આજે એક વાર્તા.

કેન્ડીડ વિથ પૂજા

એક ખુબ સુંદર રાજ્ય હતું। જાણે રામ રાજ્ય જ જોઈ લો. અહીંના લોકો ખુબ સુખી સંપન્ન અને માયાળુ હતા. બહાર થી આવનારા દરેક વ્યક્તિ ને એ જેવો છે એવી જ રીતે પોતાની અંદર સમાવી લેવાનો એક ઉત્કૃષ્ટ ગુણ એ ધરાવતા। આ બાબતે બધાજ સાવ સરખા। એકતા પણ ગજબ ની। તકલીફ માત્ર એટલી જ હતી કે એ લોકો ને પોતાની આ એકતાની તાકાત વિષે ના તો ભાન હતું કે ના ભાન કરાવનાર કોઈ આસ પાસ હતું।

એક દિવસ દૂર ના એક રાજ્ય ના રાજા ને આ સમૃદ્ધ રાજ્ય ની સંપત્તિ પડાવી લેવાનું અને એને પોતાના રાજ્ય માં સમાવી અને એના રાજા બની બેસવાનું મન થયું। એણે આક્રમણ કર્યું। અને કારણકે આ રાજ્ય ના લોકો ને પોતાની એકતા ની શક્તિ વિષે ભાન નહોતું , એ બહાર ની તાકાત પોતાના ઈરાદાઓ પાર પાડવામાં સફળ થઇ। આ રાજ્ય ની  સંસ્કૃતિ નો નાશ કરવામાં આવ્યો। અહીંની જગ્યાઓ ના નામ બદલવાં આવ્યા અને એના પર રીતસર ની હકુમત સ્થાપવામાં આવી। 

મજાની વાત ત્યાં હતી કે આ રાજ્ય ની પ્રજા એ પોતાના દરેક ને પોતાના માં સમાવી લેવાના ગુણ ને આધારે આ બાહ્ય તાકાત ને પણ પોતાની સમજી ને પોતાના માં સમાવી લીધી। એ પણ સહેજ પણ વિરોધ વગર।  થોડો સમય બધું જ બરાબર ચાલ્યું।  પણ મુશ્કેલી ત્યારે ઉભી થઇ જયારે એ બહાર ની તાકાતે આ રાજ્ય માંથી પોતાનો અલગ હિસ્સો માંગવાની શરૂઆત કરી કારણકે એને હવે અહીંયા રુચતું નહોતું. એક એવો હિસ્સો જે ક્યારેય એમનો હતો જ નહીં। જો બધા સાથે હતા તો બધું જ બધાનું હતું। પણ જો બહાર થી આવેલા ભાડુઆત ને હવે અહીં નહોતું ગોઠતુ, તો એને વળી અહીંયા થી પોતાનો હિસ્સો અલગ શુ કામ મેળવવાનો? ક્યાંતો બધા ભેગું સંપી ને રહેવાનું , અથવા ચાલ્યા જવાનું ! પણ આ એ બહાર થી આવેલી તાકાત , જે હવે આ રાજ્ય નો જ હિસ્સો હતી , એને મંજુર નહોતું।  અને એણે  આ રાજ્ય ના બે ભાગ પડાવ્યા। પોતાનો હિસ્સો અલગ લીધે જ છૂટકો કર્યો। તેમ છતાંય ‘તારું મારુ સહિયારું અને મારુ મારા બાપ નું’ વળી ભાવના હજી જ્યાં ની ત્યાં જ હતી!

સમય આગળ વધતો ચાલ્યો। એક દિવસ આ રાજ્ય માં એક એવો સંત આવ્યો કે જેણે આ આખી પરિસ્થિતિ નો તાગ મેળવી લીધો। એને આ રાજ્ય ની પ્રજા ને પોતાના હક વિષે ભાન કરાવવા નો પ્રયત્ન કર્યો। હવે આ એ રાજ્ય ની પ્રજા ને સમજ પાડવા લાગી કે અત્યાર સુધી એમની સાથે શું થઇ રહ્યું હતું। ધીમે ધીમે એ પ્રજાએ પણ બધું જ સ્વીકારવાનો ઇન્કાર કરી ને જ્યાં અન્યાય થતો હોય ત્યાં અવાજ ઉઠાવવાની શરૂઆત કરી. જે સ્વાભાવિક રીતે જ બહાર થી આવેલી તાકાત, જે હવે આ રાજ્ય નો હિસ્સો છે , એને તો ખૂંચવાની જ! અને પોતાનો હક , પોતાની સંસ્કૃતિ અને પોતાની જગ્યા બચાવવા માટે ઇતિહાસ માં પહેલી વાર ઉઠેલા આ અવાજ ને અસહિષ્ણુતા નું નામ આપવામાં આવ્યું! કેટલી હદે યોગ્ય છે આ? શું અભિપ્રાય છે તમારો આ વાર્તા પર? 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: