
સમગ્ર વિશ્વ હાલ કોરોના વાયરસ ના ખાતર સામે ઝઝૂમી રહ્યું છે. આપણા જીવનકાળ દરમ્યાન કોઈ એક લક્ષ્ય હાંસિલ કરવા માટે આખી દુનિયા / દુનિયા ના તમામ દેશો ભેગા થાય , એવું અત્યાર સુધી માત્ર હોલીવુડ ની ફિલ્મો માં જ જોયેલું। આજે પહેલી વાર આપણે સૌ એનો જાત અનુભવ કરી રહ્યા છીએ. આમ તો આ વાઇરસ થી બીમાર પડતા દર્દીઓ નો ડેથ રેટ ઓછો છે અને આનાથી વધુ ભયંકર બીમારીઓ નો સામનો આપણે પહેલા કરી ચુક્યા છીએ। પણ આ વાઇરસ ની ખાસિયત , જે આપણને નડે છે તે એ કે એ ખુબ જ ચેપી છે. અતિ ઝડપથી પ્રસરે છે અને એવું પણ બને કે ચેપ લાગ્યો હોય એ વ્યક્તિ માં શરૂઆત માં આના કોઈ લક્ષણો ના પણ દેખાય!
જો કે અહીંયા આજે વાત કરવી છે કોરોના વાઇરસ ના પ્રસાર ને લઇ ને ઉભી થયેલી પરિસ્થિતિ ની ગમતી બાબતો વિષે। અત્યાર સુધી માં તમને કોરોના ના કારણે મળેલા અણધાર્યા વેકેશન માં શું શું કરી શકાય , એનું લિસ્ટ દર્શાવતા મેસેજીસ આવી જ ગયા હશે. પરિવાર સાથે શક્ય હોય તેટલો વધુ સમય પસાર કરવાની વાત હોય કે પછી રેસ માં ભાગતી જિંદગી ને અણધાર્યો બ્રેક મળતા પોતાની જાત માટે સમય ફાળવવાની વાત હોય , તમે આના વિષે વિચાર્યું જ હશે. એ પણ સમજાયું હશે કે જીવન જીવવા માટે આપણને ખરેખર કેટલી ટાંચી વસ્તુઓ ની જરૂર છે। જેના માટે આપણે દિવસ રાત ભાગી રહ્યા છીએ , એ તો બધી એક્સ્ટ્રા લક્ઝરી મેળવવની વાત છે.
હસવામાં નીકળી જાય એવી બીજી એક બાબત એ પણ ખ્યાલ માં આવી હશે કે મોટા ભાગ ની નોકરીઓ ઘરે બેસી ને પણ થઇ શકે છે. ખાસ કરી ને જેને સમજાય એના માટે કોર્પોરેટ જગત ની મીટિંગ્સ, પ્લાંનિંગ્સ અને રિપોર્ટ્સ નો ફુગ્ગો આ કોરોના એ ફોડી નાખ્યો છે. જેટલો સમય એ મીટિંગ્સ અને પ્લાંનિંગ્સ માં જાય છે , એટલા સમય માં જો કામ થતું હોય તો કદાચ પ્રોડક્ટિવિટી ઘણી વધી શકે એમ છે. પણ કોરોના વાઇરસ ને કારણે આનાથી પણ વધુ ગમતા અને વધુ મહત્વ ના દેખીતા ફાયદાઓ જે થયા છે , એનું લિસ્ટ કંઈક આ પ્રમાણે છે.
ચીન ના વુહાન અને એની આસપાસ ના વિસ્તારો માં કોરોના ની અસર સૌથી વધુ હોવાના કારણે અને ઔદ્યોગિક તથા સામાજિક ગતિવિધિઓ થંભી જવાના કારણે ત્યાંના વાતાવરણ માં પ્રદુષણ નું સ્તર ખુબ નોંધપાત્ર રીતે નીચે આવ્યું છે. ચાઇનીઝ મિનિસ્ટ્રી ઓડ ઈકોલોજી એન્ડ એન્વાયરમેન્ટ ના આંકડાઓ મુજબ 2020 ના ફેબ્રુઆરી મહિના માં ચીન માં શુદ્ધ હવા નું પ્રમાણ 21% જેટલું વધ્યું છે. આલ થેન્ક્સ તો કોરોના।
યુરોપ ના સૌથી પ્રભાવિત દેશ ઇટાલી ની વાત કરીએ , તો કોરોના ને કારણે ત્યાંના ફરવાના સ્થળો સાવ ખાલી ખમ છે. વેનિસ શહેર માં પાણી નો પ્રશ્ન ઉકેલાઈ ગયો છે. વેનિસ શહેર ની પાણી ની નહેરો અત્યાર સુધી ક્યારેય નહોતી એટલી ચોખ્ખી થઇ છે. એ નહેરો માં કદાચ દાયકાઓ પછી માછલીઓ અને કાચબાઓ ફરી તરત દેખાયા છે. ત્યાં ના રહીશો નું તો ત્યાં સુધી કહેવું છે કે એમને પોતાના સમગ્ર જીવન દરમ્યાન આટલી ચોખ્ખી નહેરો અને પાણી નથી જોયા , જે કોરોના ઇફેક્ટ ને કારણે પ્રવાસીઓ ના ના આવવા ના કારણે જોઈ શક્યા છે.
ઇટાલી ના ઉત્તર ભાગમાં હવા નું પ્રદુષણ ફેલાવતો અત્યંત ઝેરી એવો નાઇટ્રોજન ડાયોક્સાઇડ નામના ગેસ નું પ્રમાણ ખુબ ઝડપ થી ઘટ્યું છે. અને હવા શુદ્ધ બની છે। કોરોના ઇફૃફેક્ટ ના કારણે યુરોપ ના ઘણા બધા દેશો લોક ડાઉન ની પરિસ્થિતિ માં છે , જેને કારણે સમગ્ર યુરોપ માં હવાનું પ્રદુષણ ઘટ્યું છે.
પ્રદુષણ ની વૈશ્વિક સમસ્યા એટલી ખતરનાક છે કે એક દેશ માં જ પ્રદુષણ ના કારણે વર્ષે 50000 થી 75000 લોકો ઉંમર કરતા વહેલા મોત ને ભેટે છે. આપણે જાતે એનો કોઈ ઉકેલ ના શોધી શક્ય એટલે કુદરત સખત થઇ અને આપણને ઉકેલ બતાવ્યો।
અને છેલ્લે,
આપણે ત્યાં ગુજરાતી માં કહેવત છે કે ઈશ્વર / કુદરત ની લાકડી માં અવાજ નથી હોતો। પણ એ જયારે વાગે છે ત્યારે ભાલ ભલા સીધા દોર થઇ જાય છે. કોરોના વાઇરસ કદાચ કુદરત ની આવી જ એક લાકડી છે , જેની ફટકાર માણસ જાત ને પડી છે. સાવચેત રહેવાની સાથે સાથે આ સમય જીવન નો સૌથી મોટો , મુખ્ય અને અત્યંત અગત્ય નો પાઠ ભણવાનો પણ છે. જેને સમજાય એને વંદન।