
ગુડ મોર્નિંગ
આજે ૫ મી જૂન , વિશ્વ પર્યાવરણ દિવસ .
ગયા વર્ષે હું લગભગ આજ સમયગાળા દરમ્યાન એક ખુબ જાણીતા નેશનલ ઓથર ને મળેલી. એમની સાથેના એક સંવાદ નું સંચાલન મેં કરેલું. એમની સાથેની વાતચીત માં મને જાણવા મળ્યું કે આમ તો એ કાયમી દિલ્હી ના રહેવાસી છે પણ એમને હમણાં છેલ્લા ૨ ૩ વર્ષ થી એમના બાળકો ને આસામ ની કોઈ એક બોર્ડિંગ સ્કૂલ માં ભણવા મુક્યા છે. કારણ? કારણ જાણી ને તમને નવાઈ લાગશે. એમને દિલ્હી ના એર પોલ્યુશન થી કંટાળી ને , પોતાના બાળકો શ્વાસ માં તાજી અને ચોખ્ખી હવા લઇ શકે એ હેતુ થી બાળકો ને પોતાના થી દૂર રાખવાનો નિર્ણય કર્યો. કામ ના કારણે એ અને એમના પતિ શહેર છોડી શકે એમ નથી. પણ બાળકો ને શું કામ ગૂંગળાવવા ?
બીજા એક અનુભવ માં , હાજી ગયા જ વર્ષે હું એક એવી જગ્યા એ ગયેલી કે જેની હવા વિશ્વ માં સૌથી ચોખ્ખી હવા ઓ માની એક ગણાય છે. જગ્યા નું નામ છે ઝેરમટ. સ્વિટ્ઝર્લૅન્ડ અને ઇટાલી ની સરહદ પાર આવેલા આ ગામ ની હવા એટલી શુદ્ધ છે કે ત્યાં ની એક લીટર હવા આંતરરાષ્ટ્રીય બજાર માં ૧૭૦ ડોલર ના ભાવ થી વેચાય છે. શુદ્ધ હવા નો વેપાર થાય છે. આ શહેર માં વાહનો ના ઉપયોગ પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે. તમને અહીંયા માત્ર સાઇકલ , ઘોડાગાડી અને બેટરી થી ચાલતા વાહનો જ જોવા મળશે. મોટા ભાગે લોગો પગપાળા જ ચાલે છે.
આ વાત આજે એટલા માટે કરવાની કારણકે આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ ની યુ.એન. ની થીમ છે એર પોલ્યુશન , હવા નું પ્રદુષણ. વિશ્વ ના સૌથી વધુ પ્રદુષિત એવા ૧૦ શહેરો માંથી ૭ શહેરો ભારત ના છે. અહીંની હવા એટલી પ્રદુષિત છે કે જેમાં શ્વાસ લેવું ખુબ જોખમભર્યું છે. વિકાસ ની આંધળી દોટ આપણને કઈ અધોગતિ તરફ લઇ જઈ રહી છે તે તમે અને હું આ આંકડા પરથી ખુબ સારી રીતે સમજી શકીયે એમ છીએ.
આ વર્ષે ભારત સરકાર ના પર્યાવરણ ખાતા એ એક સંસ્થા સાથે મળી ને આ અંગે જાગૃતિ ફેલાવવા માટે બોલિવૂડ ના જાણીતા કેટલાક કલાકારો સાથે એક ગીત બનાવ્યું છે. ઈન્ટરનેટ પાર ખૂબ સરળતા થી એને જોઈ શકાય એમ છે. પણ એક માત્ર ગીત બનાવી ને જાગૃત્તિ ફેલાવવા માટે હવે ખૂબ મોડું થઇ ચૂક્યું છે. હવે એ સમય છે કે જો કામ નહિ થાય તો આપણે આપણી આવનારી પેઢી માટે આ પૃથ્વી ને નર્ક બનાવી ને છોડીશું.
તમે અને હું આમા શું કરી શકીએ? જેમ બને એમ વાહનો નો ઉપયોગ ઘટાડી શકીએ. પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરી શકીએ. સાઇકલ કે પછી બેટરી થી ચાલતા વાહનો ને પ્રાધાન્ય આપી શકીએ. કાર પૂલિંગ કરી શકીએ. આપણા રોજિંદા જીવન, વર્તન અને આદતો માં એવા નાના બદલાવ લાવી શકીયે જે આપણને ઘણા મોટા સુધારા તરફ દોરી જાય.