
પહેલો વરસાદ..
આ એક ઘટના સાથે કેટલી બધી બાબતો જોડાયેલી છે. કેટલી બધી લાગણીયો જોડાયેલી છે. કેટલી બધી યાદો જોડાયેલી છે. આ પૃથ્વી પાર વસતા દરેક જીવ માટે પહેલો વરસાદ ખૂબ ખાસ છે. આજે જયારે મોટા ભાગ ના લોકો પહેલા વરસાદે કોઈક ને કોઈક રીતે ભીંજાય હશે , ત્યારે મન માં આનંદ ની એક લહેરખી ચોક્કસ દોડી ગઈ હશે. મારા હિસાબે મોટા થયા પછી વરસાદી પાણી માં ભીંજાવા કરતા વધુ યાદો અને લાગણીઓ માં ભીંજાવાનું થાય છે.
આજે આમાંથી તમે કઈ યાદે ભીંજાયા ? બાળપણ માં વરસાદ પડે એટલે કાગળ ની હોળી બનાવવા માટે ચોપડા ના પણ ફાડ્યા ની યાદો કે મિત્રો સાથે પાણી ના ખાબોચિયા માં છબછબિયાં કરી ને ભીંજાવા નો આનંદ , કે પછી કોઈક ખાસ સાથે લોન્ગ ડ્રાઈવ ની મજા , કે મિત્રો અને પરિવાર સાથે મકાઈ , ભજીયા , મેગી ની જયાફત ની યાદો , કે રેડિયો પાર વાગેલા તમારા મનપસંદ ગીત ને માનવાની ઘટના!
મજાની વાત એમ છે કે યાદો ને કોઈ એક્સપાયરી ડેટ નથી હોતી. પણ એની સાથે બીજી મજાની વાત એ પણ છે કે જયારે આપણે એ આનંદ નો સમય જીવી રહ્યા હોઈએ છીએ ત્યારે આપણને ક્યારેય નથી સમજાતું કે આપણે ભવિષ્ય માટે કેટલી સુંદર યાદો બનાવી રહ્યા છીએ. અહીંયા વાત પ્રત્યેક ક્ષણ નો આનંદ લૂંટવા માત્ર ની છે, પછી ભલે ને તમે ગમે ત્યાં ગમે તેવી તેવી પરિસ્થિતિ માં હોવ. કારણકે વીતી ગયેલી ક્ષણ વળી પાછી ક્યારેય નથી આવવાની!
આજની ફાસ્ટ લાઈફ માં આપણે એવા અટવાયા છીએ કે આવી નાની નાની ક્ષણો અને ક્ષુલ્લક બાબતો માંથી મળતી મોટ્ટી મોટ્ટી ખુશીયો અને ભવિષ્ય ની યાદો બનાવવા ના મોકા આપણે વારંવાર ગુમાવી રહ્યા છીએ. જે આપણને છેવટે એકલતા તરફ ધકેલે છે.ગઈકાલે જ મેં સુધા મૂર્થી નું એક સરસ વાક્ય ક્યાંક વાંચ્યું. ‘
મારી વાત સાથે જો સહમત થતા હોવ તો આ ક્ષણ થી જ શરૂઆત કરો. આટલા સરસ વાતાવરણ માં પ્રિયજન માટે માત્ર એક એસ એમ એસ કે વૉટ્સ અપ જ કાફી છે તમારા સંબંધ માં પ્રાણ ફૂંકાવા માટે. સખત ભાગદોડ માંથી થોડો સમય પોતાની જાત ને આપી જુવો. મનગમતા શોખ અજમાવી જુવો. મિત્રો સાથે આમ જ મળવાનું રાખો. કોઈ કારણ વગર જીવન ને ઉજવી જુવો. તમારી પાસે જે નથી એના કરતા જે છે એના માટે ઈશ્વર નો આભાર માની જુવો. ગમતું પુસ્તક વાંચવાની શરૂઆત કરી જુવો . કોઈ ના ચહેરા પાર સ્મિત લાવી શકાય એવો નાનકડો પ્રયત્ન કરી જુવો. જે નથી આવડતું એવું કૈક નવું શીખી જુવો.
અને છેલ્લે ,
ધોધમાર પડતા વરસાદ માં પહેલા ની જેમ આમ જ ભીંજાઈ જુવો. જો આજનો વરસાદ તમને ના ભીંજવી શકતો હોય તો સમજજો કે તમે માત્ર શ્વાસ લઇ રહ્યા છો , જીવી નથી રહ્યા!
ખૂબ જ સરસ વાત કરી… પુજા… ખરેખર તમારા “મોર્નિંગ વીથ પુજા” શો ના શબ્દો સાંભળવાનું જેટલું ગમ્યું હતું એટલું જ ગમે છે તમારા આ શબ્દો અને વિચારોને વાંચવાનું… આજના આ શબ્દો મને ભાવનાઓમાં ભીંજવી ગયા… મને મારા પ્રેમની યાદ આવી ગઈ…. વરસાદ અને ચોમાસાની આ ઋતુ મારા સૌથી મનપસંદ… તમારા શબ્દોએ મને વરસાદમાં ભીંજયા વિના ભીંજાવાની મજા આપી… આભાર… ધન્યવાદ… અને વંદન…!
LikeLiked by 1 person
True.
LikeLike