“તાઉમ્ર બસ એક યહી સબક યાદ રખીએ , ઇશ્ક ઔર ઈબાદત મેં નિયત સાફ રખીએ”

૧૫ મી ફેબ્રુઆરી , આજે ઉર્દુ અને પર્શિયન ભાષા ના મહાન સાહિત્યકાર મિર્ઝા ગાલિબ ની ડેથ એનિવર્સરી છે . એટલેઆજે વાર્તા ડોટ કોમ પર આ ઉર્દુ શાયર વિષે વાર્તા કરવી છે મારે તમને.
એક આખો એવો સમયગાળો એમની સાથે જોડાયેલો છે , જે ભારત માં મુઘલ સામ્રાજ્ય ની પડતી અને બ્રિટિશ રાજ ના ઉદય નો સમય હતો. આ સમય સુધી મુઘલ સામ્રાજ્ય ભારત ના ઘણા બધા વિસ્તાર માં રાજ કરતુ હતું
જો કે મિર્ઝા ગાલિબ ની જ જો વાત કરું તો એ પોતે મૂળે મુઘલ ખરા પણ એમના વડવાઓ ના મૂળિયાં તુર્કી થી ઈરાન સુધી ફેલાયેલા સેલજૂકસલ્તનત સાથે અડે છે . આ સેલજૂક સલ્તનત ની પડતી પછી મિર્ઝા ગાલિબ નો પરિવાર હાલ ના ઉઝબેકિસ્તાન શિફ્ટ થઇ ગયો . અને ત્યાંથી મિર્ઝા ગાલિબ ના દાદા એ અહેમદશાહ બાદશાહ ના શાસન કાળ દરમિયાન ભારત આવી ને લાહોર દિલ્હી અને જયપુર માં કામ કર્યું . અને છેવટે આગ્રા આવી ને સ્થાયી થયા

આગ્રા ના કાલા મહેલ માં મિર્ઝા અસદુલ્લાહ બૈગ ખાન ઉર્ફ મિર્ઝા ગાલિબ નો જન્મ થયો . જેમણે પોતાના જીવન ની સૌથી પહેલી રચના માત્ર ૧૧ વર્ષ ની ઉંમરે કરેલી . જોવાની વાત એ છે કે ગાલિબ ના જીવન ની સર્વશ્રેષ્ઠ રચનાઓ એમણે ૧૯ વર્ષ ની ઉંમર પહેલા જ કરી નાખેલી . જો કે તમને જાણી ને કદાચ નવાઈ લાગે કે મિર્ઝા અસદુલ્લાહ બૈગ ખાન નું ઓરિજિનલ પેન નેમ એટલે કે તખલ્લુસ ગાલિબ નહોતું . કંઈક બીજું હતું.

ઉર્દુ અને પર્શિયન ભાષા ના શ્રેષ્ઠ શાયર માં જેમની ગણના થાય છે એવા મિર્ઝા ગાલિબ ૧૩ વર્ષ ની ઉંમરે પરણી ગયા અનેઅને દિલ્હી આવી ગયા.
મિર્ઝા ગાલીબ ના જીવન ને લઇ ને એક ખૂબ રસપ્રદ વાત એ છે કે મિર્ઝા ગાલિબે ક્યારેય પોતાના રહેવા માટે ઘર નહોતું ખરીદ્યુ . એ હંમેશા મુઘલ સમ્રાટો અને બ્રિટિશ સરકાર મા કામ કરતા એમના અમુક મિત્રો ની મદદ થી જ જીવ્યા . એમના દ્વારા ભેટ આપવામાં આવેલા મકાનો અને હવેલીઓ માં જ મિર્ઝા ગાલિબે એમનું આખું જીવન વિતાવ્યું

જો મિર્ઝા અસદુલ્લાહ બૈગ ખાન ના તખલ્લુસ ની વાત કરીએ તો આપણે એમને ગાલિબ તરીકે ઓળખીએ છીએ . પણ એમણે લખવાની શરૂઆત આ નામ થી નહોતી કરી . એમણે પોતાના મૂળ નામ મિર્ઝા અસદુલ્લાહ બૈગ ખાન પરથી અસદ નામ થી લખવાની શરૂઆત કરેલી અને પાછળ થી ગાલિબ તખલ્લુસ અપનાવ્યું . જેનો મતલબ થાય છે ડૉમિનન્ટ

ગાલિબ મુઘલ સલ્તનત ના ઓફિશ્યિલ શાયર હોવાની સાથે સાથે મુઘલ શાહી પરિવાર ના સભ્યો ના મેન્ટોર પણ રહી ચૂકેલા . હાલના દિલ્હી ના ચાંદની ચોક માં જો તમે જાવ , તો એક આખો વિસ્તાર તમને મોડર્ન કપડાં ની દુકાનો થી ભરેલો મળે . આ એ જ વિસ્તાર છે જ્યાં આજ થી લગભગ ૨૦૦ વર્ષ પહેલા મિર્ઝા ગાલિબે ઉર્દુ અને પર્શિયન ભાષા ની સર્વશ્રેષ્ઠ શાયરીઓ અને નઝમો ની રચના કરેલી .
મિર્ઝા ગાલિબ જયારે આગ્રા હતા , ત્યારે એક વખતે એમના ઘરે મધ્ય પૂર્વ એશિયા ના વિસ્તાર માંથી એક વટલાયેલા મુસ્લિમ મૂસાફર આવી ને રહેલા . લગભગ ૨ વર્ષ સુધી આ ટુરિસ્ટ એમના ઘરે જ રહેલા . જેમણે ગાલિબ ને પર્શિયન અરેબિક , ફિલોસોફી એ લોજીક શીખવેલું .

ગાલિબ એ ઉર્દુ ભાષા માં જેટલી રચનાઓ કરી છે એનાથી ત્રણ ગણી વધુ રચના એમણેપર્શિયન ભાષા માં કરી છે . પણ એ વધુ નામના એમના ઉર્દુ લાખણો માટે જ મળી. જો કે ગાલિબ એ સમય માં જીવ્યા , જ્યાં ઉર્દુ અને હિન્દી એક બીજા ના પર્યાય ગણાતા .
જેના પર ઘણી મોટી કોન્ટ્રોવેર્સી પણ થયેલી છે . આમ જોવા જઈએ તો ગાલિબ મોટા ભાગે મોડર્ન ઉર્દુ માં જ લખતા . પણ એ પોતે પણ એમ કહેતા કે એમની રચનાઓ હિન્દી માં કરાયેલીરચનાઓ છે. જે હજી આજના સમય માં પણ આપણને એટલી જ સાંપ્રત લાગે.
મિર્ઝા ગાલિબ ની આજની વાર્તા તમને કેવી લાગી ? મને જણાવશો
જો તમને આ વાર્તા વાંચવી ગમી હોય તો શેર કરવાનું ભૂલતા નહીં
અને આ વાર્તા ને વિડિઓ માં જોવા મારા
Facebook: https://www.facebook.com/rjPooja.Official/
Twitter: https://twitter.com/RJPoojaOfficial?s=08
Instagram: https://instagram.com/rjpooja.official?igshid=1wt1zmndcha09