
ગુડ મોર્નિંગ.
આજ થી એક નવી શરૂઆત કરવી છે. તમારી સાથે એવી વાતો વહેંચવી છે કે જે મને ક્યાંક ને ક્યાંક સ્પર્ષી હોય કે પ્રેરણાદાયી લાગી હોય. જેમાંથી હું કંઈક શીખી હોઉં, જેણે મને હકારાત્મકતા થી ભરી દીધી હોય. તો આજ ની વાત કંઈક આ પ્રમાણે છે.
હમણાં જ ક્યાંક ઈન્ટરનેટ પર વાંચ્યું એક એવી સ્કૂલ વિષે કે જ્યાં બાળકો ને ભણાવવા ની ફી તરીકે પ્લાસ્ટિક વેસ્ટ સ્વીકારાય છે. તમારા કાં સુધી પણ આ વાત પહોંચી જ હશે અને જો ના પહોંચી હોય તો હું પહોંચાડું.
આસામ ના ગુવાહાટી શહેર ની બહાર નો ભાગ. જ્યાં મુખ્તાર અને પ્રમિતા ‘અક્ષર સ્કૂલ’ ચલાવે છે. આ પતિ પત્ની અમેરિકા થી ભારત આવી ને સ્થાયી થયા એ સપના સાથે કે પોતાના દેશ માં એ અભણ અને અંડર પ્રિવિલેજડ બાળકો ને ભણાવશે. યુ.એસ. માં પણ આ જ કામ કરતો મુખ્તાર અહીં આવી ને માત્ર ૨૦ બાળકો સાથે આ શાળા શરુ કરે છે. એમાં પત્ની નો સાથ મળે છે. વિદ્યાર્થીઓ એ શાળા માં ભણવા માટે ફી તરીકે દર મહિને ૨૦ પ્લાસ્ટિક ની નક્કામી વસ્તુઓ લાવવાની રહે છે. જેને રે સાયકલ કરીને એનો ઉપયોગ શાળા ના જ બીજા વર્ગખંડો બાંધવા માટે ઈકો ફ્રેંડલી ઈંટો બનાવવા માટે થાય છે. ( કેટલો અદ્દભુત વિચાર!!)
માત્ર આટલું જ નહીં, આ બાળકો શાળા માં ટકી રહે એ માટે એક ખાસ સ્કીમ ચાલે છે. જે મોટા બાળકો નાના બાળકો ને ભણાવે એ એના થકી પૈસા પણ કમાઈ શકે. ( વાહ!!!!) એક બીજી ખાસ વાત આ શાળા ની એ છે કે અહીંયા કોઈ પણ બાળક ને ગ્રેડસ કે માર્ક્સ આપવામાં નથી આવતા. કારણકે આ શાળા નો મુખ્ય હેતુ બાળકો ને શિક્ષણ મળે એનો છે . એમની વચ્ચે કોઈ સ્પાર્ધા ઉભી થાય એ નથી. ( બહુ શીખવા અને સમજવા જેવી વાત છે. )
૨૦ બાળકો થી શરુ થયેલી આ શાળા માં અત્યારે કુલ ૧૧૦ બાળકો ભણે છે. એક નાના વિચાર થી શરુ થયેલો આ યજ્ઞ કેટલાય ની જિંદગી બદલી રહ્યો છે.
બહુ સાચી વાત છે. જે બદલાવ આપણે આપણી આસપાસ ઈચ્છીએ છીએ , એની પહેલ આપણા થી જ થવી જોઈએ. �
ખુબ સરસ વાત વહેંચવા બદલ આભાર… ખુબ સાચી વાત છે… આવા સમાજસેવી લોકોની આપણા દેશમાં ખુબ જરૂર છે… આવા લોકો થકી જ આપણો દેશ સર્વશક્તિમાન વિકસિત બનશે…
LikeLiked by 1 person