ગઈકાલે દુનિયાભર ના બાસ્કેટબોલ ચાહકો માટે એક સમાચાર વજ્રઘાત બનીને આવ્યા. જે હતા બાસ્કેટબોલ રમત ના બેતાજ બાદશાહ કોબી બ્રાયન્ટ ના એક હેલીકૉપટર ક્રેશ માં થયેલા અણધાર્યા મૃત્યુ ના સમાચાર.

તમને સચિન તેંડુલકર નો પેલો નાનપણ નો ફોટો યાદ હશે. જેમાં બાળક સચિન બેટ પકડી ને બોલ ને ફટકારવાની કોશિશ છે. એ ફોટો પડતી વખતે કદાચ પાડનાર ને સ્વપ્નેય ખ્યાલ નહીં હોય કે આ છોકરો એક દિવસ ક્રિકેટ નો પર્યાય બની જશે. કે પછી આ છોકરા નો જન્મ માત્ર ક્રિકેટ રમવા માટે જ થયો છે. કોબી બ્રાયન્ટ નું પણ આમ જ છે.એમના પિતા અને મામા બંનેવ પ્રોફેશનલ બાસ્કેટ બોલ પ્લેયર. એટલે આ રમત કદાચ એમના લોહી માં જ હશે! માત્ર ત્રણ વર્ષ ની ઉંમરે એમણે બાસ્કેટબોલ રમવાની શરૂઆત કરી. અને એ જીવન ના 18 માં વર્ષ માં પ્રવેશ્યા ત્યારે એમની પહેલી એન.બી.એ. ( નેશનલ બાસ્કેટબોલ અસોસિએશન ) શરુ થઇ ચુકેલી। માત્ર 17 વર્ષ ની ઉંમરે હાઈ સ્કૂલ માંથી જ એમને ઘી શાર્લોટ હોર્નેટ્સ એ 13 માં ખેલાડી તરીકે ડ્રાફ્ટ કરેલા અને બહુ જ જલ્દી એમને અન્ય એક પ્લેયર માટે લોસ એન્જેલસ લેકર્સ સાથે ટ્રેડ કરવામાં આવ્યા। અને પછી એમની આખી કારકિર્દી દરમ્યાન એ આ જ ટિમ તરફ થી રમ્યા.
પિતા પ્રોફેશનલ ખેલાડી હોવાના કારણે કોબી ને પણ નાનપણ થી જ બાસ્કેટબોલ રમવામાં રસ અને ટીવી પર પણ એમને આ જ એક વસ્તુ જોવી ગમે. એમ કહેવાય છે કે કોબી નાનપણ થી જ બાસ્કેટબોલ ના એટલા ચાહક હતા કે એમના દાદા એમને અલગ અલગ મેચ ની ક્લિપિંગ્સ જોવા માટે મોકલી આપતા જયારે બાળપણ નો વચ્ચે નો અમુક સમય એ ઇટાલી માં રહ્યા અને ત્યાં જ ભણ્યા। કદાચ આ જ કારણ થી એ પોતે અમેરિકન હોવા છતાં બહુ જ સારું ઈટાલિયન બોલી શકતા અને પોતાના ટિમ મેટ્સ સાથે પણ ગેમ ની ચર્ચા કરવા માટે ઇટાલિયન નો ઉપયોગ કરતા જોવા મળતા।
સચિન ની જેમ જ બાસ્કેટબોલ જગત ના અઢળક રેકોર્ડ્સ કોબી બ્રાયન ના નામે નોંધાયેલા છે. ખાસ કરી ને સૌથી નાની ઉંમરે ઘણી બધી વસ્તુઓ હાંસેલ કરવાના રેકોર્ડ્સ। જસ્ટ લાઈક સચિન! સીધા હાઈ સ્કૂલ માંથી જ કોઈ ટિમ માટે પસંદગી થઇ હોય , એવા કોબી પહેલા પ્લેયર બન્યા। શરૂઆત ની મેચ માં એમને બહુ રમવાનો મોકો નહોતો મળતો। પણ જેમ જેમ સમય જતો ગયો , એમની ટિમ ના કોચ ને એમની પ્રતિભા પરખાવા લાગી અને પછી ઇતિહાસ રચવાની શરૂઆત થઇ. બાસ્કેટબોલ જગન ના ઘણા અન્ય રેકોર્ડ્સ ની સાથે કોબી બે વખત ઓલમ્પિક ગોલ્ડ પણ જીતી ચુક્યા છે. એમ કહેવાય છે કે કોબી હંમેશા ખુબ પ્રેકટીસ કરી ને વધુ સારી રીતે બાસ્કેટ બોલ રણવાની અવનવી રીતો શોધ્યા કરતા। કહેવાય છે કે એ પોતાના જ પડછાયા સાથે પ્રેકટીસ કરતા। અને માનતા કે આખી જિંદગી કૈક ને કૈક નવું શીખવા જોવા જાણવા માટે જ છે.
પણ અહીંયા કોને ખબર હતી કે જિંદગી સાવ આટલી નાની નીકળશે?! ગઈકાલે , એટલે કે 26 મી જાન્યુઆરી, 2020 ના દિવસે પોતાની દીકરી જિયાના સાથે એની ટિમ ને બાસ્કેટબોલ શીખવવા જતા રસ્તા માં હેલીકૉપટર ક્રેશ માં એમનું અને એમની દીકરી જિયાના બંનેવ નું અણધાર્યું મૃત્યુ થયું। અને એની સાથે જ બાસ્કેટબોલ જગત ના એક સુવર્ણ પ્રકરણ નો જ અંત નથી આવ્યો, પણ દુનિયા એ એક મહાનતમ એથ્લેટ ખુબ જલ્દી , કોબી ની માત્ર 41 વર્ષ ની ઉંમર માં જ , ગુમાવી દીધો છે. કોબી બ્રાયન પોતાની રમત અને એના થકી દુનિયા ને આપેલી યાદો માં હંમેશા જીવતા રહેશે. ઈશ્વર એમના આત્મા ને શાંતિ અર્પે.

છેલ્લે ,
કદાચ કોબી બ્રાયન ને આ દુનિયા બહુ જ વહેલી છોડી દેવાની હશે , એટલે જ , જેવું હંમેશા બને છે , એમના જીવન નો સિતારો ખુબ વહેલો ઝળહળી ગયો અને પોતાની પાછળ લાખો બાસ્કેટબોલ ખેલાડીઓ માટે આશા , પ્રેરણા અને પ્રકાશ છોડી ગયો.
Excellent post. I was checking constantly this weblog and I’m inspired!
Extremely helpful information particularly the final
part 🙂 I deal with such information a lot.
I used to be seeking this particular info for a very lengthy time.
Thank you and best of luck.
LikeLiked by 1 person
I am glad that you found the information shared useful enough and enjoyed reading it.
LikeLike