
ગઈકાલ થી અત્યાર સુધી માં ‘દંગલ’ અને ‘સિક્રેટ સુપરસ્ટાર’ ફિલ્મો થી સ્ટાર બનેલી અભિનેત્રી ઝાયરા વસીમ એ પોતે બોલિવૂડ છોડવાના નિર્ણય ની એક લાંબી લચક સોશ્યિલ મીડિયા પોસ્ટ લખી ને દેશ ભર માં દંગલ મચાવ્યું છે. એ બોલિવૂડ છોડે છે એની સામે કોઈ વાંધો ના હોય પણ હજી તો માંડ તરુણાવસ્થા વટાવેલી આ છોકરીએ પોતાનું ફિલ્મો નું કામ છોડવા માટે જે કારણ આપ્યું છે , બબાલ એને લઇ ને છે.
ઝાયરા વસીમ એ પોતાની લાંબી પોસ્ટ માં લખ્યું છે કે એ આ કામ અને આ ઇન્ડુસટ્રી છોડવા માંગે છે કારણકે આ કામ એ એને એના ધર્મ થી દૂર કરી છે. એના ઈશ્વર થી વિખુટી પાડી છે અને એ પોતે રસ્તો ભટકી ગઈ હતી. એને જેટલા સમય સુધી આ કામ કર્યું એટલો સમય એ સતત પોતાની જાત સાથે મનોમંથન માં હતી કે શું એ બરાબર કરી રહી છે કે નહીં! એને એમ પણ લખ્યું છે કે પોતે જે અસમંજસ માંથી પસાર થઇ રહી હતી એમાંથી બહાર નીકળવાનો રસ્તો એને કુરાન અને અલ્લાહ જ બતાવી શકે એમ છે. એટલા માટે એને આ ઇન્ડુસટ્રી અને આ કામ છોડવાનો નિર્ણય કર્યો છે.
તમને પેલી વાર્તા યાદ છે? જેમાં બે માણસો મૃત્યુ પછી ઈશ્વર પાસે જાય છે. પહેલો માણસ સમાજ સેવા ના ક્ષેત્ર માં કામ કરતો હોય છે. જેનું કામ જ લોકો ની મદદ કરવાનું છે. સમાજ ના ઉદ્ધાર નું છે. છતાં એને નર્ક માં જગ્યા મળે છે. અને બીજો માણસ જે છે એ કસાઈ છે. એનું કામ રોજ જ કત્લ કરવાનું છે. છતાંય એને સ્વર્ગ માં જગ્યા મળે છે. આ જોઈ ને પહેલો માણસ ભગવાન ને રોષ થી પૂછે છે કે મેં આખી જિંદગી સમાજ સેવાનું કામ કર્યું તો મને નર્ક માં મોકલાય છે અને આ તો અમારા ગામ નો કસાઈ છે તોય એને સ્વર્ગ નસીબ થાય છે? ત્યારે ભગવાન એ ખૂબ શાંતિ થી પહેલા માણસ ને જવાબ આપ્યો કે તારા સમાજ સેવા ના કામ માં તે માણસો નું ભલું કરવાના નામે કેટલો ભ્રષ્ટાચાર આદર્યો? કેટલા ગરીબ લોકો ના પૈસા ખાધા અને કેટલી અનીતિ વાપરી?! સાથે મને કેટલી વાર યાદ કર્યો? જયારે આ માણસ કસાઈ હોવા છતાં નીતિ થી ધંધો કરતો. જાનવરો ની કતલ કરવી એ એનું કામ હતું છતાં ધ્યાન રાખતો કે એનાથી એમને ઓછા માં ઓછી પીડા થાય. રોજ સવાર સાંજ પોતાના કામ માટે દિલ થી એ મારી માફીઓ માંગતો અને મને અચૂક યાદ કરતો! ગરીબ અને જરૂરિયાત વાળા માણસો ને એ પોતાના થી બનતી મદદ પણ કરતો.હવે તું જ નક્કી કર કે કોની જગ્યા ક્યાં હોવી જોઈએ!
કામ અને ધર્મ એ બેઉ તદ્દન અલગ અલગ બાબતો છે. નીતિ ના રસ્તે ચાલી ને કરેલું દુનિયા નું કોઈ કામ એવું કેવી રીતે હોઈ શકે જે તમને તમારા ધર્મ થી અલગ પાડી શકે? મને જો મારા ધર્મ પ્રત્યે ખૂબ આદર છે , હું જો એને ખૂબ શ્રદ્ધા પૂર્વક અનુસરું છું , તો મારે મારા કામ ને પૂજાવું જ રહ્યું! એ કામ કે જેને મને નામ અને દામ બંને અપાવ્યા છે. જેના થાકી હું એ જગ્યા એ પહોંચી શકી કે જ્યાં ઉભા રહી ને હું જયારે કોઈ વાત કરું ત્યારે એ રાષ્ટ્રીય સ્તર ના સમાચાર બને!અને આ બધા પછી પણ જો હું એ કામ થી ખુશ ના જ હોઉં અને એને છોડવું જ માંગતી હોઉં , તો શું એ જરૂરી છે કે હું છોડી ને જઈ રહી છું એની હું આ રીતે રીતસર ની જાહેરાત કરું?
અને છેલ્લે,
અહીંયા જે રીતે આખી વાત ને મુકવામાં આવી છે એ જોતા બીજો પ્રશ્ન એ પણ થાય છે કે શું આ વાત ને આ રીતે મુકવી જરૂરી હતી? જવાબ જો હા માં હોય , તો પૂછવું જ રહ્યું કે આ શેની તૈયારી હતી?
બિલકુલ સાચી વાત કહી… આ જાણે પબ્લિસીટી સ્ટંટ હોય એવું મને તો લાગ્યું…. જાણે એને બોલિવૂડમાં કામ પણ કરવું છે અને નામના પણ જોઈએ જ છે… પણ નવું કંઈ મળ્યું નહીં હોય એટલે લાઈમ લાઈટમાં આવવા માટે આ ઓહાપોહ મૂક્યો માર્કેટમાં…. બાજી આપણી પોતાના ધર્મ માટેની આસ્થા અને શ્રદ્ધા એટલી તકલાદી નથી કે નાની નાની વાતમાં ખોરવાઈ જાય…
LikeLiked by 1 person