ભારતીય સંગીત નો એક મજબૂત આયામ ‘ખૈયામ’. 

કેન્ડીડ વિથ પૂજા – ૨૦ ઓગસ્ટ , ૨૦૧૯ 
ગઈકાલે ભારત ના સુપ્રસિદ્ધ સંગીતકાર ખૈયામ જી ના નિધન ના સમાચાર આવ્યા. સહજ જ મન માં વિચાર આવ્યો કે ભારતીય સંગીત ની દશા બેઠી જ છે. નવું કઈ બનતું નથી , રિમિક્સ ના નામે જુના નો કચ્ચરઘાણ વળે છે અને એક આખી એ પેઢી વિદાય લઇ રહી છે જેમનું કર્ણપ્રિય સંગીત અત્યાર માટે તો આપણો સહારો છે જ!
મોહમ્મદ ઝહૂર ‘ખૈયામ’ હાશ્મી જેમને આપણે સૌ ‘ખૈયામ’ ના નામે જ ઓળખીયે છીએ. ભારતીય સંગીત નો એ એક એવો આયામ છે કે જે સદીઓ સુધી આમ જ અકબંધ રહેવાનો છે. આજે સવારે જ મારા મોર્નિંગ વિડીયો ‘ મોર્નિંગ વિથ પૂજા’ માં મેં વાત કરેલી યુનિવર્સ ની તાકાત વિષે. એક એવી તાકાત કે જે અશક્ય ને પણ શક્ય બનાવે. એક એવી તાકાત કે જે સમગ્ર બ્રહ્માંડ ચલાવે છે. મેં વાત કરેલી કે આપણે કોઈ પણ વસ્તુ જોઈતી હોય એ જયારે આપણે આ અગમ્ય તાકાત પાસેથી માંગીએ , કુદરત પાસેથી માંગીયે અને એને મેળવવા મથ્યા રહીયે તો એ આપણને ચોક્કસ જ મળે જ. ખૈયામ સાહેબ ની વાત માં પણ આવું કૈક થયું છે. 
ખૈયામ સાહેબ નો જન્મ અખંડ ભારત વાળા પંજાબ પ્રાંત માં થયેલો. જન્મ સમય નું એમનું નામ શહાદત હુસૈન હોવાનું પણ ક્યાંક વાંચવામાં આવેલું. ખેર , એમનો પરિવાર ખૂબ શિક્ષિત હતો અને પરિવાર માં ભણતર નું ખૂબ મહત્વ હતું.પણ ખૈયામ સાહેબ ને ભણવું જરાય ગમતું નહીં. એમને ફિલ્મો માં જ રસ પડતો. ભણવું ના પડે અને ફિલ્મો માં એક્ટર તરીકે કામ કરી શકાય એ ઈચ્છા એ લગભગ ૧૨ ૧૫ વર્ષ ના ખૈયામ સાહેબ ભાગી ને દિલ્હી કાકા ના ત્યાં આવી જાય છે. ત્યાં પણ એમને શાળા એ બેસાડાય છે. પણ ભણવા કરતા ફિલ્મો માં રસ વધુ હોવાથી એમના કાકા એમને સંગીત શીખવાની પરવાનગી આપે છે. જ્યાં ખૈયામ સાહેબ પંડિત અમરનાથ પાસે સંગીત શીખે છે.  આ ખૈયામ સાહેબ ના જીવન નો ટ્રેનિંગ પોઇન્ટ.
હવે કુદરત કેવી કમલ કરે છે! દિલ્હી થી લાહોર બાબા ચિશ્તી , કે જે પંજાબી ફિલ્મો ના ખૂબ જાણીતા સંગીતકાર છે, એમની પાસે ખૈયામ સાહેબ ને સંગીત શીખવાની પરવાનગી મળે છે. શરૂઆત ની જ મુલાકાત માં બાબા ચિશ્તી ખૈયામ થી એટલા ખૂશ થાય છે કે એમને પોતાના મદદનીશ તરીકે નોકરી આપે  છે. થોડો સમય આ નોકરી કરી ને ખૈયામ સાહેબ લાહોર છોડી ને મુંબઈ આવે છે હિન્દી ફિલ્મો માં પોતાનું નસીબ અજમાવવા. આ વખતે એની ઉંમર માત્ર ૧૭ વર્ષ ની. 
મજાની વાત ત્યાં છે કે આપણે જેમને મહાન સંગીતકાર ખૈયામ સાહેબ તરીકે ઓળખીયે છીએ એમણે સંગીત ની દુનિયા માં પોતાની કારકિર્દી ની શરૂઆત એમના મિત્ર સંગીતકાર રેહમાન વર્મા સાથે ‘ શર્માજી – વર્માજી’ નામ થી કરેલી. આમાં શર્મા જી એટલે આપણા ખૈયામ સાહેબ . સંગીત આપેલું ૧૯૪૮ ની  ફિલ્મ ‘ હીર રાંઝા ‘ માં. પણ ભારત ના ભાગલા પછી વર્માજી ઉર્ફ રેહમાન વર્મા એ પરિવાર સાથે પાકિસ્તાન જવાનું પસંદ કર્યું અને શર્માજી એ ખૈયામ ના નામ થી એક સ્વતંત્ર સંગીતકાર તરીકે કારકિર્દી ના શ્રીગણેશ કર્યા. 
મારા રેડિયો ના કાર્યકાળ દરમ્યન આશાજી સાથે ના એક ઇન્ટરવ્યૂ માં એમણે ખૈયામ સાહેબ વિષે એક ઇન્ટરેસ્ટિંગ વાત કરેલી. આશાજી કહે છે કે ખૈયામ સાહેબ ખૂબ કડક સંગીતકાર હતા. એમને પોતાની ધૂન માં ગાયક દ્વારા સહેજ પણ છૂટ છાટ લેવાય એ પસંદ નહોતું કારણકે એ બરાબર જાણતા હતા કે એ પોતે શું બનાવી રહ્યા છે. આશાજી એ એક કિસ્સો ટાંકેલો.’ઉમરાઓ જાન’ ના ગીત ‘ઈન આંખોં કી મસ્તી મેં’  ના રેકોર્ડિંગ વખતે ખૈયામ સાહેબે આશાજી ને એક આલાપ અમુક રીતે ગાવાનો કહેલો. જે આશાજી એ પોતાની રીતે થોડો બદલી ને ગાયો. ખૈયામ સાહેબે એને ફરી ને ફરી ત્યાં સુધી રેકોર્ડ કરાવ્યો જ્યાં સુધી એમને જોઈતું કોમ્પોઝિશન રેકોર્ડ ના થયું. આશાજી ને શરુ માં બહુ ખરાબ લાગ્યું કે આવા કેવા સંગીતકાર ! પણ પાછળ થી જયારે એમણે આખું ગીત સાંભળ્યું ત્યારે એમને સમજાયું કે ખૈયામ જી એ કરેલું સૂચન એમના પોતાના સૂચન કરતા વધુ સારું હતું. 
૨૦૧૧ ની સાલ માં ખૈયામ સાહેબ ને સંગીત ક્ષેત્રે પોતાના અદભુત કર્યા બાદલ ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ થી નવાજવામાં આવ્યા. અને ગઈકાલે ભારતીય સંગીત નો આ ઝળહળતા સૂર્ય  ૯૨ વર્ષ ની વયે અસ્ત થયો. જે પોતાની પાછળ આપણા માટે પોતાના સંગીત નો સુવર્ણ વારસો છોડી ને ગયો.   

2 thoughts on “ભારતીય સંગીત નો એક મજબૂત આયામ ‘ખૈયામ’. 

 1. ખય્યામ સાહેબને આ લેખ દ્વારા આપે યથોચિત શ્રદ્ધાંજલિ આપી. … આપે આ લેખથી અમારી બાલ્યાવસ્થાને બેઠી કરી !
  અમે બાળપણથી ખય્યામ સાહેબની ઘણી કર્ણપ્રિય ધુનો સાંભળી અને ગુનગુનાવી પણ ખરી.. પહેલાં તો યાદ આવે દિલીપકુમારનું ફિલ્મ ‘ફૂટપાથ’નું ગીત … ‘શામે ગમકી કસમ..’
  ‘ફિર સુબહા હોગી’ અને ‘શગુન’ પણ લોકપ્રિય. પણ ‘શોલા ઔર શબનમ’ના ‘જીત હી લેંગે બાઝી હમ તુમ ..’ તો તેમના બેનમૂન ગીતોમાંનું એક. ‘ઉમરાવજાન’માં તેમણે આશાજી પાસે જે ગીતો ગવરાવ્યાં, તે તો ભારતીય ફિલ્મ ઇતિહાસમાં માઇલ સ્ટોન બની ગયાં.
  ‘રઝિયા સુલતાન’ માં ‘અય દિલે નાદાં …’ ગીતમાં સંગીત અને સુરથી જે અસર નિષ્પન્ન થાય છે તે ખય્યામ સાહેબની કાબેલિયતને શિખર પર પહોંચાડે છે!
  ખય્યામસાહેબને હાર્દિક શ્રદ્ધાસુમન!

  Liked by 1 person

  1. I am so glad you enjoyed reading my blog and I ciuld bring back all your childhood memories through my writing, keep reading , keep spreading the blog if you like and keep sharing your feedbacks through such wonderful comments. 🙂

   Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: