કેન્ડીડ વિથ પૂજા – ૨૬ જુલાઈ, 2019

હું લગભગ ૭ માં ધોરણ માં હોઈશ જયારે આપણે પાકિસ્તાન સામે કારગિલ યુદ્ધ લડેલા. હું સ્કૂલ માં જાઉં ત્યારે મિત્રો એના વિષે ભેગા થઇ ને રોજ નવી નવી વાત કરતા એ મને યાદ છે. એ વખતે એટલું સમજાયેલું કે આ યુદ્ધ આપણા દુશ્મન દેશ સામે લડાઈ રહ્યું છે જે આપણા દેશ માં ખોટી રીતે ઘુસપેઠ કરી ચુક્યા છે. વધુ ટેન્શન અને એક્સાઇટમેન્ટ એટલે પણ ફીલ થતું કારણકે પરિવાર ના એક સદસ્ય ખરેખર માં ઇન્ડિયન એરફોર્સ વતી સરહદ પાર તૈનાત હતા અને યુદ્ધ નો હિસ્સો હતા. ( એમની પાસેથી જ પાછળ થી યુદ્ધ ની જે અમુક રોમાંચક વાતો સાંભળી છે એ ક્યારેય નઈ ભૂલી શકું) અને પછી એ દિવસ આવ્યો જયારે ૩ મહિના થી સતત લડતા આ યુદ્ધ માં લગભગ ૬૦૦ જવાનો ની શહીદી વહોર્યા પછી ભારતે યુદ્ધ જીતી લીધું, એ દિવસ હતો ૨૬ જુલાઈ, ૧૯૯૯.
આજે ૨૬ જુલાઈ , ૨૦૧૯ , કારગિલ યુદ્ધ ની જીત ને બરાબર ૨૦ વર્ષ પુરા થયા છે. આજનો દિવસ કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવા માં આવે છે કારણકે ‘ઓપરેશન વિજય’ ને આજના દિવસે ૨૦ વર્ષ પહેલા સફળતાપૂર્વક પર પાડવામાં આવેલું. ત્યારે આજાન દિવસે તમારી સાથે કારગિલ યુદ્ધ ને જોડાયેલી કેટલીક એવી વાતો શેર કરવી છે જે તમને ચોક્કસ ગર્વ અપાવે.
૧) ભારત અને પાકિસ્તાન વચ્ચે કુલ ત્રણ યુદ્ધો લડયા છે. જેમનું કારગિલ એકમાત્ર એવું યુદ્ધ છે કે જે ૨ મહિના કરતા પણ વધુ સમય માટે લદાયેલું અને એનું ટીવી પર લાઈવ પ્રસારણ પણ થયેલું,
૨) પાકિસ્તાન એ પોતાના સૈનિકો ને ભારત ના લડાખ ના કારગિલ – દ્રાસ વિસ્તાર માં LOC ની અંદર મોકલેલા. એમનો ઈરાદો લડાખ ને ભારત થી અલગ પડી , દરેક પ્રકાર ના સંપર્કો કાપી ને યુદ્ધ નો માહોલ સર્જવાનો હતો.
૩) જયારે ભારત સરકાર ને પાકિસ્તાન ની આ ઘૂસણખોરી વિષે જાણ થઇ ત્યારે પાકિસ્તાન ના સૈનિકો પર્વત ની ટોચ પર હતા અને ભારતીય સૈનિકો એ નીચેથી ચાંદાં પર લડાઈ કરવાની હતી ટોચ પર રહેલા સૈનિકો માટે આ ખુબ અનુકૂળ પરિસ્થિતિ હતી . તેમ છતાં ભારત સરકાર અને ભારતીય સેનાએ એ સફળતા પૂર્વક ‘ઓપરેશન વિજય’ પર પડ્યું અને કારગિલ પાછું મેળવ્યું.
૪) ખરા અર્થ માં ભારતીય સેના ને પાકિસ્તાની ઘૂસણખોરો વિશેની સૌથી પહેલી માહિતી કારગિલ વિસ્તાર માં રહેતા એક ગરીબ ખેડૂતે આપેલી. એ ખેડૂતે થોડા દિવસ પહેલા જ ૧૦૦૦૦ રૂપિયા માં એક નવું યાક ખરીદેલું . જે ગાયબ હતું. આ યાક ને શોધવા માટે આ ખેડૂતે જંગલ અને પર્વત પર શોધ આદરેલી. જેમાં યાક તો મળ્યું સાથે એને પાકિસ્તાની ઘૂસણખોરો પણ જોયા અને તાત્કાલિક માં ભારતીય સેના ને આની માહિતી આપી.
૫) ૧૯૯૮ માં ભારત અને પાકિસ્તાન બંનેવ દેશો એ પોતાની પરમાણુ તાકાત ની ચકાસણી કરેલી અને દુનિયા ને ચોંકાવી દીધેલી. આ ઘટના થી કષમકીર મુદ્દો વધુ ઉગ્રતા થી સપાટી પર આવેલો. પણ ત્યારબાદ બંનેવ દેશો એ ફેબ્રુઆરી ૧૯૯૯ માં લાહોરે ડીક્લેરેશન પર હસ્તાક્ષર કર્યા જે મુજબ બંને દેશ કાશ્મીર મુદ્દે શાંતિપૂર્ણ ઉકેલ લાવવા માટે સંમત થયા. પણ ત્યાર બાદ પાકિસ્તાને કારગિલ વિસ્તાર નજીક પોતાના સૈનિકો નો ખડકલો શરુ કર્યો. એમની ઈચ્છા સિયાચીન ગ્લેશિયર પર કબ્જો જમાવી ને લડાખ ને કાશ્મીર થી અલગ પાડવાની હતી. પણ અંતે મે ૧૯૯૯ માં યુદ્ધ શરુ થયું જે ૨૬ જુલાઈ ૧૯૯૯ એ પૂરું થયું.
૬) કારગિલ યુદ્ધ વિષવું નું એવું પહેલું યુદ્ધ હતું કે જે બે એવા દેશો વચ્ચે લડાયું હોય જે પરમાણુ તાકાત થી સજ્જ હોય.
૭) કારગીલ યુદ્ધ માં બંનેવ તરફ થી લગભગ ૨૫૦૦૦૦ જેટલા બૉમ્બ ઝીંકાયા હતા. એવું મનાય છે કે બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વ માં પહેલી વખત કોઈક યુદ્ધ માં આટલા મોટા પ્રમાણ માં દારૂગોળા નો ઉપયોગ થયેલો. જેમાં છેવટે ભારતે જીત હાંસલ કરી.
૮) ૧૯૯૯ ના કારગિલ યુદ્ધ પછી કપ્તાન વિક્રમ બત્રા , કમાન્ડર મેજર મનોજ કુમાર પાંડે , યોગેનદર સીંગ યાદવ અને રાઇફલ મેન સંજય કુમાર ને કારગિલ ટોચ પર પહોંચી ને એને કબ્જે કરવા માટે પ્રતિષ્ઠિત પરમવીર ચક્ર થી નવાજવામાં આવેલા. એવું કહેવાય છે કે યુદ્ધ માં વિજય મેળવ્યા પછી કપ્તાન વિક્રમ બત્રા બોલેલા , ‘યેહ દિલ માંગે મોર’ જે પાછળ થી પેપ્સી ની ટેગલાઈન બનેલી.
૯) કારગિલ યુદ્ધ માં ભારત તરફ થી સરહદ પર ૭૦૦૦૦૦ સૈનિકો ને તૈનાત કરવામાં આવેલા. અને આ યુદ્ધ ભારતીય સૈન્ય ના એ વખત ના વાળા વેદ પ્રકાશ મલ્લિક ની આગેવાની હેઠળ લડાયેલું.

અને છેલ્લે,
આ યુદ્ધ માં દેશ ની અને આપણા સૌ ની સુરક્ષા માટે શાહિદ થયેલા એ ૫૨૪ વીર સપૂતો ને શત શત વંદન. અને એ ૭૦૦૦૦૦ સૈનિકો અને એમના પરિવારો ને સલામ.
વાહ… ખુબ જ સરસ લેખ… હું ખરેખર આપના શબ્દો અને વિચારોનો ફેન છુ… ઘણી વખત એમ થાય કે કંઈ પણ થાય એક વાર આપને મળીને મારા વિચારો પણ શેર કરું અને તમારી સાથે સાહિત્યની સાથે સમાજ સેવા/જાગૃતતાનો સત્સંગ કરું…!
LikeLike