કેન્ડીડ વિથ પૂજા – ૨૮ ઓગસ્ટ , ૨૦૧૯

રાષ્ટ્રપિતા ગાંધીજી દ્વારા ભારત ના ‘રાષ્ટ્રીય શાયર ‘ નું બિરુદ જેમને મળેલું છે , જેઓ પોતાની રચનાઓ માં સોરઠી લહેકો , ભાષા અને જુસ્સો સાચવી શક્યા છે , જે આવનારી સદીઓ માટે પોતાના સાહિત્ય થાકી અમરત્વ પ્રાપ્ત કરી ચુક્યા છે , એવા ગુજરાત અને ગુજરાતી ભાષા ના ગૌરવ સમા લોક સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણી ની આજે જન્મ જયંતિ છે. તો એ નિમિત્તે એમના વિષે ની કેટલીક વાતો કરવાનું મન છે,
ઝવેરચંદ મેઘાણી નો જન્મ ૨૯ ઓગસ્ટ ના , ૧૮૯૬ ના રોજ ચોટીલા ના બહાર ના વિસ્તાર માં થયેલો. સૌરાષ્ટ્ર – કાઠિયાવાડ ની ધરતી પાર જન્મેલા ઝવેરચંદ પોતાને હંમેશા ‘ પહાડ નું બાળક’ ગણાવતા. પિતા કાલિદાસ ની નોકરી પોલીસ માં હોવાથી એમની વારંવાર બદલી થતી , પણ ઝવેરચંદ નું મોટા ભાગ નું શિક્ષણ રાજકોટ માં જ થયું. ઝવેરચંદ નો જન્મ પણ એવા સમયે થયો જયારે સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડ ની ધરતી એના ખુબ કપરા સમય માંથી પસાર થઇ રહી હતી. એવું કહેવાતું કે એક સમયે જ્યાં દૂધ ની નદીઓ વહેતી હતી એ કાઠિયાવાડ માં એ સમયે એટલી ગરીબી હતી કે એની ૧૫% જેટલી પ્રજા નું આ વણસેલી પરિસ્થિતિ ના કારણે મૃત્યુ થયેલું. આવા કપરા સમય માં ઉછરેલું બાળક કાળજા નું કેટલું કઠણ હોય!
બાળક ઝવેરચંદ ને પહેલેથી જ ભાષા અને સાહિત્ય માં રસ પડતો. માત્ર ૧૨ વર્ષ ની ઉંમરે એમને જીવન ની પહેલી કવિતા ની રચના કરેલી. ત્યારે કદાચ સ્વપ્નેય ખ્યાલ નહીં હોય કે એમનો જન્મ લોક સાહિત્ય ની સેવા કરવા માટે જ થયો છે! પાછળ થી એમને સંસ્કૃત અને અંગ્રેજી , આ બંનેવ ભાષા માં સ્નાતક ની પાડવી મેળવી અને ભાવનગર માં એક શાળા માં શિક્ષક તરીકે જોડાયા. પણ એ જ સમય દરમ્યાન કલકત્તા માં ભાઈ ના પરિવાર માં મુશ્કેલી આવી પડી અને એને સાચવવા માટે ઝવેરચંદ ને સોરઠ છોડી ને કલકત્તા જવું પડ્યું. આ દરમ્યાન કલકત્તા માં પણ એમને એક નોકરી લીધી જ્યાં એમની આવડત અને હોંશિયારી જોતા એમને ઝડપ થી મેનેજર તરીકે પ્રમોશન પણ મળ્યું.

ઝવેરચંદ મેઘાણી નું જીવન હંમેશા સાવ સાદું રહ્યું. એમાં પહેરવેશ માં એક ધોતી , ઘૂંટણ સુધી નો ઝભ્ભો અને માથે પાઘડી જ હોય. જેથી કલકત્તા માં એમની ઓફિસ ના સહ કર્મચારી એમને પ્રેમથી ‘ પઘડી બાબુ’ તરીકે સંબોધતા. આમ જોવા જાવ તો કલકત્તા નો સમય ઝવેરચંદ મેઘાણી ની સાહિત્યિક પ્રવૃત્તિઓ ને વેગ આપવા માટે ખૂબ મહત્વ નો સાબિત થયો. અહીંયા એ રસ્તા પર ની જાહેરાતો વાંચી વાંચી ને બંગાળી ભાષા શીખ્યા. અને એના થાકી રવિન્દ્ર નાથ ટાગોર અને બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાય જેવા મહાન સાહિત્યકારો ના સર્જન ના સંપર્ક માં આવ્યા. આ સાહિત્ય થી એમને પોતાની મૌલિક રચનાઓ કરવા માટેની ઘણી પ્રેરણા મળી. કલકત્તા ની નોકરી ખૂબ સારી હતી પણ કુદરતે એમના માટે કંઈક બીજું જ વિચારી રાખેલું.
૧૯૨૧ ની સાલ માં એ કાઠિયાવાડ પાછા આવ્યા. ૧૯૨૨ માં એમને દમયંતી બહેન સાથે પહેલા લગ્ન કાર્ય. ઉંમર હતી મંદ ૨૪ વર્ષ ની. કલકત્તા ની સફરે લખાવનો ચસ્કો જગાડેલો. એટલે પ્રયોગ માટે એમને ‘સૌરાષ્ટ્ર વીકલી’ નામના સમાચાર પાત્ર માટે પોતાના બે લેખ મોકલી આપ્યા. એડિટર ને આ લેખ એટલા પસંદ પડ્યા કે એમને તાત્કાલિક માં મેઘાણી ને નોકરી પર રાખી લીધા અને અહીંથી એમની ખરી સાહિત્યિક અને પત્રકાર તરીકે ની સફર શરુ થઇ. સોમ થી ગુરુ ઝવેરચંદ મેઘાણી પોતાની નોકરી ને ફાળવતા. અને શુક્ર , શનિ , રવી એ કાઠિયાવાડ ના ગામેગામ ફરી ને લોક વાયકાઓ અને વાર્તાઓ નું સાહિત્ય એકઠું કરતા.
૧૯૨૭ થી ૧૯૨૯ ના બે વર્ષ નો સમયગાળો એ એમની આ સફર માટે ખૂબ મહત્વ નો સાબિત થયો. કારણકે આ સમયગાળા દરમ્યાન જ મેઘાણી એ એમની ખૂબ જાણીતી કૃતિ ‘ સૌરાષ્ટ્ર ની રસધાર’ માટે ગામેગામ ફરી ને લોક વાર્તાઓ એકથી કરેલી. પછી આવી ‘ સોરઠી બહારવટિયા’ . જેના લખાણ એ બ્રિટિશ હકુમત ના પાયા હચમચાવી નાખેલા સાથે માત્ર ગુજરાતી જ નહીં , ભારતીય સાહિત્ય માં મેઘાણી ના નામ નો ડંકો વાગેલો. એ જ સમયગાળા દરમ્યાન એમની ખૂબ જાણીતી રચના ‘ ચારણ કન્યા’ પણ લખાઈ. મેઘાણી એ ચારણ સમાજ ના કંઠસ્થ સાહિત્ય ને પુસ્તક સ્વરૂપ આપવાનું ખૂબ મોટું કામ કર્યું છે. જે થાકી આજે આપણી પાસે ચારણ સાહિત્ય ઉપલબ્ધ છે.

૧૯૩૦ ની સાલ માં મીઠા સત્યાગ્રહ અને ધોલેરા સત્યાગ્રહ વખતે ઝવેરચંદ એ ‘સિંધૂડો’ ની રચના કરી. દેશભક્તિ ના ૧૫ કાવ્યો નો આ સમૂહ પ્રગટ થતા જ દેશભક્તિ નો એવો જુવાળ ઉઠ્યો કે બ્રિટિશ સરકાર એ એના પર પ્રતિબંધ લગાવ્યો અને એની એક એક નકલ ને ઘેર ઘેર થી મેળવી ને એનો નાશ કર્યો. ઝવેરચંદ મેઘાણી ની ધરપકડ થઇ અને ખોટા ગુનાઓ ની કલામ હેઠળ એમને અમદાવાદ ની સાબરમતી જેલ માં રાખવામાં આવ્યા. એ બાદ ગાંધીજી ગાંધી – ઇરવિન સંધિ હેઠળ લંડન માં બીજી ગોળમેજી પરિષદ માં શામિલ થવા રાજી થયા , ત્યારે બ્રિટિશ સરકારે બધા જ રાજકીય કેદીઓ ને છોડવા પર સંમતિ આપી, જેથી મેઘાણી નો બે વર્ષ બાદ જેલ માંથી છુટકારો નિશ્ચિત થયો. પણ એ દરમ્યાન જેલ માંથી જ ગોળમેજી પરિષદ માં જવા માટે ની વાત સ્વીકારતી ગાંધીજી ની મનોસ્થિતિ ને કાવ્ય સ્વરૂપ આપતા મેઘાણી એ એમની અમર કૃતિ ‘ છેલ્લો કટોરો’ ની રચના કરી. (જેમાં ગાંધીજી ને દેશ માટે ઝેર નો કટોરો પી જવાની વાત છે ) જે સાંજે ગાંધીજી લંડન જવા રવાના થવાના હતા , એ જ સમયે આ કવિતા ગાંધીજી સુધી પહોંચી અને બાપુ એ કહ્યું કે ‘ મેઘાણી એ જાણે પોતાના શરીર માં પ્રવેશી ને પોતાની આત્મા નો ભાવ જાણતા હોય એ રીતે આ કવિતા રચી છે’. મહાદેવ ભાઈ દેસાઈ એ ‘નવજીવન’ અને ‘ યંગ ઇન્ડિયા’ માં જયારે બાપુ ની આ વાત વિષે લખ્યું એ પછી દેશ ભાર માંથી આ કવિતા સાંભળવા માટે ની માંગ ઉઠી અને આ જ સમયે ગાંધીજી દ્વારા ઝવેરચંદ મેઘાણી ને ‘ રાષ્ટ્રીય શાયર’ નું બિરુદ આપવામાં આવ્યું.

૧૯૩૨ ની સાલ માં ‘ સૌરાષ્ટ્ર ડેઇલી’ બંધ થયું અને ‘ ફૂલછાબ’ ની શરૂઆત કરવામાં આવી ( જે હાજી આજે પણ કાર્યરત છે) મેઘાણી ‘ફૂલછાબ’ સાથે જોડાયા. દરમ્યાન એમના પહેલા પત્ની નું મૃત્યુ થયું. અને મેઘાણી એ મુંબઈ જવાનું નક્કી કર્યું. આ જ સમયગાળા દરમ્યાન એમની મુલાકાત એમની પ્રેરણા એવા રવીન્દ્રનાથ ટાગોર સાથે પણ થઇ. ત્યારબાદ ૧૯૨૪ ની સાલ માં એ એમના બીજા પત્ની ચિત્ર દેવી ( જે જન્મે નેપાળી અને બાલ વિધવા હતા) ને મળ્યા , લગ્ન કર્યા. ૧૯૩૬ ની સાલ માં ઝવેરચંદ મેઘાણી પાછા ‘ ફૂલછાબ ‘ સાથે જોડાયા. પત્રકાર તરીકે ની એમની કારકિર્દી આગળ વધી અને ૧૯૪૭ ની ૯ મી માર્ચે માત્ર ૫૦ વર્ષ ની ઉંમરે હૃદય રોગ ના હુમલા થી એમનું અચાનક જ મૃત્યુ થયું.

સરદાર પટેલ એ એ સમયે નોંધેલું કે ‘ મેઘાણી ના આમ અચાનક જવાથી ગુજરાત માં જે ખાલીપો ઉભો થયો છે તે ક્યારેય પુરી શકાય એમ નથી. પણ આજીવન જે આઝાદી માટે ઝવેરચંદ મેઘાણી પોતાની કલામ થાકી લડ્યા , જેને પોતાના જીવન કાળ દરમ્યાન જોઈ ના શક્યા , એ આઝાદી હવે ખૂબ જલ્દી મળવાની છે. ‘
લોક સાહિત્ય ક્ષેત્રે મેઘાણી ના જવાથી જે ખાલીપો ઉભો થયો છે તે આજે આટલા વર્ષેય હાજી જેમનો તેમ જ છે. એક ગુજરાતી તરીકે આપણે ઈશ્વર ના ઋણી રહેવું ઘટે , કે આપણી ધરતી પર આ શાયર અને આ સાહિત્યકાર નો જન્મ થયો જેથી આપણી ભાષા વધુ સમૃદ્ધ બની અને એમની કલામે દેશ ની આઝાદી માટે લડતા લોકો ને બળ પૂરું પડ્યું.