
આજે એક એવા દેશ વિષે વાત કરવી છે કે જે GDP એટલે કે Gross Domestic Product નહીં પણ GNH એટલેકે Gross National Happiness ના કોન્સપટ માં માને છે. આ દેશ ની દરેક પોલિસીઓ એ દેશ ના નાગરિકો ની ખુશી (happiness ) ના ઈન્ડેક્સ ને ધ્યાન માં રાખી ને બનાવવા માં આવે છે. અને આમાં સૌથી વધુ મહત્વ એ પર્યાવરણ ને આપે છે.
આ દેશ એટલે ભારત અને ચીન વચ્ચે આવેલું ટચુકડું ભૂટાન. આપણે ભૂટાન ને એક ટ્રાવેલ ડેસ્ટિનેશન તરીકે જોઈએ છીએ. પણ એ સિવાય આ દેશ ની સરકાર અને અહીંના રાજા એ એ કરી બતાવ્યું છે જે વિશ્વ નો અન્ય કોઈ દેશ નથી કરી શક્યો.. શું તમને ખબર છે ભૂટાન વિશ્વ નો એકમાત્ર કાર્બન નેગેટિવ દેશ છે? હવે તમને સવાલ થાય કે એટલે શું ? તો એનો સાવ સામાન્ય મતલબ એ થાય છે કે આ દેશ માં જેટલો કાર્બન ડાયોક્ષાઇડ પેદા થાય છે એનાથી વધુ ઓક્સિજન નું ઉત્સર્જન થાય છે. અને એ પણ ત્યારે કે જયારે આ દેશ ચારેય બાજુ થી ભારત અને ચીન જેવા વિશ્વ ના બે સૌથી વધુ કાર્બન ડાયોક્સાઇડ પેદા કરતા દેશો થી ઘેરાયેલો છે.
હવે સવાલ એ છે કે ભૂટાન જેટલો ટચુકડો દેશ આ કેવીરીતે કરી શક્યો ? જવાબ ફરીથી બહુ જ સિમ્પલ છે. અહીંની પ્રજા અને સરકાર પર્યાવરણ ને સાજુંથી વધુ અગ્રીમતા આપે છે. પોતાના દેશ ના પર્યાવરણ અને જંગલો ને નુકશાન થાય એવું કોઈ કામ અહીંના લોકો ને મંજુર નથી. પછી ભલે ને એ દેશ ના ‘વિકાસ’ ની આડે જ કેમ ના આવતું હોય! મને એ જાણી ને બહુ આનંદાશ્ચર્ય થયું કે આની શરૂઆત આ દેશ ના વડાપ્રધાન ના એક આહવાન થી થયેલી જેને ત્યાંની પ્રજા એ ઝીલી લીધું.
ભૂટાન ના વડાપ્રધાને નક્કી કર્યું કે આપણે દેશ માં એવું વાતાવરણ ઉભું કરીયે જેથી આપણે કાર્બન ન્યુટ્રલ દેશ બની શકીએ અને બગડતા જતા વિશ્વ ના પર્યાવરણ ને વધુ નુકશાન ના પહોંચાડીયે. આ કરવાનો એક જ રસ્તો હતો. જેમ બને એમ વધુ વૃક્ષો વાવો અને પ્રદુષણ ફેલાવતા બળતણ નો ઉપયોગ ઘટાડો. આ દેશ ની જનતા એ આ વાત એટલી સહર્ષ સ્વીકારી અને એટલા વૃક્ષો વાવી ને એનું જતન કર્યું કે આજે કાર્બન ન્યુટ્રલ ને બદલે આ દેશ કાર્બન નેગેટિવ દેશ બન્યો છે. લક્ષ્ય હતું કે દેશ માં ઓછા માં ઓછી ૬૦% જમીન માં જંગલો હોવા જોઈએ. આજે એ આંકડો ૭૨% એ અટક્યો છે. જેના પરિણામે એ કાર્બન નેગેટિવ દેશ બન્યો છે. ભૂટાન દર વર્ષે ૧.૫ મિલિયન ટન કાર્બન પેદા કરે છે પણ સામે ૬ મિલિયન ટન કાર્બન એબ્સોર્બ કરે છે. સાથે અહીંયા હાઈડ્રો ઇલેક્ટ્રિક પાવર ના વપરાશ પાર ભાર મુકવામાં આવ્યો. સરકાર દ્વારા ઇલેક્ટ્રિક થી ચાલતી ગાડીઓ અને સ્કુટરો નું વિતરણ કરવામાં આવ્યું, અને આ લક્ષ્યાંક હાંસિલ કરતા એમને લગભગ દસ વર્ષ થયા.
વિકાસ ની આંધળી દોટ નહીં લગાવી ને , દેશ ના પર્યાવરણ અને પ્રજા ની ખુશહાલી ને માપદંડ બનાવી ને , નવી નીતિ ઓ અમલ માં મૂકી ભૂટાન ની સરકાર અને પ્રજા બંનેવ સમગ્ર વિશ્વ માટે એક ઉદાહરણ બની રહી છે.
આ વાત અત્યારે એટલા માટે કરવાની કારણકે ચોમાસુ બેસી ગયું છે. આપણા ઘર ની આસપાસ અને જ્યાં શક્ય હોય ત્યાં વૃક્ષો વાવવાનો અને એનું જતન કરી ઉછેરવાનો આનાથી વધુ સારો સમાજ બીજો કોઈ ના હોઈ શકે.

અને છેલ્લે,
આ વાંચ્યા અને જાણ્યા પછી હાજી પણ જો આપણે પોતાના નામે એક વૃક્ષ નવા વૃક્ષ ની જવાબદારી ના લઇ શકીએ , તો આપણે આ પૃથ્વી માટે બોજ છીએ.
ખુબ સરસ અને જરૂરી વાત ઉયાઠાવી તમે પુજા…! ખરેખર આપણાં દેશને આ રસ્તે વિચારવાની જ નહીં પણ કામ કરવાની જરૂર છે…!
LikeLiked by 1 person
ખુબ સરસ અને જરૂરી વાત ઉઠાવી તમે પુજા…! ખરેખર આપણાં દેશને આ રસ્તે વિચારવાની જ નહીં પણ કામ કરવાની જરૂર છે…!
LikeLike