કેન્ડીડ વિથ પૂજા , ૭ ઓગસ્ટ , ૨૦૧૯

૧૪ મી ફેબ્રુઆરી , ૧૯૫૨ ના દિવસ હરિયાણા ના અંબાલા માં એક સ્વયંસેવી સંઘ ને વરેલા પરિવાર માં એક બાળકી નો જન્મ થયો. નામ રખાયું સુષ્મા. સુષ્મા શર્મા. પિતા સંઘ ના પ્રખાત પ્રચારક હોવા ના કારણે સુષ્મા ને નાપાન થી જ રાજકારણ અને દેશ ભક્તિ ના સંસ્કાર મળેલા. જેમ જેમ મોટી થતી ગઈ એને પણ રાજકરં માં રસ જાગ્યો. એણે પંજાબ વિશ્વવિદ્યાલય માંથી પોલિટિકલ સાયન્સ માં પોતાનો અભ્યાસ પૂરો કર્યો અને આગળ કાયદો ભણવાની શરૂઆત કરી. આજ સમયગાળા દરમ્યાન સુધીમાં શર્મા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ માં પણ જોડાઈ. વર્ષ હતું ૧૯૭૦ નું. અને અહીંયા થી એના રાજકીય જીવન ની સફર શરુ થઇ. ત્યારે કોને ખબર હતી કે આ છોકરી એક દિવસ ભારત ની વિદેશ મંત્રી તરીકે ફરજ બજાવશે.
ત્યાર બાદ ૧૯૭૩ ની સાલ માં એ સ્વરાજ કૌશલ ના સંપર્ક માં આવી જે તે સમયે જ્યોર્જ ફર્નાન્ડિસ જેવા મોટા કાળ ના નેતાઓ સાથે ઘરોબો ધરાવતા હતા. ૧૯૭૫ માં સુષ્મા શર્મા અને સ્વરાજ કૌશલ ના લગ્ન થયા અને સુષ્મા શર્મા બન્યા સુષ્મા સ્વરાજ. એમના પતિ સ્વરાજ કૌશલ સુપ્રીમે કોર્ટ માં વકીલ હતા. કટોકટી ના સમય માં સ્વરાજ કૌશલ જ્યોર્જ ફર્નાન્ડિસ ના વકીલ હતા. અને એ રીતે સુષ્મા સ્વરાજ પણ જ્યોર્જ ફર્નાન્ડિસ ની ડિફેન્સ ટીમ માં શામેલ થયા. ૧૯૭૭ માં કટોકટી સમયે જયારે જ્યોર્જ ફર્નાન્ડિસ ની ધરપકડ કરી ને એમને મુઝફ્ફરપુર ની જેલ માં પુરવામાં આવ્યા, ત્યારે એમને ત્યાંથી જ ચૂંટણી લડવાનું નક્કી કર્યું . અને સુષ્મા સ્વરાજ એ મુઝફ્ફર નગર જઈ ને જ્યોર્જ ફર્નાન્ડિસ વતી એમના ફોટા સાથે ઘરે ઘરે જઈ ને પ્રચાર કર્યો. જ્યોર્જ ચૂંટણી જીતી ગયા. અને આમ આ સુષ્મા સ્વરાજ ની પહેલી જીત સાબિત થઇ.
એ જ વર્ષે એમને જાણતા પક્ષ ની ટિકિટ પરથી હરિયાણા વિધાનસભા ની ચૂંટણી લડી , જીતી અને માત્ર ૨૫ વર્ષ ની ઉંમરે સુષ્મા સ્વરાજ હરિયાણા ના સૌથી નાની વાય ના કેબિનેટ મંત્રી બન્યા. ૧૯૮૪ ની સાલ માં એ ભાજપ માં જોડાયા. સચિવ બન્યા , મહા સચિવ પણ બન્યા અને રાજકારણી તરીકે ની કામગીરી ચાલુ રાખી. ૧૯૯૬ ના વર્ષ માં વાજપેયી જી ની ૧૩ દિવસ ની સરકાર માં એ માહિતી અને પ્રસારણ મંત્રી હતા . અને એમણે સૌપ્રથમ વાર લોકસભા નું જીવંત પ્રસારણ કરાવવા નો ઐતિહાસિક નિર્ણય લીધેલો.
૧૯૯૮ ની સાલ માં સુષ્મા સ્વરાજ જી ને દિલ્હી ના પહેલા મહિલા મુખ્યમંત્રી બનવાનું ભાગ્ય પણ સાંપડ્યું. એના પછી કોંગ્રેસ ની સરકાર આવી અને ૨૦૦૯ ની સાલ માં ફરી એક વાર એન ડી એ વતી એમણે વિપક્ષ ના નેતા તરીકે ની જવાબદારી સ્વીકારી. વર્ષ ૨૦૧૪ માં મોદી સરકાર માં સુષ્મા સ્વરાજ ને ભારત ના વિદેશ મંત્રી બનવાની તક સાંપડી, જે રીતે એમણે ૫ વર્ષ સુધી દેશ ના વિદેશ મંત્રી તરીકે ની જવાબદારી નિભાવી એ આપણા દરેક ના હૃદય ને સ્પર્શી ગઈ.
ઘણી બધી બાબતે સુષ્મા સ્વરાજ નવો ચીલો ચીતરનાર રાજકારણી રહ્યા છે. જેમકે દિલ્હી ના પહેલા મહિલા મુખ્યમંત્રી , લોકસભા નું પહેલી વખત જીવંત પ્રસારણ કરવાનો નિર્ણય કે પછી સોશ્યિલ મીડિયા ના ઉત્તમ ઉપયોગ દ્વારા ભારત ના વિદેશ મંત્રી તરીકે કઈ કેટલાય ભારતીયો અને અન્ય દેશો ના નાગરિકો ની ભારત સંબંધી સમસ્યાઓ ના ઉકેલ નું એમણે કામ કર્યું છે. મિલેનિયમ જનરેશન માટે એ એક એવા રાજ નેતા બન્યા જેની સાથે એ લોકો સીધું જોડાણ અનુભવી શકતા. જેમનું કામ એ માત્ર એક ટ્વિટ ના સહારે પાર પાડતા.

ગઈકાલે રાત્રે જયારે સુષ્મા સ્વરાજ ના મૃત્યુ ના સમાચાર આવ્યા ત્યારે એ સખત આઘાત લઇ ને આવ્યા. કદાચ આખા દેશ માટે! આજે જયારે એ પંચમહાભૂત માં વિલીન થવા જઈ રહ્યા છે ત્યારે ભારત ને એક ખુબ સારા વક્તા , મજબૂત નેતા અને વિશ્વ સ્ટાર પાર ભારત અને ભારતીય મહિલા ની છબી ને મજબૂત કરનારા આ સન્નારી ની ખોટ સાલશે. ઈશ્વર એમના શ્રીમતી સુષ્મા સ્વરાજ ના આત્મા ને શાંતિ અર્પે.