Featured

કેન્ડીડ વિથ પૂજા – ૧૯ જૂન , ૨૦૧૯

આજે એક એવા દેશ વિષે વાત કરવી છે કે જે GDP એટલે કે Gross Domestic Product નહીં પણ GNH એટલેકે Gross National Happiness ના કોન્સપટ માં માને છે. આ દેશ ની દરેક પોલિસીઓ એ દેશ ના નાગરિકો ની ખુશી (happiness ) ના ઈન્ડેક્સ ને ધ્યાન માં રાખી ને બનાવવા માં આવે છે. અને આમાં સૌથી વધુ મહત્વ એ પર્યાવરણ ને આપે છે.

આ દેશ એટલે ભારત અને ચીન વચ્ચે આવેલું ટચુકડું ભૂટાન. આપણે ભૂટાન ને એક ટ્રાવેલ ડેસ્ટિનેશન તરીકે જોઈએ છીએ. પણ એ સિવાય આ દેશ ની સરકાર અને અહીંના રાજા એ એ કરી બતાવ્યું છે જે વિશ્વ નો અન્ય કોઈ દેશ નથી કરી શક્યો.. શું તમને ખબર છે ભૂટાન વિશ્વ નો એકમાત્ર કાર્બન નેગેટિવ દેશ છે? હવે તમને સવાલ થાય કે એટલે શું ? તો એનો સાવ સામાન્ય મતલબ એ થાય છે કે આ દેશ માં જેટલો કાર્બન ડાયોક્ષાઇડ પેદા થાય છે એનાથી વધુ ઓક્સિજન નું ઉત્સર્જન થાય છે. અને એ પણ ત્યારે કે જયારે આ દેશ ચારેય બાજુ થી ભારત અને ચીન જેવા વિશ્વ ના બે સૌથી વધુ કાર્બન ડાયોક્સાઇડ પેદા કરતા દેશો થી ઘેરાયેલો છે.

હવે સવાલ એ છે કે ભૂટાન જેટલો ટચુકડો દેશ આ કેવીરીતે કરી શક્યો ? જવાબ ફરીથી બહુ જ સિમ્પલ છે. અહીંની પ્રજા અને સરકાર પર્યાવરણ ને સાજુંથી વધુ અગ્રીમતા આપે છે. પોતાના દેશ ના પર્યાવરણ અને જંગલો ને નુકશાન થાય એવું કોઈ કામ અહીંના લોકો ને મંજુર નથી. પછી ભલે ને એ દેશ ના ‘વિકાસ’ ની આડે જ કેમ ના આવતું હોય! મને એ જાણી ને બહુ આનંદાશ્ચર્ય થયું કે આની શરૂઆત આ દેશ ના વડાપ્રધાન ના એક આહવાન થી થયેલી જેને ત્યાંની પ્રજા એ ઝીલી લીધું.

ભૂટાન ના વડાપ્રધાને નક્કી કર્યું કે આપણે દેશ માં એવું વાતાવરણ ઉભું કરીયે જેથી આપણે કાર્બન ન્યુટ્રલ દેશ બની શકીએ અને બગડતા જતા વિશ્વ ના પર્યાવરણ ને વધુ નુકશાન ના પહોંચાડીયે. આ કરવાનો એક જ રસ્તો હતો. જેમ બને એમ વધુ વૃક્ષો વાવો અને પ્રદુષણ ફેલાવતા બળતણ નો ઉપયોગ ઘટાડો. આ દેશ ની જનતા એ આ વાત એટલી સહર્ષ સ્વીકારી અને એટલા વૃક્ષો વાવી ને એનું જતન કર્યું કે આજે કાર્બન ન્યુટ્રલ ને બદલે આ દેશ કાર્બન નેગેટિવ દેશ બન્યો છે. લક્ષ્ય હતું કે દેશ માં ઓછા માં ઓછી ૬૦% જમીન માં જંગલો હોવા જોઈએ. આજે એ આંકડો ૭૨% એ અટક્યો છે. જેના પરિણામે એ કાર્બન નેગેટિવ દેશ બન્યો છે. ભૂટાન દર વર્ષે ૧.૫ મિલિયન ટન કાર્બન પેદા કરે છે પણ સામે ૬ મિલિયન ટન કાર્બન એબ્સોર્બ કરે છે. સાથે અહીંયા હાઈડ્રો ઇલેક્ટ્રિક પાવર ના વપરાશ પાર ભાર મુકવામાં આવ્યો. સરકાર દ્વારા ઇલેક્ટ્રિક થી ચાલતી ગાડીઓ અને સ્કુટરો નું વિતરણ કરવામાં આવ્યું, અને આ લક્ષ્યાંક હાંસિલ કરતા એમને લગભગ દસ વર્ષ થયા.

વિકાસ ની આંધળી દોટ નહીં લગાવી ને , દેશ ના પર્યાવરણ અને પ્રજા ની ખુશહાલી ને માપદંડ બનાવી ને , નવી નીતિ ઓ અમલ માં મૂકી ભૂટાન ની સરકાર અને પ્રજા બંનેવ સમગ્ર વિશ્વ માટે એક ઉદાહરણ બની રહી છે.

આ વાત અત્યારે એટલા માટે કરવાની કારણકે ચોમાસુ બેસી ગયું છે. આપણા ઘર ની આસપાસ અને જ્યાં શક્ય હોય ત્યાં વૃક્ષો વાવવાનો અને એનું જતન કરી ઉછેરવાનો આનાથી વધુ સારો સમાજ બીજો કોઈ ના હોઈ શકે.

અને છેલ્લે,

આ વાંચ્યા અને જાણ્યા પછી હાજી પણ જો આપણે પોતાના નામે એક વૃક્ષ નવા વૃક્ષ ની જવાબદારી ના લઇ શકીએ , તો આપણે આ પૃથ્વી માટે બોજ છીએ.

Featured

કેન્ડીડ વિથ પૂજા. 4th june 2019

ગુડ મોર્નિંગ.

આજ થી એક નવી શરૂઆત કરવી છે. તમારી સાથે એવી વાતો વહેંચવી છે કે જે મને ક્યાંક ને ક્યાંક સ્પર્ષી હોય કે પ્રેરણાદાયી લાગી હોય. જેમાંથી હું કંઈક શીખી હોઉં, જેણે મને હકારાત્મકતા થી ભરી દીધી હોય. તો આજ ની વાત કંઈક આ પ્રમાણે છે.

હમણાં જ ક્યાંક ઈન્ટરનેટ પર વાંચ્યું એક એવી સ્કૂલ વિષે કે જ્યાં બાળકો ને ભણાવવા ની ફી તરીકે પ્લાસ્ટિક વેસ્ટ સ્વીકારાય છે. તમારા કાં સુધી પણ આ વાત પહોંચી જ હશે અને જો ના પહોંચી હોય તો હું પહોંચાડું.

આસામ ના ગુવાહાટી શહેર ની બહાર નો ભાગ. જ્યાં મુખ્તાર અને પ્રમિતા ‘અક્ષર સ્કૂલ’ ચલાવે છે. આ પતિ પત્ની અમેરિકા થી ભારત આવી ને સ્થાયી થયા એ સપના સાથે કે પોતાના દેશ માં એ અભણ અને અંડર પ્રિવિલેજડ બાળકો ને ભણાવશે.  યુ.એસ. માં પણ આ જ કામ કરતો મુખ્તાર અહીં આવી ને માત્ર ૨૦ બાળકો સાથે આ શાળા શરુ કરે છે. એમાં પત્ની નો સાથ મળે છે. વિદ્યાર્થીઓ એ શાળા માં ભણવા માટે ફી તરીકે દર મહિને ૨૦ પ્લાસ્ટિક ની નક્કામી વસ્તુઓ લાવવાની રહે છે. જેને રે સાયકલ કરીને એનો ઉપયોગ શાળા ના જ બીજા વર્ગખંડો બાંધવા માટે ઈકો ફ્રેંડલી ઈંટો બનાવવા માટે થાય છે. ( કેટલો અદ્દભુત વિચાર!!)

માત્ર આટલું જ નહીં, આ બાળકો શાળા માં ટકી રહે એ માટે એક ખાસ સ્કીમ ચાલે છે. જે મોટા બાળકો નાના બાળકો ને ભણાવે એ એના થકી પૈસા પણ કમાઈ શકે. ( વાહ!!!!)  એક બીજી ખાસ વાત આ શાળા ની એ છે કે અહીંયા કોઈ પણ બાળક ને ગ્રેડસ કે માર્ક્સ આપવામાં નથી આવતા. કારણકે આ શાળા નો મુખ્ય હેતુ બાળકો ને શિક્ષણ મળે એનો છે . એમની વચ્ચે કોઈ સ્પાર્ધા ઉભી થાય એ નથી. ( બહુ શીખવા અને સમજવા જેવી વાત છે. )   

૨૦ બાળકો થી શરુ થયેલી આ શાળા માં અત્યારે કુલ ૧૧૦ બાળકો ભણે છે. એક નાના વિચાર થી શરુ થયેલો આ યજ્ઞ કેટલાય ની જિંદગી બદલી રહ્યો છે.

બહુ સાચી વાત છે. જે બદલાવ આપણે આપણી આસપાસ ઈચ્છીએ છીએ , એની પહેલ આપણા થી જ થવી જોઈએ. �

Vaachikam With Pooja – Ep 05

https://www.podbean.com/media/share/pb-3ntqf-eb2291

A classic short story named ‘ Domaniko’ written by celebrated Gujarati author Shri Chandrakant Bakshi. 

કોરોના વાઈરસ / કોવિડ ૧૯ થકી કેટલીક ગમતી બનેલી બાબતો.

સમગ્ર વિશ્વ હાલ કોરોના વાયરસ ના ખાતર સામે ઝઝૂમી રહ્યું છે. આપણા જીવનકાળ દરમ્યાન કોઈ એક લક્ષ્ય હાંસિલ કરવા માટે આખી દુનિયા / દુનિયા ના તમામ દેશો ભેગા થાય , એવું અત્યાર સુધી માત્ર હોલીવુડ ની ફિલ્મો માં જ જોયેલું। આજે પહેલી વાર આપણે સૌ એનો જાત અનુભવ કરી રહ્યા છીએ. આમ તો આ વાઇરસ થી બીમાર પડતા દર્દીઓ નો ડેથ રેટ ઓછો છે અને આનાથી વધુ ભયંકર બીમારીઓ નો સામનો આપણે પહેલા કરી ચુક્યા છીએ। પણ આ વાઇરસ ની ખાસિયત , જે આપણને નડે છે તે એ કે એ ખુબ જ ચેપી છે. અતિ ઝડપથી પ્રસરે છે અને એવું પણ બને કે ચેપ લાગ્યો હોય એ વ્યક્તિ માં શરૂઆત માં આના કોઈ લક્ષણો ના પણ દેખાય!

જો કે અહીંયા આજે વાત કરવી છે કોરોના વાઇરસ ના પ્રસાર ને લઇ ને ઉભી થયેલી પરિસ્થિતિ ની ગમતી બાબતો વિષે। અત્યાર સુધી માં તમને કોરોના ના કારણે મળેલા અણધાર્યા વેકેશન માં શું શું કરી શકાય , એનું લિસ્ટ દર્શાવતા મેસેજીસ આવી જ ગયા હશે. પરિવાર સાથે શક્ય હોય તેટલો વધુ સમય પસાર કરવાની વાત હોય કે પછી રેસ માં ભાગતી જિંદગી ને અણધાર્યો બ્રેક મળતા પોતાની જાત માટે સમય ફાળવવાની વાત હોય , તમે આના વિષે વિચાર્યું જ હશે. એ પણ સમજાયું હશે કે જીવન જીવવા માટે આપણને ખરેખર કેટલી ટાંચી વસ્તુઓ ની જરૂર છે। જેના માટે આપણે દિવસ રાત ભાગી રહ્યા છીએ , એ તો બધી એક્સ્ટ્રા લક્ઝરી મેળવવની વાત છે. 

હસવામાં નીકળી જાય એવી બીજી એક બાબત એ પણ ખ્યાલ માં આવી હશે કે મોટા ભાગ ની નોકરીઓ ઘરે બેસી ને પણ થઇ શકે છે. ખાસ કરી ને જેને સમજાય એના માટે કોર્પોરેટ જગત ની મીટિંગ્સ, પ્લાંનિંગ્સ અને રિપોર્ટ્સ નો ફુગ્ગો આ કોરોના એ ફોડી નાખ્યો છે. જેટલો સમય એ મીટિંગ્સ અને પ્લાંનિંગ્સ માં જાય છે , એટલા સમય માં જો કામ થતું હોય તો કદાચ પ્રોડક્ટિવિટી ઘણી વધી શકે એમ છે. પણ કોરોના વાઇરસ ને કારણે આનાથી પણ વધુ ગમતા અને વધુ મહત્વ ના દેખીતા ફાયદાઓ  જે થયા છે , એનું લિસ્ટ કંઈક આ પ્રમાણે છે. 

ચીન ના વુહાન અને એની આસપાસ ના વિસ્તારો માં કોરોના ની અસર સૌથી વધુ હોવાના કારણે અને ઔદ્યોગિક તથા સામાજિક ગતિવિધિઓ થંભી જવાના કારણે ત્યાંના વાતાવરણ માં પ્રદુષણ નું સ્તર ખુબ નોંધપાત્ર રીતે નીચે આવ્યું છે. ચાઇનીઝ મિનિસ્ટ્રી ઓડ ઈકોલોજી એન્ડ એન્વાયરમેન્ટ ના આંકડાઓ મુજબ 2020 ના ફેબ્રુઆરી મહિના માં ચીન માં શુદ્ધ હવા નું પ્રમાણ 21% જેટલું વધ્યું છે. આલ થેન્ક્સ તો કોરોના। 

યુરોપ ના સૌથી પ્રભાવિત દેશ ઇટાલી ની વાત કરીએ , તો કોરોના ને કારણે ત્યાંના ફરવાના સ્થળો સાવ ખાલી ખમ છે. વેનિસ શહેર માં પાણી નો પ્રશ્ન ઉકેલાઈ ગયો છે. વેનિસ શહેર ની પાણી ની નહેરો અત્યાર સુધી ક્યારેય નહોતી એટલી ચોખ્ખી થઇ છે. એ નહેરો માં કદાચ દાયકાઓ પછી માછલીઓ અને કાચબાઓ ફરી તરત દેખાયા છે. ત્યાં ના રહીશો નું તો ત્યાં સુધી કહેવું છે કે એમને પોતાના સમગ્ર જીવન દરમ્યાન આટલી ચોખ્ખી નહેરો અને પાણી નથી જોયા , જે કોરોના ઇફેક્ટ ને કારણે પ્રવાસીઓ ના ના આવવા ના કારણે જોઈ શક્યા છે. 

ઇટાલી ના ઉત્તર ભાગમાં હવા નું પ્રદુષણ ફેલાવતો અત્યંત ઝેરી એવો નાઇટ્રોજન ડાયોક્સાઇડ નામના ગેસ નું પ્રમાણ ખુબ ઝડપ થી ઘટ્યું છે. અને હવા શુદ્ધ બની છે।  કોરોના ઇફૃફેક્ટ ના કારણે યુરોપ ના ઘણા બધા દેશો લોક ડાઉન ની પરિસ્થિતિ માં છે , જેને કારણે સમગ્ર યુરોપ માં હવાનું પ્રદુષણ ઘટ્યું છે. 

પ્રદુષણ ની વૈશ્વિક સમસ્યા એટલી ખતરનાક છે કે એક દેશ માં જ પ્રદુષણ ના કારણે વર્ષે 50000 થી 75000 લોકો ઉંમર કરતા વહેલા મોત  ને ભેટે છે. આપણે જાતે એનો કોઈ ઉકેલ ના શોધી શક્ય એટલે કુદરત સખત થઇ અને આપણને ઉકેલ બતાવ્યો। 

અને છેલ્લે,

આપણે ત્યાં ગુજરાતી માં કહેવત છે કે ઈશ્વર / કુદરત ની લાકડી માં અવાજ નથી હોતો। પણ એ જયારે વાગે છે ત્યારે ભાલ ભલા સીધા દોર થઇ જાય છે. કોરોના વાઇરસ કદાચ કુદરત ની આવી જ એક લાકડી છે , જેની ફટકાર માણસ જાત ને પડી છે. સાવચેત રહેવાની સાથે સાથે આ સમય જીવન નો સૌથી મોટો , મુખ્ય અને અત્યંત અગત્ય નો પાઠ ભણવાનો પણ છે. જેને સમજાય એને વંદન।

શું તમને વાર્તા સાંભળવી ગમે?

વાચિકમ વિથ પૂજા

સોશિયલ મીડિયા ના વધતા જતા પ્રભાવ અને આપણી બદલાતી લાઈફ સ્ટાઇલ ના કારણે આપણી સાંભળવાની ક્ષમતા ઘટતી જાય છે. આપણે હવે વધુ સમય કોઈ એક મુદ્દા પાર ધ્યાન આપી શકતા નથી. પછી એ આપણી કોઈ સાથે ની વાત ચીત હોય , કોઈ વિડીયો હોય કે પછી આપણો ફોન. ટીવી જોતા પણ હાથ માં રિમોટ હોય તો ચેનલ સતત બદલાયા જ કરે , ફોન માં સ્ક્રીન સતત સ્ક્રોલ થયા જ કરે. એક વિડીયો પર આપણે 3 સેકન્ડ થી વધુ રોકાઈ નથી શકતા। એમાં વાંચવાની વાત તો ક્યાંથી આવે? અપેક્ષા જ ના રાખી શકાય!

તો પછી સંભળાય ખરું? જો મને વાર્તા વાંચવા જેટલો કદાચ સમય ના હોય , તો હું સંભળી તો શકું જ ને! કારણકે એના માટે મારે ખાસ સમય નથી કાઢવાનો। હું બીજું કઈ પણ કરતા કરતા એને બેકગ્રાઉન્ડ માં પણ સાંભળી શકીશ।

મારી આ વાત સાથે જો આપ સહમત થતા હોવ તો આપની પાસે વાર્તાઓ સાંભળવાના કેટલાક શ્રેષ્ઠ વિકલ્પો હાજર છે. રેડીયો ના વખત થી મારો પ્રયાસ રહ્યો છે કે લોકો હંમેશા કૈક સારું સાંભળે અને એમાંથી કશુંક ગમતું પોતાની પાસે રાખે અને એને અનુભવે। રેડિયો પછી પણ મારા આ પ્રયાસ ને ચાલુ રાખતા મેં ‘વાચિક્મ વિથ પૂજા’ પોડકાસ્ટ ની શરૂઆત કરી. જ્યાં તમે ગુજરાતી ભાષા ની વાર્તાઓ તમારા ગમતા સમયે સાંભળી શકો છો.

આ બધી જ વાર્તા ઓ spotify અને Apple Podcast / આઈ – ટયુન્સ પર ‘ વાચિક્મ વિથ પૂજા’ ના નામે ઉપલબ્ધ છે. અહીંયા દર્શાવેલી લિંક પર ક્લીક કરી ને પણ આપ એને સાંભળી શકો છો.

https://podcasts.apple.com/in/podcast/vaachikam-with-pooja/id1501302964?i=1000467297175

સાથે મને એ કહેતા પણ ખુબ આનંદ થાય કે મારા બે ખુબ સારા મિત્રો પણ આવો જ કૈક પ્રયાસ કરી રહ્યા છે. રેડિયો સિવાય અવાજ ના માધ્યમ થી આપના સુધી અદભુત વાતો અને વાર્તાઓ પહોંચાડવાનું કામ.

મેઘા એ હમણાજ ઓડિયો સ્ટોરીઝ વાંચવાની શરૂઆત કરી છે. જે આપ યુ ટ્યુબ પરથી સાંભળી શકશો અને નૈષધ એમની આખી ટીમ સાથે ‘જલસો’ ના માધ્યમ થી આપણાને જલસો કરાવી રહ્યા છે. જલસો એપ્લિકેશન પર તો ગુજરાતી સાહિત્ય નો ખજાનો છે.

અહીંયા ઈરાદો માત્ર આપના સુધી એક શ્રેષ્ઠ સાંભળવાનો અનુભવ પહોંચાડવાનો છે. પછી એ મારા થકી હોય , મેઘા થકી હોય કે નૈષધ થકી કે અન્ય કોઈ થકી। જો સારું સંભળાશે , તો સારું પીરસાશે અને તો જ સારું બહાર આવશે।

જો વાત ગમી હોય તો અમારી વાર્તાઓ ચોક્કસ સાંભળજો અને સાથે આપણા પ્રતિભાવો આપવાનું પણ ચુકતા નહીં।

Happy listening 🙂

આજે એક વાર્તા.

કેન્ડીડ વિથ પૂજા

એક ખુબ સુંદર રાજ્ય હતું। જાણે રામ રાજ્ય જ જોઈ લો. અહીંના લોકો ખુબ સુખી સંપન્ન અને માયાળુ હતા. બહાર થી આવનારા દરેક વ્યક્તિ ને એ જેવો છે એવી જ રીતે પોતાની અંદર સમાવી લેવાનો એક ઉત્કૃષ્ટ ગુણ એ ધરાવતા। આ બાબતે બધાજ સાવ સરખા। એકતા પણ ગજબ ની। તકલીફ માત્ર એટલી જ હતી કે એ લોકો ને પોતાની આ એકતાની તાકાત વિષે ના તો ભાન હતું કે ના ભાન કરાવનાર કોઈ આસ પાસ હતું।

એક દિવસ દૂર ના એક રાજ્ય ના રાજા ને આ સમૃદ્ધ રાજ્ય ની સંપત્તિ પડાવી લેવાનું અને એને પોતાના રાજ્ય માં સમાવી અને એના રાજા બની બેસવાનું મન થયું। એણે આક્રમણ કર્યું। અને કારણકે આ રાજ્ય ના લોકો ને પોતાની એકતા ની શક્તિ વિષે ભાન નહોતું , એ બહાર ની તાકાત પોતાના ઈરાદાઓ પાર પાડવામાં સફળ થઇ। આ રાજ્ય ની  સંસ્કૃતિ નો નાશ કરવામાં આવ્યો। અહીંની જગ્યાઓ ના નામ બદલવાં આવ્યા અને એના પર રીતસર ની હકુમત સ્થાપવામાં આવી। 

મજાની વાત ત્યાં હતી કે આ રાજ્ય ની પ્રજા એ પોતાના દરેક ને પોતાના માં સમાવી લેવાના ગુણ ને આધારે આ બાહ્ય તાકાત ને પણ પોતાની સમજી ને પોતાના માં સમાવી લીધી। એ પણ સહેજ પણ વિરોધ વગર।  થોડો સમય બધું જ બરાબર ચાલ્યું।  પણ મુશ્કેલી ત્યારે ઉભી થઇ જયારે એ બહાર ની તાકાતે આ રાજ્ય માંથી પોતાનો અલગ હિસ્સો માંગવાની શરૂઆત કરી કારણકે એને હવે અહીંયા રુચતું નહોતું. એક એવો હિસ્સો જે ક્યારેય એમનો હતો જ નહીં। જો બધા સાથે હતા તો બધું જ બધાનું હતું। પણ જો બહાર થી આવેલા ભાડુઆત ને હવે અહીં નહોતું ગોઠતુ, તો એને વળી અહીંયા થી પોતાનો હિસ્સો અલગ શુ કામ મેળવવાનો? ક્યાંતો બધા ભેગું સંપી ને રહેવાનું , અથવા ચાલ્યા જવાનું ! પણ આ એ બહાર થી આવેલી તાકાત , જે હવે આ રાજ્ય નો જ હિસ્સો હતી , એને મંજુર નહોતું।  અને એણે  આ રાજ્ય ના બે ભાગ પડાવ્યા। પોતાનો હિસ્સો અલગ લીધે જ છૂટકો કર્યો। તેમ છતાંય ‘તારું મારુ સહિયારું અને મારુ મારા બાપ નું’ વળી ભાવના હજી જ્યાં ની ત્યાં જ હતી!

સમય આગળ વધતો ચાલ્યો। એક દિવસ આ રાજ્ય માં એક એવો સંત આવ્યો કે જેણે આ આખી પરિસ્થિતિ નો તાગ મેળવી લીધો। એને આ રાજ્ય ની પ્રજા ને પોતાના હક વિષે ભાન કરાવવા નો પ્રયત્ન કર્યો। હવે આ એ રાજ્ય ની પ્રજા ને સમજ પાડવા લાગી કે અત્યાર સુધી એમની સાથે શું થઇ રહ્યું હતું। ધીમે ધીમે એ પ્રજાએ પણ બધું જ સ્વીકારવાનો ઇન્કાર કરી ને જ્યાં અન્યાય થતો હોય ત્યાં અવાજ ઉઠાવવાની શરૂઆત કરી. જે સ્વાભાવિક રીતે જ બહાર થી આવેલી તાકાત, જે હવે આ રાજ્ય નો હિસ્સો છે , એને તો ખૂંચવાની જ! અને પોતાનો હક , પોતાની સંસ્કૃતિ અને પોતાની જગ્યા બચાવવા માટે ઇતિહાસ માં પહેલી વાર ઉઠેલા આ અવાજ ને અસહિષ્ણુતા નું નામ આપવામાં આવ્યું! કેટલી હદે યોગ્ય છે આ? શું અભિપ્રાય છે તમારો આ વાર્તા પર? 

કોબી બ્રાયન્ટ – બાસ્કેટબોલ જગત ના સચિન તેંડુલકર ની અણધારી વિદાય!

ગઈકાલે દુનિયાભર ના બાસ્કેટબોલ ચાહકો માટે એક સમાચાર વજ્રઘાત બનીને આવ્યા. જે હતા બાસ્કેટબોલ રમત ના બેતાજ બાદશાહ કોબી બ્રાયન્ટ ના એક હેલીકૉપટર ક્રેશ માં થયેલા અણધાર્યા મૃત્યુ ના સમાચાર.

તમને સચિન તેંડુલકર નો પેલો નાનપણ નો ફોટો યાદ હશે. જેમાં બાળક સચિન બેટ પકડી ને બોલ ને ફટકારવાની કોશિશ છે. એ ફોટો પડતી વખતે કદાચ પાડનાર ને સ્વપ્નેય ખ્યાલ નહીં હોય કે આ છોકરો એક દિવસ ક્રિકેટ નો પર્યાય બની જશે. કે પછી આ છોકરા નો જન્મ માત્ર ક્રિકેટ રમવા માટે જ થયો છે. કોબી બ્રાયન્ટ નું પણ આમ જ છે.એમના પિતા અને મામા બંનેવ પ્રોફેશનલ બાસ્કેટ બોલ પ્લેયર. એટલે આ રમત કદાચ એમના લોહી માં જ હશે! માત્ર ત્રણ વર્ષ ની ઉંમરે એમણે બાસ્કેટબોલ રમવાની શરૂઆત કરી. અને એ જીવન ના 18 માં વર્ષ માં પ્રવેશ્યા ત્યારે એમની પહેલી એન.બી.એ. ( નેશનલ બાસ્કેટબોલ અસોસિએશન ) શરુ થઇ ચુકેલી। માત્ર 17 વર્ષ ની ઉંમરે હાઈ સ્કૂલ માંથી જ એમને ઘી શાર્લોટ હોર્નેટ્સ એ 13 માં ખેલાડી તરીકે ડ્રાફ્ટ કરેલા અને બહુ જ જલ્દી એમને અન્ય એક પ્લેયર માટે લોસ એન્જેલસ લેકર્સ સાથે ટ્રેડ કરવામાં આવ્યા। અને પછી એમની આખી કારકિર્દી દરમ્યાન એ આ જ ટિમ તરફ થી રમ્યા.

પિતા પ્રોફેશનલ ખેલાડી હોવાના કારણે કોબી ને પણ નાનપણ થી જ બાસ્કેટબોલ રમવામાં રસ અને ટીવી પર પણ એમને આ જ એક વસ્તુ જોવી ગમે. એમ કહેવાય છે કે કોબી નાનપણ થી જ બાસ્કેટબોલ ના એટલા ચાહક હતા કે એમના દાદા એમને અલગ અલગ મેચ ની ક્લિપિંગ્સ જોવા માટે મોકલી આપતા જયારે બાળપણ નો વચ્ચે નો અમુક સમય એ ઇટાલી માં રહ્યા અને ત્યાં જ ભણ્યા। કદાચ આ જ કારણ થી એ પોતે અમેરિકન હોવા છતાં બહુ જ સારું ઈટાલિયન બોલી શકતા અને પોતાના ટિમ મેટ્સ સાથે પણ ગેમ ની ચર્ચા કરવા માટે ઇટાલિયન નો ઉપયોગ કરતા જોવા મળતા।

સચિન ની જેમ જ બાસ્કેટબોલ જગત ના અઢળક રેકોર્ડ્સ કોબી બ્રાયન ના નામે નોંધાયેલા છે. ખાસ કરી ને સૌથી નાની ઉંમરે ઘણી બધી વસ્તુઓ હાંસેલ કરવાના રેકોર્ડ્સ। જસ્ટ લાઈક સચિન! સીધા હાઈ સ્કૂલ માંથી જ કોઈ ટિમ માટે પસંદગી થઇ હોય , એવા કોબી પહેલા પ્લેયર બન્યા। શરૂઆત ની મેચ માં એમને બહુ રમવાનો મોકો નહોતો મળતો। પણ જેમ જેમ સમય જતો ગયો , એમની ટિમ ના કોચ ને એમની પ્રતિભા પરખાવા લાગી અને પછી ઇતિહાસ રચવાની શરૂઆત થઇ. બાસ્કેટબોલ જગન ના ઘણા અન્ય રેકોર્ડ્સ ની સાથે કોબી બે વખત ઓલમ્પિક ગોલ્ડ પણ જીતી ચુક્યા છે. એમ કહેવાય છે કે કોબી હંમેશા ખુબ પ્રેકટીસ કરી ને વધુ સારી રીતે બાસ્કેટ બોલ રણવાની અવનવી રીતો શોધ્યા કરતા। કહેવાય છે કે એ પોતાના જ પડછાયા સાથે પ્રેકટીસ કરતા। અને માનતા કે આખી જિંદગી કૈક ને કૈક નવું શીખવા જોવા જાણવા માટે જ છે.

પણ અહીંયા કોને ખબર હતી કે જિંદગી સાવ આટલી નાની નીકળશે?! ગઈકાલે , એટલે કે 26 મી જાન્યુઆરી, 2020 ના દિવસે પોતાની દીકરી જિયાના સાથે એની ટિમ ને બાસ્કેટબોલ શીખવવા જતા રસ્તા માં હેલીકૉપટર ક્રેશ માં એમનું અને એમની દીકરી જિયાના બંનેવ નું અણધાર્યું મૃત્યુ થયું। અને એની સાથે જ બાસ્કેટબોલ જગત ના એક સુવર્ણ પ્રકરણ નો જ અંત નથી આવ્યો, પણ દુનિયા એ એક મહાનતમ એથ્લેટ ખુબ જલ્દી , કોબી ની માત્ર 41 વર્ષ ની ઉંમર માં જ , ગુમાવી દીધો છે. કોબી બ્રાયન પોતાની રમત અને એના થકી દુનિયા ને આપેલી યાદો માં હંમેશા જીવતા રહેશે. ઈશ્વર એમના આત્મા ને શાંતિ અર્પે.

છેલ્લે ,

કદાચ કોબી બ્રાયન ને આ દુનિયા બહુ જ વહેલી છોડી દેવાની હશે , એટલે જ , જેવું હંમેશા બને છે , એમના જીવન નો સિતારો ખુબ વહેલો ઝળહળી ગયો અને પોતાની પાછળ લાખો બાસ્કેટબોલ ખેલાડીઓ માટે આશા , પ્રેરણા અને પ્રકાશ છોડી ગયો.

માનવ જાત સમક્ષ આવી પડેલી એક નવી મુશ્કેલી – કોરોન વાઇરસ – નું કલ આજ ઔર કલ.

કેન્ડીડ વિપૂજા – ૨૨ જાન્યુઆરી , ૨૦૨૦

જયારે જયારે માનવજાત ને એમ લાગે છે કે સર્વોપરી છે અને એને દુનિયા ની દરેક સમસ્યા નો ટોડ શોધી લીધો છે , એક નવી એવી સમસ્યા ઉભી થાય છે જેનો એની પાસે કોઈ જવાબ નથી હોતો. આ લિસ્ટ માં સૌથી લેટેસ્ટ છે કોરોન વાઇરસ . જેણે ગયા મહિના થી દુનિયાભર ના સમાચારપત્રો અને મીડિયા માં સ્થાન મેળવ્યું છે. આપણે એના માટે વધુ ચિંતિત હોવું જરૂરી છે કારણકે આ વખતે વાત આપણા પાડોશી દેશ ચીન થી શરુ થયેલી છે. અને આ વાઇરસ છેલ્લા મહિના દરમ્યાન ચીન થી દુનિયાભર માં પ્રવાસ કરનાર પ્રવાસીઓ થકી વિશ્વ ના ઘણા દેશો માં ફેલાયો છે. જેમાં અમેરિકા , બ્રિટન , સાઉથ કોરિયા , જાપાન , તાઇવાન અને થાઇલેન્ડ નો સમાવેશ થાય છે.

કોરોન વાઇરસ ની સૌથી પહેલી જાણ ૧૯૬૦ ના વર્ષ માં બ્રિટન માં થયેલી , જયારે એક જ પરિવાર ના બે સભ્યો ની સામાન્ય શરદી અને ઇન્ફેક્શન ની તપાસ માં આ વાઇરસ સામે આવેલો. અને પછી એ જ પરિવાર ના અન્ય સભ્યો માં આ વાઇરસ દ્વારા ગંભીર બીમારી ના લક્ષણો દેખાયેલા. ત્યારથી લઇ ને અત્યાર સુધી માં આ બીજી વખત બની રહ્યું છે કે જયારે કોરોન વાયરસે આટલી ગંભીર હદે માનવજાતિ પાર આક્રમણ કર્યું હોય.

જો તમને યાદ હોય તો ૨૦૦૩ ની સાલ માં SARS વાયરસે દુનિયા ના લગભગ ૮૦૦૦ લોકો ને ચેપ લગાડેલો, જેમના ૧૦% લોકો એ જીવ ગુમાવવો પડેલો.એ પણ એક કોરોન વાઇરસ જ હતો. પણ એનો અત્યારે ફેલાયો છે એના કરતા એ એક અલગ પ્રકાર હતો. આ વાઇરસ મુખ્યત્વે સસ્તન પ્રાણીઓ અને પક્ષીઓ માં જોવા મળે છે. અને ખુબ જવલ્લે જ માણસો ને એનો ચેપ લાગે છે. દુનિયા માં અત્યાર સુધી માં ૬ પ્રકાર ના કોરોન વાઇરસ દેખાઈ ચુક્યા છે અને અત્યારે જે દેખા દઈ રહ્યો છે તે આ કોરોન વાઇરસ નો સાતમો પ્રકાર છે. આ વખતે એમ માનવામાં આવે છે કે આ નવા પ્રકાર નો કોરોન વાઇરસ નો ચેપ ડિસેમ્બર ૨૦૧૯ માંચીન ના વુહાન શહેર ના એક સી ફૂડ માર્કેટ માંથી ફેલાયો છે. જે મુખ્યત્વે ચાઈનીઝ કોબ્રા અને ચાઈનીઝ ક્રેટ પ્રકાર ના સાપ ખાવાથી માણસ ના શરીર માં પ્રવેશ્યો છે.

આ નવા પ્રકાર ના કોરોન વાઇરસ માટે ની કોઈ ખાસ દવા કે રસી શોધાઈ નથી. પણ અત્યાર માટે એને લઇ ને થતી તકલીફો ના ચિન્હો જોઈ ને દુનિયા ના ડોક્ટરો આની સારવાર કરવાની કોશિશ કરી રહ્યા છે અને એના માટે ની સીધી કોઈ દવા વિકસાવવાની કોશિશ પણ ચાલુ છે. સત્તાવાર આંકડા પ્રમાણે ચીન માં અત્યાર સુધી માં આ આ વાઇરસ ના ચેપ ના કારણે ૧૭ લોકો મોટ ને ભેટ્યા છે અને અન્ય ૬૦૦ કરતા પણ વધુ લોકો ને આનો ચેપ લાગ્યો છે. પણ એમ પણ મનાઈ રહ્યું છે કે ખરો આંકડો સત્તાવાર આંકડા કરતા ખુબ મોટો હોઈ શકે છે અને એટલે જ દુનિયા ના પ્રખર દેશો આને લઇ ને ખુબ ચિંતિત છે.

આપણે આને લઇ ને સારક રહેવું જરૂરી છે કારણકે ચીન આપણો પાડોશી દેશ છે. ત્યાંથી અહીંયા આ વાઇરસ ખુબ ઝડપ થી ફેલાઈ શકે છે. તકેદારી ના પગલાં સ્વરૂપે ભારત સરકારે ચીન થી ભારત આવતા દરેક પ્રવાસી નું એરપોર્ટ કે પછી પોર્ટ પર જ થર્મલ મેડિકલ ચેક અપ ફરજીયાત બનાવ્યું છે. પણ તેમ છતાં પાણી પહેલા પણ બંધાવી સારી!

કારણકે આપણે હજી કોરોન વાઇરસ પ્રભાવિત વિસ્તાર માં નથી , એટલે સામાન્ય તકેદારી હેઠળ સી ફૂડ ટાળવું , સ્વચ્છતા જાળવવી , જમતા પહેલા હાથ બરાબર સાફ કરવા અને સેનિટાઇઝર હંમેશા સાથે રાખવું , જેવી બાબતો નું ધ્યાન રાખવું જરૂરી છે. બાકી આ વાઇરસ દર્દી ના સંપર્ક માં આવવાથી પણ ફેલાઈ શકે છે , એટલે વધુ ભયજનક છે. જેથી વધુ જાણકારી માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ની એડવાઈઝરી રીફર કરવી. જેથી ભવિષ્ય ની મુશ્કેલી ટાળી શકાય.

છેલ્લે ,

માનવ જાત માટે આ વાઇરસ એક મહામારી બની શકે એમ છે. એટલે કોરોન વાઇરસ આપણું કરી નાખે એ પહેલા આપણે એનું કરી નાખીએ એ જરૂરી છે. આશા રાખીએ એમાં આપણે જલ્દી જ સફળ થઈએ.

જો તમારે રાજપાટ અને સ્વતંત્રતા બેમાંથી એક ની પસંદગી કરવાની હોય , તો તમે શેની પસંદગી કરો?

આ મહિના ની શરૂઆત માં જ બ્રિટન ના રાણી એલિઝાબેથ ના પૌત્ર હેરી અને એમના પત્ની મેગને બ્રિટન ના રાજ પરિવાર ની જવાબદારીઓ છોડી ને પોતાનો હક જતો કરવાની જાહેરાત કરી. સમગ્ર દુનિયા માટે આ જાહેરાત ખુબ અણધારી અને આઘાતજનક હતી. જેમ પ્રિન્સ હેરી એ કહ્યું એમ , કે એમણે આ નિર્ણય સ્વાભાવિકપણે રાતોરાત નહોતો જ લીધો અને છેલ્લા ઘણા મહિનાઓ થી રાણી એલિઝાબેથ સાથે પણ આ વિષે ઘણી ચર્ચાઓ ચાલી રહેલી , જેના અંતે એમણે બ્રિટન ના શાહી પરિવાર અને એની જવાબદારીઓ સાથે સાથે એ જવાબદારીઓ નિભાવવાના બદલામાં પ્રજા તરફ થી મળતા ફંડ થી પણ અલગ થવાનું નક્કી કર્યું.

સત્તા છોડવી , કે પછી પૈસા અને રાજાશાહી નું સન્માન (રોયલ સ્ટેટસ ) છોડવું , એ ખુબ અઘરી વાત છે. પણ જેટલી અઘરી વાત એને છોડવું છે , એટલી જ અઘરી વાત એને નિભાવવું પણ છે. ખાસ કરી ને મેગન અને હેરી એ છેલ્લા વર્ષ માં અનેક વખત મીડિયા સામે શાહી પરિવાર ની જવાબદારીઓ અને મીડિયા ના સતત ધ્યાન માં રહેવાથી થતી મુશ્કેલી ઓ વિષે વાત કરેલી. સાથે જ એમણે આ શાહી દરજ્જો છોડવાનું કારણ એ પણ આપ્યું છે કે એમણે એમની ફાઇનાન્શિયલ ઈન્ડિપેન્ડેન્સ એટલે કે આર્થિક સ્વતંત્રતા પણ જોઈએ છે. જેમાં પોતાની મરજી થી જાતે ખર્ચો કરી શકવાની સાથે સાથે પોતાની મરજી થી જાતે કમાઈ શકવાની વાત પણ શામેલ છે.

આજના જમાનામાં આ કેટલી અઘરી વાત છે? મારા હિસાબ થી આ અઘરી હોવા છતાં ખુબ ગર્વ લેવા જેવી વાત છે. વિશ્વ માં એવું અનેકવાર બન્યું છે કે પોતાના પ્રેમ માટે કોઈ રાજવી પરિવાર ના સભ્ય એ રાજપાટ છોડી દીધો હોય. પણ કદાચ આવું પહેલી વાર બની રહ્યું છે કે પોતાની સ્વતંત્રતા માટે કોઈ રાજકુમાર રાજપાટ છોડી રહ્યો હોય!

આપણે સૌ માનવી તરીકે આ પૃથ્વી પર સ્વતંત્ર રીતે જીવવા સર્જાયા છીએ. પણ દેશ , દુનિયા અને સમાજ ની સાથે રહેવા માટે જાણતા અજાણતા જ અનેક બંધનો માં બંધાયેલા રહેવું પડે છે. માત્ર શારીરિક સ્વતંત્રતા જ સ્વતંત્રતા નથી. માનસિક સ્વતંત્રતા પણ એટલી જ જરૂરી છે. કોઈ પણ કારણોસર , પોતાની ગમતી વસ્તુ ના કરી શકવી , અમુક રીતે જ વર્તવું , અમુક પ્રકારે જ કામ કરવું , માનવ સહજ ઈચ્છાઓ ને જાકારો આપવો , આ બધું જ માનસિક બંધનો દર્શાવે છે. અને કોઈ માણસ કઈ હદ સુધી આ પરિસ્થિતિ માં જીવી શકે? જો કદાચ જીવી પણ જાય , તો ખુશ રહી શકે?

અહીંયા સ્વતંત્રતા નો અર્થ એ સ્વચ્છન્દતા પણ નથી. આ બંનેવ વચ્ચે ની ભેદરેખા ખુબ પાતળી છે. પણ જવાબદારી પૂર્વક લીધેલી સ્વતંત્રતા થી ઉત્તમ બીજું કાંઈ નથી. જો કોઈ રાજકુમાર એની પત્ની સાથે રાજપાટ છોડી ને , પોતાની જાતે કમાઈ ને , પોતાની રીત નું જીવન જીવવા માંગતો હોય , તો એને એ બાબતે સંપૂર્ણ સ્વતંત્રતા હોવી જોઈએ. જો કે બ્રિટન ના શાહી પરિવાર માટે પણ આવું પહેલા ક્યારેય નથી બન્યું , એટલે એમણે નક્કી કાર્ય મુજબ આ આખી પરિસ્થિતિ ને આગળ એક વર્ષ સુધી જોવામાં આવશે , અને પછી આગળ શું નક્કી થશે એ સમય જ કહેશે.

છેલ્લે ,

પોતાની સ્વતંત્રતા અને રાજપાટ માંથી રાજપાટનો ત્યાગ કરવાની ખુમારી વિષે ની વાર્તાઓ ઘણી સાંભળી છે , પણ એને પ્રત્યક્ષ જોવાનું આપણા માટે પહેલી વાર બન્યું છે. જે ખુબ રોમાંચક છે. જો કે જો તમારે આ બેમાંથી એક ની પસંદગી કરવાની હોય તો શેની પસંદગી કરો?

‘ઝોમેટો એ ઉબેર ઇટ્સ ને ટેક ઓવર કરી લીધું.’ આ સમાચાર જયારે આજે ચર્ચા માં છે , શું તમે જાણો ચો દુનિયા માં સૌથી પહેલી ફૂડ ડિલિવરી કઈ થયેલી?

કેન્ડીડ વિથ પૂજા – ૨૧ જાન્યુઆરી , ૨૦૨૦

આજ થી લગભગ દસ બાર વર્ષ પહેલા જયારે એક ફેમેલી ગેટ ટૂ ગેધર ની ચર્ચાઓમાં મને ખબર પડેલી કે મુંબઈ શહેર માં એક બહેન એવો બિઝનેસ ચલાવે છે , જેમાં એ એમના ગ્રાહકો માટે એમની પસંદ નો જમવાનો ઓર્ડર તૈયાર કરી આપે , અને ગ્રાહક ની જ પસંદ ની રેસ્ટોરન્ટ માંથી એ ઓર્ડર તૈયાર કરાવી ને એમના ગ્રાહક ના ઘરે પહોંચાડે, ત્યારે ખુબ નવાઈ લાગેલી! કે એવું કેવું? રેસ્ટોરન્ટ નું જમવાનું કોઈ આપણા ઘરે આપી જાય? આપણે ત્યાં નહીં જવાનું? મને લાગેલું કે મુંબઈ માં કદાચ આવું બધું ચાલતું હશે કારણકે ત્યાં ટ્રાફિક ની સમસ્યા ખુબ મોટી છે અને શહેર પણ ઘણું મોટું છે. એમાં જો કોઈ તમારા ઘરે બેઠા તમારો મનપસંદ ઓર્ડર આપી જાય , તો એનાથી ઉત્તમ બીજું શું હોય? ત્યારે મને સહેજેય ખ્યાલ નહોતો કે ૧૦ વર્ષ ની અંદર મારી આસપાસ નું દુનિયા એ હદે બદલાઈ જવાની છે કે આ બહુ જ સહજ વાત બની જવાની છે. ( અને જનરેશન એક્સ અને વાય અને ઝેડ માટે તો , એક માત્ર વિકલ્પ.)

પણ ખેર , બરાબર આ જ સમયે , આઈ.આઈ.ટી. દિલ્હી માંથી ભણી ને બહાર નીકળેલા અને એ સમયે એક મલ્ટિનેશનલ કંપની માં કામ કરતા બે મિત્રો દીપિન્દર ગોયલ અને પંકજ ચઢ્ઢા ના મન માં એક વિચાર આવ્યો. જે માત્ર ૧૦ વર્ષ ની અંદર જ ભારત માં જ નહીં પણ ભારત બહાર સમગ્ર દુનિયા માં ફેલાવાનો હતો. ડેપિન્દર અને પંકજે જોયું કે એ જે કંપની માં કામ કરે છે , ત્યાં માત્ર ફૂડ મેન્યુ જોવા માટે પણ લોકો એ ખુબ લાંબી રાહ જોવી પડે છે. એમને થયું કે આપણે એવું કાંઈ શરુ કરીએ જેનાથી આખી ઓફિસ ના લોકો મેન્યુ એક જ સમયે જેને જોવું હોય એ બધા જ પોતપોતાની રીતે જોઈ શકે તો? અને આ વિચારે ૨૦૦૮ ની સાલ માં જન્મ આપ્યો ફૂડીબે નામની વેબસાઈટ ને. જેના પાર જે જોઈતા હોય એ બધા જ મેન્યુ ઉપલબ્ધ હોય અને જેને જયારે જોવું હોય , જોઈ શકે. એના માટે રાહ જોવાની જરૂર નહીં. એમની આ વેબસાઈટ ખુબ ચાલી. માત્ર એમની ઓફિસ માં જ નહીં , પણ દિલ્હી આખા માં. પછી તો મુંબઈ માં પણ. અને એ વિચાર ને આગળ વધારવા માટે ૨૦૧૦ ની સાલ માં આ બંનેવ મિત્રો એ ફૂડીબે નું નામ બદલી ને ઝોમેટો કરી નાખ્યું. અને એમના સ્ટાર્ટઅપ ને રિ લોન્ચ કર્યું.

ત્યારથી લઇ ને આજે સવારે ૭ વાગ્યા સુધી કે જયારે ઝોમેટો એ ભારત માં ઉબેર ઇટ્સ ને ટેકઓવર કર્યું , એ દસ વર્ષ ના સમય માં આપણે સૌએ એની પ્રગતિ જોયેલી છે. પણ મને એવો વિચાર ચોક્કસ આવ્યો કે સાલું આની શરૂઆત ક્યાંથી થઇ હશે?! અને થોડું ખણખોદ કરતા , જે માહિતી મને મળી , એ બહુ રસપ્રદ છે.

જો આપણે ઘરની બહાર બનાવેલું ફૂડ જાતે જ ડિલિવરી લઇ ને ઘરે આવી ને જમવા વાળા વિચારની ( ટેક અવે ફૂડ ) વાત કરીએ તો એની શરૂઆત એન્શિયન્ટ ગ્રીસ માં થયેલી. જ્યાં એવા ગરીબ લોકો , કે જેમની પાસે ઘરે રસોડું રાખી શકવાની તાકાત ના હોય , એમના માટે રસ્તાઓ અને બજાર માં ખાસ થર્મોપોલિયમ ની વ્યવસ્થા કરવામાં આવતી. કે જેમાં ખોરાક ગરમ રહી શકતો. અને કામ પરથી ઘરે જતો માણસ , ત્યાંથી ગરમ ખોરાક લઇ ને ઘરે જઈ શકતો. ( આપણને આ વિચાર થોડો અજીબ લાગે કારણકે આપણા ભારતીય ઘરો માં ખોરાક હંમેશા ઘરે અને ગરમ જ બન્યો છે. પણ પશ્ચિમ અને યુરોપ ના દેશો માં જ્યાં સંસ્કૃતિ આપણા કરતા ઘણી સદીઓ પછીથી વિકસી છે , એમનો ખોરાક હંમેશા ગરમ નહોતો. )

પણ આ તો ટેક અવે ફૂડ ડિલિવરી ની વાત થઇ. પહેલી એક્ચ્યુઅલ ફૂડ ડિલિવરી કઈ થઇ હશે? તો એનો ઇતિહાસ ૧૭૬૮ ની સાલ માં કોરિયા સુધી જાય છે. જ્યાં સૌથી પહેલી વખત ‘કોલ્ડ ન્યુડલ્સ’ ની હોમમાં ડિલિવરી થયેલી. એના પછી ૧૮૮૯ માં , ઇટાલી ના રાજા અમ્બર્ટો અને રાણી માર્ગરિટા એ આળસી જઈ ને એમના મહેલ માં પિઝા ની ડિલિવરી મંગાવી. ( આ એ જ પિઝા છે જેનું નામ આપણે રાણી માર્ગરીટા ના નામ પરથી માર્ગરીટા પાડ્યું છે. અને એને ખુબ ટેસ થી આરોગીએ છીએ.) ત્યાર બાદ બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન બ્રિટન માં હજ્જારો નિરાશ્રિત પરિવારો ને ગરમ ભોજન મળી રહે એની ખાસ વ્યવસ્થા બ્રિટન ની સરકારે કરી. જેમાં દેશભર માં ‘ હોટ મીલ’ પહોંચાડવામાં આવતું. યુદ્ધ પૂરું થયા પછી અમેરિકા ના કમર્શિયલ સેક્ટરે આ વિચાર અપનાવી લીધો અને શરૂઆત થઇ દુનિયા ના શરૂઆત ના ફૂડ ડિલિવરી બિઝનેસ ની. જેના થકી અમેરિકા ની રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રી ટકી ગઈ.કારણકે આ એ સમય હતો કે જયારે વધતો જતો અમેરિકન મિડલ ક્લાસ , એમના ઘર માં નવા આવેલા ટીવી ને છોડવા નહોતો માંગતો અને એટલે જ પોતાના ઘરે રસોઈ બનાવવાનું ચલણ વધી રહ્યું હતું.

Roman kitchen of thermopolium at Pompaii.

જો કે , અત્યાર સુધી આ બધું જ ફોન દ્વારા કે પછી અગાઉ થી અપાયેલા ઓર્ડર દ્વારા ચાલતું હતું. પહેલો ઓનલાઇન ફૂડ ડિલિવરી ઓર્ડર ક્યારે અપાયો? અને કોને અપાયો? એનો ઇતિહાસ બહુ જ નજીક ના ભૂતકાળ માં વર્ષ ૧૯૯૪ ની સાલ માં જાય છે. જ્યાં પિઝા હટે પહેલી વાર એનો ઓનલાઇન ડિલિવરી કરેલી.
બસ એ ઘડી ને આજનો દિવસ , ઓનલાઇન ફૂડ ઇન્ડસ્ટ્રી કૂદકે ને ભૂસકે વધી રહી છે અને આપણે એના સહારે જીવી રહ્યા છીએ.

છેલ્લે,

ઓનલાઇન ફૂડ ડિલિવરી માં આખી દુનિયા ના મસાલા ના ચટાકા હશે , પણ માં ના હાથ ના રોટલી શાક ઘર ના રસોડે જ બને છે. કારણકે ઘર કા ખાના આખિર ઘર કા ખાના હોતા હૈ!

આ વખતે ઘણા લોકો એ મને પૂછ્યું કે આ ગણેશ ચતુર્થી એ ઘરે જ માટી ના ઈકો ફ્રેંડલી ગણેશ જી કેવી રીતે બનાવી શકાય ? હું કહું છું આવી રીતે.

કેન્ડીડ વિથ પૂજા – ૩૦ ઓગસ્ટ , ૨૦૧૯

ભગવાન શ્રી ગણેશ ના તહેવાર ના શ્રી ગણેશ થવામાં માત્ર ૨ દિવસ ની વાર છે. દુનિયા નો કદાચ આ એકમાત્ર એવો તહેવાર હશે કે જયારે આપણે વાજતે ગાજતે ભગવાન ને ઘરે લાવતા હોઈશું , નક્કી કરેલા દિવસો એમની ખાતિરદારી કરતા હોઈશું અને પુરા માં સન્માન સાથે આવતા વર્ષે ફરી આવે એવી આજીજી સાથે વળાવતા હોઈશું.


જયારે આ તહેવાર ની ઉજવણી ની શરૂઆત થઇ ત્યારે લોકો પોતાના ઘર ની આસ પાસ ની માટી ભેગી કરી અને એમાં પાણી ભેળવી ગણેશજી બનાવતા અને એને રંગવા માટે સાવ જ કુદરતી રંગો વાપરતા. જેથી કરી ને જયારે આ ગણેશજી ની પ્રતિમા નું વિસર્જન કરવાનું થાય , ત્યારે આ પદાર્થો સહેલાઇ થી જમીન માં ભળી જાય. સમય બદલાયો એમ રીત પણ બદલાઈ. હવે ગણેશ જી ની પ્રતિમા પ્લાસ્ટર ઓફ પોરિસ ની બને છે અને એને રંગવા માટે જે રંગો વપરાય છે એ પણ રસાયણ યુક્ત હોય છે. આવી પ્રતિમા દેખાવ માં સારી લાગે અને વજન માં પણ કદાચ હલકી હોય . ભાવ માં પણ સસ્તી પડે ( અને જાતે કોઈ મહેનત નહીં!) પણ એનો સૌથી મોટો ગેરફાયદો એ છે કે આ પ્રતિમા ઓ વિસર્જન વખતે જે નદી માં કે તળાવ માં વિસર્જિત કરવામાં આવે ત્યાં અનહદ પ્રદુષણ ફેલાવે છે.

હવે જયારે ઈશ્વર ને ઘરે આમંત્રણ આપવું હોય તો સૌથી પહેલું જેનું ધ્યાન રાખવું પડે એ છે પર્યાવરણ. કારણકે ઈશ્વર નો સૌથી પહેલો વાસ પર્યાવરણ માં જ છે.


કેવી રીતે ઘરે બનાવી શકાય ગણેશજી ની પ્રતિમા.

આપણી નજીક માં જો કોઈ કુંભાર હોય , તો એની પાસે થી સરળતા થી પ્રતિમા બનાવવા માટે જોઈતી ચીકણી માટી મળી રહે. જો આપના ઘર ની આસ પાસ ક્યાંય એ ઉપલબ્ધ હોય તો એ પણ વાપરી શકાય. આ ચીકણી માટી માં પાણી ભેળવી ને એને ગણેશ જી નો આકાર આપી શકાય. મૂર્તિ ને સીધી રાખવા માટે અને એ પડી ના જાય એ માટે ધાડ અને માથું જોડી રાખવા આઈસક્રીમ સ્ટીક કે પછી ટૂથપિક નો ઉપયોગ પણ કરી શકાય. જો બાળકો પાસે આ પ્રવૃત્તિ કરાવવા માં આવે તો અતિ ઉત્તમ.


એને રંગાવ માટે કેટલાક એવા ફૂલો જે તમારા ઘર ની આસપાસ ઉગતા હોય , એને પીસી ને એમાંથી રંગ બનાવી શકાય. પીળા રંગ માટે હળદર કે મરૂન રંગ માટે બીટ વાપરી શકાય. લાલ રંગ માટે કંકુ પણ વાપરી શકાય.

એને સજાવવા માટે ઘર ની આસપાસ થતા ફૂલો નો માળા બનાવી શકાય. ઘર માં પડેલા તોય કે ટિક્કી થી મુગટ પણ થઇ શકે. અને આપના જાતે બનાવેલા ગણેશજી તૈયાર.

ઘરે જાતે કે પછી બાળકો દ્વારા બનાવવા માં આવતી પ્રતિમા ની જો ઘર માં સ્થાપના થાય તો એનું પોતીકાપણું જ કૈક અલગ હોય છે. સાથે એના અનેક ફાયદાઓ પણ છે. બાળકો આપણી સંસ્કૃત્તિ અને સભ્યતા ના પરિચય માં આવે. એમની રચનાત્મક સમાજ ખીલે. એક હકારાત્મક પ્રવૃત્તિ માં એમનો સમય પસાર થાય.અને સૌથી મહત્વનું એ કે આવી પ્રતિમાઓ વિસર્જન વખતે પર્યાવરણ ને નુકશાન ના પહોંચાડે. આજે આ વાત અહીંયા ખાસ એટલે કહેવાની કારણકે આ બધો જ મારો જાત અનુભવ છે.

અને છેલ્લે,

આવી જાતે બનાવેલી ગણેશ પ્રતિમા નું આપના ઘર માં સ્થાપન થાય એ બાદ ગણેશજી આપના પાર ખુબ પ્રસન્ન રહે અને એમના આશીર્વાદ સદાય આપણી સાથે રહે એવી શુભેચ્છા. ( જો પ્રયોગ કરો તો અનુભવ ચોક્કસ શેર કરજો. )