કેન્ડીડ વિથ પૂજા – ૧૭ જૂન . 2019

હમણાં જ, થોડા સમય પહેલા, મારે મારા ડોક્ટર ને મળવાનું થયું. ઘણા વખત થી એક બીજાનો પરિચય હોવાથી અમારો સંબંધ એટલો ગાઢ ચોક્કસ બન્યો છે કે અમે ડૉક્ટર અને પેશન્ટ વચ્ચે થતી વાતચીત થી વધુ વાતો કરીએ જયારે મળીએ ત્યારે. આ વખતે એમને અમસ્તા જ કહ્યું કે આ ઇન્ટરનેટે દાટ વાળ્યો છે. લોકો એના પર થી માહિતી વાંચી ને આવે છે અને જાણે કે ખાસ અમારી પરીક્ષા લેવા આવ્યા હોય એવું વર્તે છે. અમુક એવી માહિતી મેળવવા ની અપેક્ષા રાખે છે કે જે ખૂબ ટેક્નિકલ હોય અને સામાન્ય માણસ માટે સમજવી જરા અઘરી હોય.  એમની બીજી ફરિયાદ એ પણ હતી કે હવે લોકો માં સહનશક્તિ ઘટી છે. પરિસ્થિતિ સ્વીકારવાની માનસિકતા ઘટી છે, ઉગ્રતા વધી છે. લોકો સમજવા જ તૈયાર નથી હોતા કે આખરે એ પોતે(ડોક્ટર્સ) પણ માણસ છે, સાક્ષાત ભગવાન નહીં. 
ડોક્ટર્સ નું કામ દર્દી ની સારવાર કરવાનું હોય છે, એમને સાજા કરવાનું નહીં. સારવાર કાર્ય પછી જો કોઈ દર્દી સાજો ના થાય તો એનો આધાર ઘણી બધી બાબતો પર રહેલો છે. એના માટે માત્ર ડોક્ટર્સ ને જવાબદાર ગણવા યોગ્ય નથી.  હમણાં નજીક ના જ ભૂતકાળ માં દેશ માં ડૉક્ટર પર થયેલા હુમલા ની ઘટના આપણા સમાજ ની બદલાયેલી માનસિકતા નો ચિતાર આપે છે. એક સમાજ તરીકે આપણે વધુ ઉગ્ર , વધુ અસ્વસ્થ અને વધુ નબળા બન્યા છીએ. 
શું તમે ક્યારેય એવા કોઈ પ્રોફેશન માં કામ કર્યું છે જયારે તમારે તમારા અંગત દુઃખો , સુખો અને પરિસ્થિતિઓ ને બાજુ પર મૂકી ને તટસ્થતા થી , લોકો માટે , એમની ખુશહાલી માટે કામ કરવાનું હોય? એ દુનિયા નું સૌથી અઘરું કામ છે.  ડોક્ટર્સ નું પ્રોફેશન પણ કૈક આવું જ છે. ક્યારેય એમની જગ્યા એ પોતાની જાત ને મૂકી જોઈએ તો સમજાય. બીજો એક ચિંતા નો વિષય એ પણ છે કે આપણે હવે દરેક ને એક જ લાકડીએ હાંકતા થયા છીએ. કોઈ એક અથવા અમુક ખરાબ કે ખોટા અનુભવો ના આધારે આખી કૉમ્યૂનિટી પ્રત્યે અમુક ધારણા બાંધી લેવી કેટલી હદે યોગ્ય છે? દરેક વ્યક્તિ એ અમુક અનુમાનો બાંધી લેતા પહેલા પોતાની જાત ને પૂછવા જેવો આ સવાલ છે. 
અને છેલ્લે, 
શું તમને એ સમય યાદ છે કે જયારે ડોક્ટર્સ ના પ્રોફેશન ને ખુબ આદર પૂર્વક જોવામાં આવતું? આપણા વડીલો પાસે થી આપણે દરેકે ‘એમના જમાના ના’ હોંશિયાર ડોક્ટર્સ ની વાર્તાઓ સાંભળી હશે. સવાલ એ છે કે જો આપણી ઉગ્રતા આમ જ ચાલતો રહી અન્રે માનસિકતા આટલી જ કટ્ટર રહી , તો આપણે આપણી આવનારી પેઢી ને કેવી વાર્તાઓ સંભળાવીશું?

2 Comments Add yours

 1. બિલકુલ સહમત… તમારી આખી વાત વાંચી અને સો ટકા સહમત છું અને સાથે એક વાત ઉમેરવા માંગું છું કે કોઈપણ વાતના વિરોધ રૂપે હડતાળ અને હડતાળના નામે કામગીરી રોકી દેવું કેટલું યોગ્ય??? હોસ્પિટલના ડોક્ટર્સનુ ઉદાહરણ લઈને કહું તો આ ડોક્ટર્સે હડતાળના નામે ચિકિત્સા રોકી એના કરતાં હોસ્પિટલના ખર્ચે જ વગર પૈસા લીધે ચિકિત્સા શરૂ કરીને સંચાલકો અને પ્રશાસનને કહ્યું હોત કે જો અમારી સુરક્ષાની માંગ પૂરી ન થઈ તો અમે તમારા (હોસ્પિટલ અને પ્રશાસનના) ખર્ચે ઈલાજ કરીશું… ભલે તમારો ખર્ચો વધે… મને લાગે છે આ ઉપાય કારગર સાબિત થાત… ખર્ચ બચાવવા અને પૈસા આવે એ ચક્કરમાં માંગ પૂરી થઈ જાત… અને ચિકિત્સા કામ પણ ચાલુ રહેત… શું કહો છો તમે??

  Like

  1. RJ Pooja says:

   that is an another subject altogether to have a discussion on.

   Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s