram.com/rjpooja.official?igshid=1wt1zmndcha09

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: