કાશ્મીર પુનર્ગઠન બિલ નો વિરોધ કેમ હોય ? એક પ્રજા તરીકે આપણે શું કરવું? 

કેન્ડીડ વિથ પૂજા , ૬ ઓગસ્ટ , ૨૦૧૯ 

ગઈકાલે રાજ્યસભા માં જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બિલ બહુમતી થી પસાર થયું. આજે મોટાભાગે લોકસભા માં પણ એ પસાર થઇ જશે અને પછી કાશ્મીર નો ઇતિહાસ જે હતો તે , એના ભવિષ્ય ની રાહ ચોક્કસ બદલાઈ જશે. આ પગલું લેવા માટે સરકારે પોતાના ભવિષ્ય ની જરા પણ ચિંતા કર્યા વગર જે પ્રમાણે કામ કર્યું છે એ ચોક્કસ કાબિલે તારીફ છે. એના માટે ખૂબ હિમ્મત જોઈએ. સાથે વિરોધીઓ નો સખત વિરોધ કરવાની ક્ષમતા પણ જોઈએ. કદાચ સરકાર એ જાણે છે કે આવનારો સમય ખૂબ કઠિન હશે, પણ તેમ છતાં જો દેશ હિત માટે જે પણ કઈ જરૂરી હોય એ કરવું સરકાર ની ફરજ છે અને સરકાર એ બખૂબી નિભાવી રહી છે. 
હવે આવી આપણી વાત. આપણા ગૃહ પ્રધાન અમિત શાહ એ જે ક્ષણ થી સરકાર ના આ નિર્ણય ની ઘોષણા કરી છે, ત્યારથી સોશ્યિલ મીડિયા પર આપણી ક્રેએટિવે કૉમેન્ટ્સ નો રાફડો ફાટ્યો છે. મેં એક કોમેન્ટ એવી પણ વાંચી કે ‘ આવનારી પેઢીઓ ગર્વ સાથે કહેશે કે કાશ્મીર ને ભારત માં જોડવા માટે મારા બાપ દાદાઓ એ ફેસબુક અને ટ્વીટર પર જોરદાર લડત આપેલી.’ બે ઘડી ની ગમ્મત અને જાહેર માં દેશભકરી દર્શાવવા સારું આ કૉમેન્ટ્સ બરાબર છે. પણ હવે પછી નો સમય ખરેખર ખૂબ કપરો હોવાનો છે. 
મેહબૂબ મુફ્તી અને ઓમર અબ્દુલા જેવા નેતાઓ ની ધરપકડ કરી ને એમને નજરકેદ રાખવામાં આવ્યા એ પછી એમના સમર્થકો અને પરિવાર જાણો એવા સવાલ ચોક્કસ ઉઠાવવાના જ કે ‘ જો આ આખી કવાયત કાશ્મીર અને કાશ્મીરીઓ ના ભલા માટે થઇ રહી છે તો પછી અમને જાનવરો ની જેમ નજરકેદ માં શા માટે રાખો છો? શા માટે અમને આ વાત ની કે પછી રાજ્ય ના રાજ્યપાલ ને પણ આ વાત ની પહેલેથી જાણ નહોતી ? ‘ આનો જવાબ આપણે સૌ જાણીયે છીએ કે આ નેતાઓ શાંતિપૂર્ણ રીતે આખી પ્રક્રિયા પુરી ના જ થવાદે એવી સરકાર ને ખાતરી હતી. પણ તેમ છતાં ક્યાં સુધી સરકાર એમને નજરકેદ  રાખી શકે? 
આ નિર્ણય ના વિરોધ માં જેટલા પણ લોકો સડકો પર ઉતરી આવશે કે એની સામે જે હિંસા થશે , જે દેખાવો થશે , એ બધા સામે લડવા માટે આપણા જવાનો એ શહીદી વહોરવી જ પડશે! એવું ય બને કે આમાં ઘણા નિર્દોષ કાશ્મીરીઓ પોતાનું ઘણું બધું ગુમાવી દે. પણ જેમ શ્રી કૃષ્ણ કહે છે તેમ મોટા ધર્મ ની રક્ષા કરવા માટે હંમેશા નાના બલિદાનો આપવા પડતા હોય છે. અહીંયા પણ એવું જ કાંઈક છે. કાશ્મીર ના ભવિષ્ય ને સુધારવા માટે અત્યારે આરપાર ની લડાઈ લડી લેવાનો સમય આવી ગયો છે.  કાશ્મીર ના આ કોકડા ના કાયમી ઉકેલ માટે ક્યારેક અને કોઈકે તો કઠોર થવું જ પડશે! તો આજે આજની સરકાર થઇ રહી છે. જેનો આપણે સાથ આપવો જ પડે! 
જયારે ભારત જેટલા એક આખા મોટા દેશ નો વાત હોય , જયારે કાશ્મીર જેવા દુનિયા ના સૌથી વધુ ડિસ્પ્યુટેડ વિસ્તાર ની વાત હોય , જેને લઇ ને ભારત પાકિસ્તાન વચ્ચે બે યુદ્ધ લડાઈ ચુક્યા હોય , જે ભૂમિ છેલ્લા ૩૦ વર્ષ થી સતત આતંકવાદ નો સામનો કરી રહી હોય , એવી સમસ્યા નો ઉકેલ એમનેમ થોડો આવી શકે? એના માટે ચૂકવવી પડતી કિંમત મોટી હોવાની જ. અને આપણે એ ચૂકવવા તૈયાર રહેવું જ પડશે. સંયમ જાળવવો પડશે આપણી વાણી અને વર્તન ઉપર. સહિષ્ણુ બનવું પડશે એ લોકો પ્રત્યે જે આ લડાઈ નો સીધો હિસ્સો બનશે. શાંતિ જાળવવી પડશે આપણી આસપાસ ના વિસ્તારો માં. આપણે ચોક્કસ પણે એક પરિપક્વ પ્રજા તરીકે વર્તવું પડશે.  
અને છેલ્લે, 
આપણે ત્યાં કે કહેવત એવી છે કે ‘કડવો ઘૂંટડો તો માં જ પાય’ 
જે લોકો જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બિલ નો વિરોધ કરી રહ્યા છે એમને સમજવું પડશે કે આ કડવો ઘૂંટડો છે. એક વાર પીધા પછી જ સમસ્યા નો ઉકેલ આવશે. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: