
આજ ના છાપા માં આર્જેન્ટિના ની એક કોર્ટે આપેલા અનોખા અને ખુબ જરૂરી એવા ચુકાદા ના સમાચાર છે. વાત એમ છે કે , આર્જન્ટિના માં એક પતિ એ પોતાની પત્ની ૬૦ વર્ષ ની થતા જ તેને તરછોડી દીધી. આ પત્ની એ પોતાનું ઘર , બાળકો અને પતિની જવાબદારી ઉઠાવવા માટે માસ્ટર્સ ડિગ્રી હોવા છતાં કારકિર્દી ની ઉપ્પર પોતાની જવાબદારીઓ ને સ્વીકારી. આ કેસ માં જજે ચુકાદો આપ્યો કે ૨૭ વર્ષ પત્ની એ ઘર કામ કર્યું એ બદલ પતિ એ પત્ની ને લગભગ પોણા બે કરોડ રૂપિયા ચૂકવવા પડશે.
દુનિયા ના લગભગ દરેક દેશ માં આ સમસ્યા છે. પુરુષ ઘર ની બહાર નીકળી ને કામ કરે એટલે પૈસા કમાઈ શકે. અને સ્ત્રી ઘર માં રહી ને ઘર ની જવાબદારી ઉપાડે ત્યારે એને કામ ગણવામાં આવતું નથી. કારણકે એના પૈસા મળતા નથી. ‘જજ ફામા એ પોતાના ચુકાદા માં એમ લખ્યું છે કે પત્નીઓ ની પતિ પર ની આર્થિક નિર્ભરતા એક એવો મુદ્દો છે જેને કારણે સ્ત્રીઓ ને દબાવી દેવામાં આવે છે. ‘
આમ જોવા જાવ તો આમાં બે મુદ્દા છે . એક તો એ કે નાનપણ થી સ્ત્રીઓ નો ઉછેર જ એ રીતે કરાય છે કે ઘરકામ એ એની સૌથી પહેલી જવાબદારી છે અને એ જ એના માટે સૌથી મહત્વ ની બાબત છે. અને બીજું એ કે પુરુષો નો ઉછેર એ રીતે કરાય છે કે ઘરકામ એ એનું કામ નથી અને જેના પૈસા નથી મળતા એ કામ જ મહત્વ નું નથી. જેના થાકી એક એવા સમાજ ની રચના થઇ છે કે સ્ત્રીઓ મોટા ભાગે એક જોતા હાંસિયા માં ધકેલાઈ છે.
આમાં સ્ત્રી અને પુરુષ ના સમાન અધિકાર કે પછી ફેમિનિસ્ટ હોવાની વાત કે ચર્ચા નથી. ચર્ચા સાચા ઉછેર અને કામ ની વહેંચણી ની છે. નાનપણ થી જ છોકરી હોય તો એને રસોડા તરફ વળતા શીખવાય છે અને છોકરા ને ઘર ની બહાર નીકળવાની છૂટ અપાય છે. શું એ શક્ય નથી કે કોઈ છોકરી ને રસોડા માં કામ કરવું જરાય ના પસંદ હોય અને બહાર ના કામ માં એ ખૂબ પાવરધી હોય! શું એ શક્ય નથી કે કોઈ છોકરા ને નોકરી કરવા માં રસ ના જ ના હોય અને એની ઈચ્છા ઘરકામ કરવાની હોય! બાળક જયારે એની વધતી ઉંમર માં હોય છે ત્યારે એ બાળક જ હોય છે , છોકરો કે છોકરી નહીં. એટલે ‘એણે આમ જ કરાય ને આમ ના જ કરાય’ એ વિચાર સાથે જયારે એનો ઉછેર થાય ત્યારે એ કેટલી હદે યોગ્ય છે?
હમણાં જ થોડા દિવસો પહેલા જ ‘આમિર ખાન પ્રોડક્શન’ ના બેનર હેઠળ આમિર ખાન ના પત્ની કિરણ રાવ એ આ જ વિષય પર દસ સેકન્ડ ના અમુક વિડિઓ બનાવેલા જે આપણા સમાજ ની માનસિકતા નો ચિતાર આપે છે. જો હાજી સુધી તમે એ ના જોયા હોય તો એ અચૂક જોવા લાયક છે.
ના કરે નારાયણ અને જો એક દિવસ એવો આવે કે ઘર ની સ્ત્રી ઘરકામ કરવાનું છોડી દે કારણકે એ કામ માટે ના તો એને પૈસા મળે છે ના કોઈ ક્રેડિટ, તો શું થશે? શું આપણે પુરુષો ને એટલા પગભર બનાવ્યા છે કે એ સવાર ની ચા થી માંડી ને પોતાનું દરેક કામ પોતાની જાતે કરી શકે? સામે પક્ષે , શું આપણે સ્ત્રીઓ ને એટલી પગભર બનાવીએ છીએ કે એ પોતાની ઈચ્છા મુજબ કામ ની પસંદગી કરી શકે ? અથવા એવું કરવા માટે પોતાનો માટે આપી શકે? જો આ બંને સવાલો ના જવાબ ના હોય તો ભવિષ્ય માટે આપણે કેવા સમાજ ની રચના કરી રહ્યા છીએ?
અને છેલ્લે,
હું એક એવા દંપત્તિ ને ઓળખું છું કે જેમાં પતિ રિટાયર્ડ આર્મી ઓફિસર છે અને પત્ની ગૃહિણી છે. માજા ની વાત એ છે કે તમે જયારે એમને પહેલી વાર મળો ત્યારે બંનેવ જાણ ખૂબ આત્મવિશ્વાસ અને ગર્વ સાથે પોતાની ઓળખાણ આપે , પોતે શું કામ કરે છે એના વિષે ની માહિતી આપે. ત્યાં સુધી કે એ દંપત્તિ એ પોતાના વિઝિટિંગ કાર્ડ્સ છપાવ્યા છે. જેમાં પત્ની નું પણ વિઝિટિંગ કાર્ડ છે. ખૂબ ગર્વ સાથે એમાં એમના નામ ની નીચે લખેલું છે ‘HOUSEWIFE’ .
very nice artical…
LikeLiked by 1 person
Beautiful… To the point… Nailed it!
LikeLiked by 1 person