કેન્ડીડ વિથ પૂજા – ૧૩ ઓગસ્ટ , ૨૦૧૯

હમણાં ગયા અઠવાડિયે સોશ્યિલ મીડિયા પર મુંબઈ ની ચોપાટી ના અમુક ફોટોગ્રાફ્સ વાયરલ થયેલા. જેમાં વરસાદ ના કારણે દરિયા માં ભરતી આવ્યા પછી દરિયા માંથી જે રીતે પ્લાસ્ટિક નો કચરો બહાર ફેંકાયેલો એની દર્દનાક તસ્વીર હતી. જાને કે દરિયા એ આપણે એનામાં ઠાલવેલા કચરાની ઉલટી કરી હોય એ પ્રકાર ના એ ફોટોગ્રાફ્સ હતા. ભારણાક વાત એ હતી કે આ કચરામાંથી ૯૦ % કચરો માત્ર પાસ્ટિક ની કોથળીઓ નો હતો. આવો જ એક પ્રત્યક્ષ અનુભવ મને થયો અને જે હું જોઈ ને આવી છું એના પછી આજનો આ બ્લોગ લખવો ખુબ જરૂરી છે.
છેલ્લા ૫ દિવસ થી હું પૂના શહેર માં હતી. ગયા આખા અઠવાડિયા દરમ્યાન પૂના અને એની આસપાસ ના વિસ્તાર માં ખુબ વરસાદ પાડવાના કારણે ઠેર ઠેર પાણી ભરાયેલા અને પૂના ની આજુબાજુ ના ડેમ્સ માં થી પાણી છોડાયું હોઈ શહેર ના લગભગ તમામ બ્રિજ પરથી ૩ ૩ ફુટ ઊંચું પાણી વહેતુ હતું, આ પાણી ઓસર્યા પછી જયારે નદી નું તળિયું અને એની આસપાસ ના ઝાડ ઝાંખરાંઓ ફરી એક વાર દેખાયા ત્યારે એની પરિસ્થિતિ માની ના શકાય એવી હતી. અહીંયા માત્ર પ્લાસ્ટિક નો કચરો અને પ્લાસ્ટિક ની કોથળીઓ સિવાય બીજું કઈ જ દેખાતું નહોતું. ચારેય બાજુ માત્ર પ્લાસ્ટિક ના કચરા ની ગંદકી જ હતી.
આ મેં મારી નજરે જોયેલી ઘટના છે. અને ત્યારે મને સમજાયું કે આપણે કઈ હદ સુધી આ પૃથ્વી ને મલીન કરી ચુક્યા છીએ. એ પણ પ્લાસ્ટિક ના કચરા થી. પ્લાસ્ટિક આપણા જીવન માં એ હદે ઘર કરી ગયું છે કે એ હવે આ પરઉઠવી પરથી જીવન નષ્ટ કરીને જ જંપશે. જો આપણે આમ જ વર્તતા રહીશું તો એ દિવસ પણ દૂર નથી કે આપણું અસ્તિત્વ જ ખતમ થઇ જશે.
ઘણા લોકો ને પ્રશ્ન હોય છે કે એવું કેમ થાય. તો એનો જવાબ છે કે પ્લાસ્ટિક એ એવું માનવસર્જિત તત્વ છે કે જે જમીન માં ભળી શકતું નથી. સામાન્ય રીતે કોઈ પણ વસ્તુ જયારે લમ્બો સમય જમીન માં દટાઈ રહે છે ત્યારે એ એમાં ભળી જાય છે પણ પ્લાસ્ટિક માટે આ શક્ય નથી. હજારો વર્ષો પછી પણ પ્લાસ્ટિક જેમનું તેમ રહે છે. અને એના તત્વો જમીન , પાણી અને હવે ત્રણેય નું પ્રદુષણ ફેલાવે છે. કેટલીક જગ્યાએ તો પરિસ્થિતિ એ હદે વણસેલી છે કે પ્લાસ્ટિક ના કચરાએ જમીન માં એક આખું પડ બનાવી દીધું છે, જેથી વરસાદી પાણી અમુક માત્ર થી નીચે ઉતારી જ નથી શકતું!

આનો ઉપાય શું ? સૌથી પહેલો અને સીધો ઉપાય એ કે શક્ય હોય ત્યાં સુધી આપણે પ્લાસ્ટિક ને વાપરવાનું જ બંધ કરવું. ખાસ કરી ને પ્લાસ્ટિક ના ઝભલાઓ કે જેમાં શાક ભાજી , કરિયાના થી મંડી ને દરેક પ્રકાર ની સામગ્રી ને પેક કરાય છે એનો ઉપયોગ ટાળવો. આપણે ત્યાં જુના વખત માં કાપડ ની થેલીઓ વપરાતી. જે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. બીજું , જે જગ્યા એ પ્લાસ્ટિક વાપરવું જરૂરી જ હોય ત્યાં કચરા માં પ્લાસ્ટિક નો કચરો અલગ રાખવો, જેથી એનો અલગ રીતે ઉકેલ લાવી શકાય. આપણે ત્યાં સરકારે પ્લાસ્ટિક ની થેલીઓ ના ઉપયોગ પર પ્રતિબંધ મુક્યો છે. એનો કડક અમલ જરૂરી છે. સરકાર દ્વારા પણ અને આપણા દ્વારા પણ.

અને છેલ્લે,
પ્લાસ્ટિક શોધાયે હાજી ૧૦૦ વર્ષ માંડ થયા છે. અને મને લાગે છે કે આ માનવ જાત ની એ ખતરનાક શોધ માની એક છે જે આપણા વિનાશ નું કારણ બની શકે. એટલે પ્લાસ્ટિક નો વપરાશ બંધ કરવો એ જ આપણા હિત માં છે.
ખુબ જ સરસ અને શીખવા જેવી સાચી વાત કરી, પુજા તમે..! સચોટ લેખ…
LikeLiked by 1 person
આભાર.
LikeLike
પૂજા, આપનો લેખ વાંચ્યો ખરેખર ખુબ જ ચિંતા થાય છે… ચાલો… એવું કહેવાય છે કે Charity begins at home અને સાચે સાચું મેં છેલ્લા 4 મહિના થી અમારા ઘરે પ્લાસ્ટિક નો ઉપયોગ સદંતર બંધ જ કરી દીધો છે.. પરંતુ () મારા તમારા કે આપણા બધાના સહિયારા પ્રયાસ ની જ્યારે ચરમ સીમા આવશે ત્યારે આ અટકશે પરંતુ ત્યાં તો આ પ્લાસ્ટિક ની વિકરાળતા આ ભૂમિ નો ભરડો લઇ ચુકી હશે.. એનું શું?
જુઓ, મને તો એક ટૂંકો ને ટચ રસ્તો એ જ દેખાય છે કે આ પ્લાસ્ટિક થેલીઓ ઉપર વધુ માં વધુ ટેક્સ નાખી ને એટલી મોંઘી કરવી જોઈએ કે યા તો લોકો ઘરે થી કપડા થી થેલી લઇ જતા થાય અથવા તો મોંઘી પ્લાસ્ટિક ની થેલી ખરીદે, (જેમકે 10 રૂપિયા ના કિલ્લો બટેટા માટે 25/- નું ઝભલું ખરીદવું પડશે બોલો જોઈએ છે?) જેટલું સસ્તું મળે છે ને એટલે જ એની કોઈ ને કિંમત નથી ને એટલે જ આ લાવ્યા ને આ ફેંક્યું… એના દ્વારા કેટલું નુકશાન થાય છે પ્રકૃતિ ને એ કોને પડી છે..
અને ફક્ત પ્લાસ્ટિક ના ઝભલા ની જ આ તકલીફ છે એવું નથી હો… જોડે જોડે આ વેફર્સ ના પેકેટ જેવા ખાદ્ય નાસ્તા ના પ્લાસ્ટિક ના પેકેટ્સ નો પણ એટલો જ ઉપાડો છે.. જ્યાં જ્યાં સ્કૂલ્સ હોય એની આજુ બાજુ એ જુઓ તો ત્યાંના કુડેદાન આ પેકેટ્સ ના કચરાથી જ ભર્યા હોય છે… 😦
….. અહીં કોણ ભલા ને પૂછે છે.. એની કોણ બુરા ને પૂછે છે…
મતલબ થી છે બધાં ને નિસ્બત….
બેન… અમુક ચાવીઓ ખુદાએ પોતાની પાસે રાખી છે એ સારું છે…
નહિ તો કોણ ખુદા ને જુકે છે…
LikeLiked by 1 person
Completely agreed to your thoughts.
LikeLike