
આજે મારા લગ્ન ની વર્ષગાંઠ છે. સાત વર્ષ ના મારા લગ્ન જીવન માં મને ક્યારેય આટલી બધી શુભેચ્છાઓ નથી મળી જેટલી આજે મળી. થૅન્ક્સ ટૂ સોશ્યલ મીડિયા. મારી લખેલી આ વાત તમારા સુધી પહોંચી રહી છે એનો મતલબ કે તમે આ પ્લેટફોર્મ નો સારી રીતે ઉપયોગ કરી જાણો છો.
સોશ્યિલ મીડિયા એ એક અદ્દભુત પ્લેટફોર્મ છે. એણે સમગ્ર વિશ્વ ને સાવ જ નાનું બનાવી દીધું છે. દુનિયા ભાર ના લોકો એક જ પ્લેટફોર્મ પર આવી ને પોતાના સરખા ઇન્ટરેસ્ટ ની કે શોખ ની વાતો એકબીજા સાથે વહેંચે , એના પર ચર્ચા કરે , ચળવળ ઉપાડે ( ઘણા કિસ્સાઓ માં એના ઠોસ પરિણામો આવ્યા હોય એમ પણ બન્યું છે. દા.ત. જેસિકા લાલા કેસ) , અવાજ ઉઠાવે . આ કામ કરવા માટે ગાંધીજી એ આખા ભારત નું પગપાળા ભ્રમણ કરવું પડેલું. જે હવે સાવ આમ જ સહજ શક્ય બને છે. મિત્રો , સાગા સંબંધીઓ સાથે સંપર્ક માં રહી શકાય છે. એક સાથે ઘણા બધા લોકો સુધી ખૂબ ઓછા સમય માં પહોંચી શકાય છે. જો તમારી પાસે સારું કન્ટેન્ટ છે તો તમે આંખ ના પલકારા માં એને દુનિયા સુધી પહોંચાડી શકો છો. પરદેશ માં તો સોશ્યિલ મીડિયા થકી લોકો પોતાના ઘર ચલાવે છે. ( આપણા દેશમાંય ખરું! )
સામે એના ગેરફાયદા પણ એટલા જ છે. ઘણી વાર એવું લાગે છે કે સોશ્યિલ મીડિયા જાણે કે એક યુદ્ધ મેદાન છે અને આપણે એના યોદ્ધાઓ.આ પ્લેટફોર્મ નો વિવેકપૂર્વક ઉપયોગ ના કરતા લોકો જે પોતાની રજેરજ ની માહિતી અહીંયા શેર કરે છે , શું એ લોકો જાણતા હશે કે એ પોતાના માટે કેટલી મોટી મુસીબત ઉભી કરી રહ્યા છે? અમુક સર્વે પ્રમાણે છેલ્લા થોડા સમય માં મનોચિકિત્સકો પાસે એવા કેસ વધી રહ્યા છે જેમાં લોકો ને દારૂ અને જુગાર ની જેમ સોશ્યિલ મીડિયા ની પણ લત લાગી હોય અને એની સારવાર લેવી પડે એ હદે વાત વણસી હોય. સોશ્યિલ મીડિયા નો વધુ પડતો ઉપયોગ અદેખાઈ અને ઈર્ષ્યા ચોક્કસ વધારે છે એ વાત હવે વૈજ્ઞાનિક રીતે પુરવાર થઇ ચૂકી છે. ઘણી વાર વાત એ હદે આગળ વધે છે કે અમુક એપ્લિકેશન્સ અને ફીચર્સ ને બંધ કરાવવા માટે ન્યાયાલયો એ દખલગીરી કરવી પડે છે.
અહીંયા સવાલ કોઈ પણ વસ્તુ ના વિવેકપૂર્ણ ઉપયોગ માટે ની જે તે વ્યક્તિ અથવા પ્રજા ની વિવેકબુદ્ધિ નો છે. સિક્કા ની બે બાજુ ની જેમ જ , દરેક વસ્તુ ના સારા નરસા બંને પાસ હોય છે. પસંદગી આપણી છે કે આપણે એના કયા પાસા નો ઉપયોગ કરવો છે.એક વ્યક્તિ તરીકે જ્યાં સુધી તમારા પર નિયંત્રણ લાદવામાં ના આવે ત્યાં સુધી એનો બેફામ ઉપયોગ કરી લેવો એ માનસિકતા કેટલી હદે યોગ્ય છે? સ્વ નિયંત્રણ ( સેલ્ફ કંટ્રોલ) દરેક બાળક ને નાનપણ થી જ શીખવવા જેવી ખૂબ મહત્વ ની બાબત છે. પછી એ સોશ્યિલ મીડિયા માટે હોય કે બીજી કોઈ પણ બાબત માટે.
અને છેલ્લે,
આજે ઇન્ટરનેશનલ ડ્રગ અબ્યુઝ ડે છે. સમગ્ર વિશ્વ માં કોઈ પણ પ્રકાર ના નશીલા પદાર્થોના સેવન અને એના વળગણ સામે જાગૃતિ ફેલાવવા માટે આ દિવસ ઉજવાય છે. આમ હાજી સુધી તો દારૂ અને અન્ય નશીલી દવાઓ અને પદાર્થો ના સેવન નો જ સમાવેશ કરાયો છે. જો આપણે આપણી વિવેકબુદ્ધિ ના વાપરી તો એ દિવસ દૂર નથી કે આ લિસ્ટ માં સોશ્યિલ મીડિયા નો પણ સમાવેશ કરવો પડશે.
Happy Anniversary
LikeLiked by 1 person
Thank you very much
LikeLike