કેન્ડીડ વિથ પૂજા – ૧૯ ઓગસ્ટ , ૨૦૧૯
આજે વિશ્વ ફોટોગ્રાફી ડે છે ત્યારે મારે ફોટોગ્રાફી ને લઇ ને કેટલીક એવી વાતો તમારી સાથે શેર કરવી છે જે તમે કદાચ પહેલા નહિ જાણી હોય!
વિશ્વ માં સૌથી પહેલી વખત ફોટોગ્રાફ્સ લેવાની પહેલ અથવા એ માટે ના પ્રયત્નો ની શરૂઆત છેક ૧૮ મી સદી માં થયેલી. ૧૭૧૭ ની સાલ માં જ્હોન હેન્રીચ નામ ના એક માણસે કાચ ની બોટલ પર પ્રકાશ થી દ્રશ્યમાન થતી વસ્તુ ની છબી ઝીલવાનો પ્રયત્ન કરેલો. અલબત્ત એ પોતાના પ્રયોગો માં અડધો સફળ થયેલો. કારણકે એ છબીઓ ઝીલી શકતો પણ એને સાચવી શકતો નહિ. અને ભગવાન જાણે કેમ પણ એને એવો વિચાર પણ ના આવ્યો કે આ ઝીલેલી છબી ને કાયમ માટે સાચવવી હોય તો?
આવો વિચાર ૧૮૦૦ ની સાલ ની આસપાસ થોમસ વેજગુડ નામના વ્યક્તિ ને આવ્યો અને એને આ માટેના પ્રયત્નો શરુ કર્યા, પણ એમાં એને સફળતા મળી નહીં. જો કે , ફોટોગ્રાફી ની દુનિયા માં ક્રાંતિ સર્જી શકે એવા કેટલાક ડોક્યુમેન્ટશન એના પ્રયોગો થી ચોક્કસ થયા. અને પછી એ દિવસ પણ આવ્યો કે જયારે વિશ્વ ને એનો પહેલો કાયમ સાચવી શકાય એવો , જેને આપણે ફોટોગ્રાફ કહીયે છીએ એવો ફોટો મળ્યો.
૧૮૨૬ ની સાલ માં જોસેફ નામના એક ફ્રેન્ચ વ્યક્તિ એ ફ્રાન્સ ના બુર્ગન્ડી વિસ્તાર માં આવેલા પોતાના ઘર ની બારી માંથી બહાર ના દ્રશ્ય નો ફોટો કેદ કર્યો. જેને દુનિયા નો સૌથી પહેલો ફોટો માનવામાં આવે છે. પણ આશ્ચર્ય ની વાત એ હતી કે આ ફોટોગ્રાફ ને કેદ કરવા માટે કેમેરા ને અમુક દિવસો સુધી જે ની તે પરિસ્થિતિ માં રાખવો પડેલો. જેથી ચિત્ર સંપૂર્ણ પણે ઝીલી શકાય. જે તમે અહીંયા જોઈ શકશો.

૧૯૩૯ ની સાલ માં જોસેફ ના જ એક સહ કાર્યકર એ વિશ્વ ને સૌથી પહેલી કૉમર્શિયલી ચાલી શકે એવા ફોટોગ્રાફ્સ લેવાની પદ્ધતિ ભેટ ધરી. ત્યારથી અત્યાર સુધી માં ફોટોગ્રાફ્સ અને ફોટોગ્રાફી નું સ્વરૂપ સમયાંતરે બદલાતું રહ્યું છે. ફોટોગ્રાફી એ વિશ્વ ને મળેલી એક એવી અમૂલ્ય ભેટ છે જે આવનારા ભવિષ્ય માટે આપનો ભૂતકાળ જાળવી રાખે છે. યાદો જાળવી રાખે છે. ધીમે ધીમે એવી પણ પદ્ધતિ શોધાઈ કે જેમાં એક ફોટોગ્રાફ લેવા માટે જેમ કલ્લાકો કે દિવસો લગતા એક અમુક મિનિટો પછી સેકન્ડસ અને હવે મિલી સેકન્ડસ લાગે છે.
સેલ્ફી એ ફોટોગ્રાફી નું એવું સ્વરૂપ છે કે જે અત્યાર ના સમય માં ખૂબ લોકપ્રિય છે. વિશ્વભર માં આ પ્રથા છેલ્લા એક દાયકા માં પ્રસિદ્ધ થઇ છે. પણ વિશ્વ નો સૌથી પહેલો સેલ્ફી ફોટોગ્રાફ છેક ૧૮૩૯ ની સાલ માં જ લેવાયેલો. એટલે કે આજથી લગભગ ૧૮૦ વર્ષ પહેલા. જયારે રોબર્ટ કોર્નેલિયસ નામના ફોટોગ્રાફર એ ફિલાડેલ્ફિયા માં પોતે જ પોતાના લેન્સ સામે બેસી જવાનું નક્કી કર્યું. લગભગ એક મિનિટ સુધી પોતાના કેમેરા સામે બેસી ને એને ઉભા થઇ ને પોતાનો લેન્સ કવર કર્યો. પછી જે રિઝલ્ટ મળ્યું , એ વિશ્વ નો સૌથી પહેલો સેલ્ફ પોટ્રેટ ફોટોગ્રાફ બન્યો. જે કૈક આવો દેખાય છે.

BDW, મારો આ ફોટો ખેંચવા માટે નો પૂરો યશ જશ ઠક્કર ને જાય છે.

અને છેલ્લે,
ફોટોગ્રાફી ની કલા ને શોધાયે બે સદી થી પણ વધુ સમય વીતી ગયો છે. આપણા મન મોટા ભાગ ના લોકો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફ્સ થી લઇ ને કલર ફોટોગ્રાફ અને કેમેરા રીલ થી માંડી ને ડિજીટલ ફોટોગ્રાફ સુધી ની સફર ને જાણે છે. પણ મારા હિસાબે શ્રેષ્ઠ ફોટોગ્રાફ્સ હંમેશા કેમેરા ના લેન્સ થી નહીં આપણી આંખો ના લેન્સ થી ઝીલાય છે. જે જિંદગીભર યાદ રહે છે.
સરસ માહિતી.
*આ પેનના પડછાયાથી ચાઇનીઝ મુછ બને છે! 🙂
#OkSorry
LikeLike