કેન્ડીડ વિથ પૂજા – ૮ ઓગસ્ટ , ૨૦૧૯

ભારત એ કાશ્મીર રિઝર્વેશન બિલ ને લોક સભા અને રાજ્યસભા બંને માં મંજુર કાર્ય પછી હવે રાષ્ટ્રપતિ શ્રી ના એની પર હસ્તાક્ષર થતા જ એ અમલ માં આવશે. કાશ્મીર થી લડાખ અલગ પડશે, કેન્દ્રસાશિત પ્રદેશ બનશે. ભારત સરકાર ની આ નિર્ણય ઇતિહાસ રચનારો અને ભવિષ્ય બદલનારો ચોક્કસ છે. પણ એમાં કોઈના પેટ માં નજો તેલ રેડાયું હોય તો એ છે પાકિસ્તાન.
ભારતીય લોકસભા માં જ્યારથી આ બિલ પાસ થયું છે , ત્યારથી પાકિસ્તાન માં જાને ભૂકંપ આવ્યો હોય એવી પરિસ્થિતિ છે. કાશ્મીર નો વિશેષ દરજ્જો ખોરવાતા પાકિસ્તાન ને જાણે પોતાનું કોઈ અંગ છીનવાઈ ગયું હોય એવી લાગણી આવી રહી છે. બુધવારે પાકિસ્તાન ના વડાપ્રધાન ઇમરાન ખાન ની આગેવાની માં એમની નાશના સિક્યોરિટી કમિટી ની ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ ગઈ. જેમાં સૌથી પહેલા તો ભારત નો રાજનૈતિક દરજ્જો ઓછો કરવાનો નિર્ણય લેવાયો. ભારત ના ઉચ્ચાયુક્ત ને તાત્કાલિક ઇસ્લામાબાદ છોડવાનો આદેશ આપવામાં આવ્યો. ભારત માંથી પોતાના ઉચ્ચાયુક્ત ને પણ પાકિસ્તાને પાછા બોલાવી લીધા. એની સાથે બંને દેશો વચ્ચે ના વેપાર પર રોક લગાવી . અને હવે વળી એક વાર , એમને ભારત આવતીજતી ફ્લાઈટ્સ માટે પાકિસ્તાન ની એર સ્પેસ બંધ કરવાની જાહેરાત કરી.. સાથે સાથે પાકિસ્તાન ના સ્વાતંત્ર્ય દિવસ ૧૪ મી ઓગસ્ટ ને સૌહાર્દ દિવસ અને ભારત ના સ્વાતંત્ર્ય દિવસ ૧૫ મી ઓગસ્ટ ને બ્લેક ડે તરીકે ઉજવવાનું નક્કી કરાયું.પાકિસ્તાન ઈચ્છે છે કે આ મામલે યુ. એન. દરમ્યાનગીરી કરે અને આમ થતું અટકાવે.
વાત એ છે કે કાશ્મીર ભારત નું અભિન્ન અંગ છે. જે આર્ટિકલ ૩૭૦ રદ્દ થવાથી પાકિસ્તાન ના પેટ માં તેલ રેડાયું છે , એ જ આર્ટિકલ ૩૭૦ મુજબ કાશ્મીર વિશેષ રાજ્ય નો દરજ્જો ચોક્કસ ભોગવે છે . પણ એની સાથે એ ભારત નું અભિન્ન અંગ છે. એ દ્રષ્ટિ એ ભારત પોતાના કોઈ પણ રાજ્ય સાથે બંધારણીય રીતે જે પણ કઈ કરે , એમાં પાકિસ્તાન કે અન્ય કોઈ પણ દેશ ને કેમ વાંધો હોય? અરે એમાં યુ, એન, પણ શું કરે?
આ આપણા ઘર ની વાત છે. આપણે એમાં એક રૂમ રાખીયે , બે રાખીયે કે એક પણ ના રાખીયે , આપણી મરજી. એમાં આપણા ઝઘડાળુ પાડોશી જાતે જ ખોટું લગાડે , જાતેજ બોલવાનું બંધ કરે અને એમ કહેવા માંડે કે આપણે આનો નિર્ણય લેવા માટે કોક ત્રીજા ને વચ્ચે રાખીયે , તો એ કેટલી હાસ્યાસ્પદ ઘટના બને! પાકિસ્તાન નો ઘાટ અત્યારે કૈક આવો જ છે.
બની શકે કે આ મુદ્દે પોતાના બદઇરાદાઓ ને પાર પાડવા એ અન્ય એવા રસ્તાઓ પણ અપનાવે જેની સીધી કે આડકતરી અસર આપણને થાય! ત્યારે એકજુટ થઇ ને . અડગ બની ને , આપણે એની સામે લડવાનું છે. કારણકે દરેક યુદ્ધો માત્ર રણમેદાન માં જ નથી લડતા હોતા. દેશ ભક્ત નાગરિક તરીકે આપણા દરેક ની એ ફરજ છે કે જે પણ કઈ થાય આપણે દેશ અને દેશવાસીઓ ની સાથે રહીયે. બહુ બુદ્ધિજીવી બનીને સરકાર ના પગલાં ને વખોડી નાખો અને એની સામે પાડીએ તો આપણા માં અને પાકિસ્તાન માં શું ફરક? આ તો માત્ર વાત છે બાકી અમુક તમુક લોકો ના નકારાત્મક વલણ થી પણ દેશ કે દેશ વાસીઓ ને હવે કોઈ ફરક નથી પાડવાનો.
અને છેલ્લે ,
પાકિસ્તાન : આમે તમારી સાથે દ્વિપક્ષીય વેપાર બંધ કરીએ છીએ , અમારી એર સ્પાસ તમારા માટે બંધ કરીએ છીએ , અમે તમારો રાજનૈતિક દરજ્જો પણ ઘટાડીયે છીએ.
ભારત : ઈસમે તેરા ઘાટા , મેરા કુછ નહીં જાતા….