માનવ જાત સમક્ષ આવી પડેલી એક નવી મુશ્કેલી – કોરોન વાઇરસ – નું કલ આજ ઔર કલ.

કેન્ડીડ વિપૂજા – ૨૨ જાન્યુઆરી , ૨૦૨૦

જયારે જયારે માનવજાત ને એમ લાગે છે કે સર્વોપરી છે અને એને દુનિયા ની દરેક સમસ્યા નો ટોડ શોધી લીધો છે , એક નવી એવી સમસ્યા ઉભી થાય છે જેનો એની પાસે કોઈ જવાબ નથી હોતો. આ લિસ્ટ માં સૌથી લેટેસ્ટ છે કોરોન વાઇરસ . જેણે ગયા મહિના થી દુનિયાભર ના સમાચારપત્રો અને મીડિયા માં સ્થાન મેળવ્યું છે. આપણે એના માટે વધુ ચિંતિત હોવું જરૂરી છે કારણકે આ વખતે વાત આપણા પાડોશી દેશ ચીન થી શરુ થયેલી છે. અને આ વાઇરસ છેલ્લા મહિના દરમ્યાન ચીન થી દુનિયાભર માં પ્રવાસ કરનાર પ્રવાસીઓ થકી વિશ્વ ના ઘણા દેશો માં ફેલાયો છે. જેમાં અમેરિકા , બ્રિટન , સાઉથ કોરિયા , જાપાન , તાઇવાન અને થાઇલેન્ડ નો સમાવેશ થાય છે.

કોરોન વાઇરસ ની સૌથી પહેલી જાણ ૧૯૬૦ ના વર્ષ માં બ્રિટન માં થયેલી , જયારે એક જ પરિવાર ના બે સભ્યો ની સામાન્ય શરદી અને ઇન્ફેક્શન ની તપાસ માં આ વાઇરસ સામે આવેલો. અને પછી એ જ પરિવાર ના અન્ય સભ્યો માં આ વાઇરસ દ્વારા ગંભીર બીમારી ના લક્ષણો દેખાયેલા. ત્યારથી લઇ ને અત્યાર સુધી માં આ બીજી વખત બની રહ્યું છે કે જયારે કોરોન વાયરસે આટલી ગંભીર હદે માનવજાતિ પાર આક્રમણ કર્યું હોય.

જો તમને યાદ હોય તો ૨૦૦૩ ની સાલ માં SARS વાયરસે દુનિયા ના લગભગ ૮૦૦૦ લોકો ને ચેપ લગાડેલો, જેમના ૧૦% લોકો એ જીવ ગુમાવવો પડેલો.એ પણ એક કોરોન વાઇરસ જ હતો. પણ એનો અત્યારે ફેલાયો છે એના કરતા એ એક અલગ પ્રકાર હતો. આ વાઇરસ મુખ્યત્વે સસ્તન પ્રાણીઓ અને પક્ષીઓ માં જોવા મળે છે. અને ખુબ જવલ્લે જ માણસો ને એનો ચેપ લાગે છે. દુનિયા માં અત્યાર સુધી માં ૬ પ્રકાર ના કોરોન વાઇરસ દેખાઈ ચુક્યા છે અને અત્યારે જે દેખા દઈ રહ્યો છે તે આ કોરોન વાઇરસ નો સાતમો પ્રકાર છે. આ વખતે એમ માનવામાં આવે છે કે આ નવા પ્રકાર નો કોરોન વાઇરસ નો ચેપ ડિસેમ્બર ૨૦૧૯ માંચીન ના વુહાન શહેર ના એક સી ફૂડ માર્કેટ માંથી ફેલાયો છે. જે મુખ્યત્વે ચાઈનીઝ કોબ્રા અને ચાઈનીઝ ક્રેટ પ્રકાર ના સાપ ખાવાથી માણસ ના શરીર માં પ્રવેશ્યો છે.

આ નવા પ્રકાર ના કોરોન વાઇરસ માટે ની કોઈ ખાસ દવા કે રસી શોધાઈ નથી. પણ અત્યાર માટે એને લઇ ને થતી તકલીફો ના ચિન્હો જોઈ ને દુનિયા ના ડોક્ટરો આની સારવાર કરવાની કોશિશ કરી રહ્યા છે અને એના માટે ની સીધી કોઈ દવા વિકસાવવાની કોશિશ પણ ચાલુ છે. સત્તાવાર આંકડા પ્રમાણે ચીન માં અત્યાર સુધી માં આ આ વાઇરસ ના ચેપ ના કારણે ૧૭ લોકો મોટ ને ભેટ્યા છે અને અન્ય ૬૦૦ કરતા પણ વધુ લોકો ને આનો ચેપ લાગ્યો છે. પણ એમ પણ મનાઈ રહ્યું છે કે ખરો આંકડો સત્તાવાર આંકડા કરતા ખુબ મોટો હોઈ શકે છે અને એટલે જ દુનિયા ના પ્રખર દેશો આને લઇ ને ખુબ ચિંતિત છે.

આપણે આને લઇ ને સારક રહેવું જરૂરી છે કારણકે ચીન આપણો પાડોશી દેશ છે. ત્યાંથી અહીંયા આ વાઇરસ ખુબ ઝડપ થી ફેલાઈ શકે છે. તકેદારી ના પગલાં સ્વરૂપે ભારત સરકારે ચીન થી ભારત આવતા દરેક પ્રવાસી નું એરપોર્ટ કે પછી પોર્ટ પર જ થર્મલ મેડિકલ ચેક અપ ફરજીયાત બનાવ્યું છે. પણ તેમ છતાં પાણી પહેલા પણ બંધાવી સારી!

કારણકે આપણે હજી કોરોન વાઇરસ પ્રભાવિત વિસ્તાર માં નથી , એટલે સામાન્ય તકેદારી હેઠળ સી ફૂડ ટાળવું , સ્વચ્છતા જાળવવી , જમતા પહેલા હાથ બરાબર સાફ કરવા અને સેનિટાઇઝર હંમેશા સાથે રાખવું , જેવી બાબતો નું ધ્યાન રાખવું જરૂરી છે. બાકી આ વાઇરસ દર્દી ના સંપર્ક માં આવવાથી પણ ફેલાઈ શકે છે , એટલે વધુ ભયજનક છે. જેથી વધુ જાણકારી માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ની એડવાઈઝરી રીફર કરવી. જેથી ભવિષ્ય ની મુશ્કેલી ટાળી શકાય.

છેલ્લે ,

માનવ જાત માટે આ વાઇરસ એક મહામારી બની શકે એમ છે. એટલે કોરોન વાઇરસ આપણું કરી નાખે એ પહેલા આપણે એનું કરી નાખીએ એ જરૂરી છે. આશા રાખીએ એમાં આપણે જલ્દી જ સફળ થઈએ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: